દેવવ્રત પાઠક

અડવાણી, લાલકૃષ્ણ

અડવાણી, લાલકૃષ્ણ (જ. 8 નવેમ્બર 1927; કરાંચી, પાકિસ્તાન) : ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદ(સિંધ)માં. મુંબઈ યુનિવર્સિટીના કાયદાના સ્નાતક. કૉલેજકાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્વયંસેવક બન્યા, અને તેને જીવન સમર્પિત કરી દીધું. સંઘનાં કાર્યો માટે રાજસ્થાનમાં અલવર, ભરતપુર, કોટા વગેરે સ્થળોએ વર્ષો સુધી કાર્ય કર્યું. 1951માં ભારતીય જનસંઘની…

વધુ વાંચો >

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અબુલફઝલ

અબુલફઝલ (જ. 14 જાન્યુઆરી 1551, આગ્રા; અ. 22 ઑગસ્ટ 1602, ડેક્કન) : મુઘલ સમયનો પ્રથમ કક્ષાનો વિદ્વાન, લેખક, ઇતિહાસકાર અને ફિલસૂફ. મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં અબુલફઝલને ઈ.સ. 1574માં લઈ જનાર તેનો ભાઈ ફૈઝી હતો. ધીરે ધીરે તેણે સમ્રાટની નિકટતા પ્રાપ્ત કરી લીધી. પ્રથમ તેને પત્રવ્યવહારની સેવા સુપરત થઈ, પછી તે પ્રધાનપદનો…

વધુ વાંચો >

અમીન ઈદી

અમીન, ઈદી (જ. 17 મે 1925, કોબોકો, યુગાન્ડા; અ. 16 ઑગસ્ટ 2003, રિયાધ, સાઉદી અરોબિયા) : આખું નામ અહ્મીન દાદા ઈદી. વતન : કોબોકો. યુગાન્ડાના કાકવા જાતિના મુસ્લિમ. યુગાન્ડાના ભૂતપૂર્વ લશ્કરી વડા તેમજ રાષ્ટ્રપ્રમુખ. ખાસ શિક્ષણનો અભાવ. શરૂઆતની કારકિર્દીમાં બ્રિટિશ સૈન્યમાં જોડાયેલા અને તેની સાથે બીજા વિશ્વયુદ્ધમાં પહેલાં બ્રહ્મદેશમાં અને…

વધુ વાંચો >

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ

અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ (1923) : આંતરરાષ્ટ્રીય કાનૂનવિષયક સંસ્થા. અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં આવેલી આ સંસ્થાનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય કાનૂન વિશે ચર્ચાઓ કરવાનું તથા તેનાં વિવિધ પાસાંઓ વિશે વિદ્વાનો પાસે લેખો લખાવી પ્રગટ કરવાનું રહ્યું છે. આ સંસ્થા તરફથી ‘અમેરિકન જર્નલ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ’ નામનું સામયિક પ્રગટ થાય છે. દેવવ્રત …

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અરાફત યાસેર

અરાફત, યાસેર (જ. 24 ઑગસ્ટ 1929, કેરો, ઈજિપ્ત; અ. 11 નવેમ્બર 2004, પેરિસ, ફ્રાન્સ) : 1969થી ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’(પી.એલ.ઓ.)ના અધ્યક્ષ અને સંગઠનના સૌથી મોટા જૂથ ‘અલ-ફતહ’ના નેતા. કેરો યુનિવર્સિટીમાં સિવિલ ઇજનેર થયા બાદ કુવૈત સરકારમાં ઇજનેર તરીકે કામ કરેલું અને પોતાની એક પેઢી પણ સ્થાપી હતી. ‘અલ-ફતહ’ના તેઓ સહસ્થાપક રહ્યા…

વધુ વાંચો >

અર્ધલશ્કરી દળો

અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની…

વધુ વાંચો >

અસફઅલી

અસફઅલી (જ. 11 મે 1888, દિલ્હી; અ. 2 એપ્રિલ 1953, સ્વિટ્ઝરલૅન્ડ) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતા રાજકીય નેતા. દિલ્હીની ઍંગ્લો-અરૅબિક હાઈસ્કૂલ તથા સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ તથા ઇંગ્લૅન્ડમાં જઈ બૅરિસ્ટર થયા. સ્વદેશ પાછા આવ્યા બાદ શરૂઆતમાં ઍની બેસન્ટના ‘હોમરૂલ લીગ’ તરફ…

વધુ વાંચો >

અહમદ, ફખરુદ્દીન અલી

અહમદ, ફખરુદ્દીન અલી (જ. 13 મે 1905, જુની દિલ્હી; અ. 11 ફેબ્રુઆરી 1977, નવી દિલ્હી) : ભારતના રાષ્ટ્રપતિ (1974-1977). દિલ્હીની સ્ટીફન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનના બાર-ઍટ-લૉ થઈ આવ્યા હતા. શરૂઆતમાં વકીલાત કર્યા પછી 1931થી કૉંગ્રેસમાં જોડાયા. 1935માં આસામ વિધાનસભાના સભ્ય બન્યા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં જઈ…

વધુ વાંચો >