દિનકર ભોજક
ભરથરી
ભરથરી (1880) : કવિ વાઘજીભાઈ આશારામ ઓઝા રચિત પાંચ-અંકી પૌરાણિક નાટક. એમણે આ નાટક સૌપ્રથમ શ્રી મોરબી આર્યસુબોધ નાટકમંડળીમાં રચ્યાસાલ 1880માં જ ભજવ્યું હતું. નાટકમાં કવિએ લાગણીસભર ભાષા અને સંવાદોનો ઉપયોગ કર્યો છે. શૃંગાર, હાસ્ય અને કરુણરસથી ભરપૂર આ નાટકનાં કથાવસ્તુ અને હાર્દે એ જમાનાના જનમાનસ પર ખૂબ અસર કરી…
વધુ વાંચો >મણિલાલ ‘પાગલ’
મણિલાલ ‘પાગલ’ (જ. 1889, ત્રાપજ, ભાવનગર; અ. 11 ફેબ્રુઆરી 1966) : વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર. આખું નામ મણિલાલ ત્રિભોવનદાસ ત્રિવેદી. ત્રાપજના વતની. તેમણે ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સમય દરમિયાન પિતાને વ્યવસાયમાં ખોટ આવતાં તેમને જીવનનિર્વાહ માટે મુંબઈમાં એક વીશીમાં પિરસણિયાનું કામ સ્વીકારવું પડ્યું. જાણીતા નટ-નાટ્યકાર મૂળજી આશારામે…
વધુ વાંચો >મહાશ્વેતા કાદંબરી
મહાશ્વેતા કાદંબરી : કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તરે લખેલું ગુજરાતી નાટક. સંસ્કૃત ભાષાના કવિ બાણભટ્ટની ‘કાદંબરી’ના આધારે રચાયેલું આ નાટક 1910માં ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’એ ભજવ્યું હતું. બાણભટ્ટની અટપટી અને આંટીઘૂંટીવાળી લાંબી કથાને નાટકમાં ઢાળતાં એમણે ઘણી કાપકૂપ કરી છે. નાટકો માટે સંસ્કૃત કથાને પસંદ કરી નવો અભિગમ અપનાવવાનું તેમનું ર્દષ્ટિબિંદુ…
વધુ વાંચો >માલવપતિ મુંજ (નાટક)
માલવપતિ મુંજ (નાટક) : પ્રભુલાલ દયારામ દ્વિવેદી રચિત ઐતિહાસિક ત્રિઅંકી નાટક. તે 1924માં રચાયું અને એ જ સાલમાં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયું હતું. આ નાટક છપાયું નથી. આ નાટકના સંવાદોમાં ગુજરાતી ભાષાનાં તેજ અને જોમ પ્રગટ્યાં છે. એ રીતે એ સંવાદોનું ગદ્ય પણ પ્રભાવક છે. તૈલપના દરબારમાં મુંજને…
વધુ વાંચો >મિથ્યાભિમાન
મિથ્યાભિમાન (1870) : કવિ દલપતરામ (1820–1898)રચિત મૌલિક હાસ્યરસિક સામાજિક નાટક. મિથ્યાભિમાન, દંભ તથા આડંબર જેવી સ્વભાવ-મર્યાદાઓને ખુલ્લી પાડવા માટે નાટ્યલેખ મોકલવા માટેની ‘બુદ્ધિપ્રકાશ’ની જાહેરાતના સંદર્ભમાં દલપતરામે આ ‘હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ’ લખી મોકલ્યો હતો. આ કૃતિને તેમણે ‘ભૂંગળ વિનાની ભવાઈ’ તરીકે પણ ઓળખાવી છે. તેમાં 8 અંકો અને 14 ર્દશ્યો છે.…
વધુ વાંચો >મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી
મુંબઈ ગુજરાતી નાટક મંડળી, શ્રી (1889થી 1948) : સૌપ્રથમ ગુજરાતી માલિકીથી સ્થપાયેલી ગુજરાતી નાટક મંડળી. શ્રી ગુજરાતી નાટક મંડળીની સ્થાપના 5 જૂન, 1878ના રોજ થઈ હતી. આ મંડળીનો કારભાર કથળતાં દયાશંકર વસનજી ગિરનારાએ તે ખરીદી લીધી. એટલે તેના નામમાં ‘મુંબઈ’ શબ્દ ઉમેરી એમણે ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના ઈ.…
વધુ વાંચો >મૂલાણી, મૂળશંકર હરિનંદ
મૂલાણી, મૂળશંકર હરિનંદ (જ. 1 નવેમ્બર 1867, ચાવંડ; અ. 1957) : જૂની ગુજરાતી રંગભૂમિના નાટ્યલેખક. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર શિષ્ટ, સંસ્કારી રુચિ અને સાહિત્યિક સૂઝવાળાં નાટકો રચી સારા નટોની અભિનયશૈલી ઘડવામાં પ્રેરકબળ બનનાર મૂળશંકર મૂલાણીની નાટ્યપ્રતિભા રસની જમાવટમાં એમના પુરોગામીઓના મુકાબલે વધુ વિકસિત હતી. નાટ્યકાર તરીકે તેમણે વ્યવસાયી રંગભૂમિ પર…
વધુ વાંચો >મોતીબાઈ
મોતીબાઈ (જ. 1915; અ. 28 ઑગસ્ટ 1995, લીલિયા, લાઠી) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની લોકપ્રિય નાયિકા. મોતીબાઈ મધુર કંઠ ધરાવનાર અને આદર્શ સન્નારીના પાત્રને રજૂ કરનાર સફળ નાયિકા હતાં. ઉત્કૃષ્ટ વાચિક અને આંગિક અભિનયથી એમણે ઘણી ભૂમિકાઓને જીવંત કરેલી. વતન ભાવનગર રાજ્યનું નાનકડું ગામડું ખૂંટવડા. જ્ઞાતિ ગુંસાઈબાવા; માતાનું નામ કુંવરબાઈ; પિતાનું…
વધુ વાંચો >મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, શ્રી
મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, શ્રી (1882થી 1924) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની અગ્રણી નાટક મંડળી. 1878થી 1882 સુધી પ્રવૃત્ત રહેલી ‘આર્ય સુબોધ નાટક મંડળી’માંથી છૂટા થઈ, મોરબીના સંસ્કારસંપન્ન બ્રાહ્મણ બંધુઓ વાઘજીભાઈ તથા મૂળજીભાઈ આશારામ ઓઝાએ એ મંડળીના નામ આગળ ‘મોરબી’ શબ્દ ઉમેરી આ નવા નામે નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી. રંગભૂમિ મારફત…
વધુ વાંચો >લલિતાદુ:ખદર્શક નાટક
લલિતાદુ:ખદર્શક નાટક : પહેલું ગુજરાતી કરુણાન્ત નાટક. ભવાઈમાં આવતા કજોડાના વેશની બીભત્સતા જોઈ આઘાત પામેલા રણછોડભાઈ ઉદયરામ દવેએ ગુજરાતી રંગભૂમિને સંસ્કારવા આ પાંચ-અંકી નાટક ઈસવી સન 1866માં રચી પ્રસિદ્ધ કર્યું. પ્રારંભકાળની ઘડાતી, બોલાતી તળપદી ભાષાનો લેખકે ઉપયોગ કર્યો છે. એમાં ભરપૂર નાટકીપણું છે. શ્રી ગુજરાતી નાટક મંડળીએ જૂની વિક્ટોરિયા નાટકશાળામાં…
વધુ વાંચો >