તેલુગુ સાહિત્ય

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી)

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી) (જ. 8 ઑગસ્ટ 1929, બિજિનાપલ્લી, જિ. મહેબૂબનગર, આંધ્રપ્રદેશ) : તેલુગુનાં વિદુષી. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં અને સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી. થયાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની ડિગ્રી પણ મેળવી. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્તિ પર્યંત કાર્ય કર્યું. 1990–93 દરમિયાન તેમણે રાજભાષાનાં અધ્યક્ષા તરીકે સફળ…

વધુ વાંચો >

રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’

રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’ (જ. 1 જાન્યુઆરી 1944, રિપલ્લે, ગંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ) : સંસ્કૃત અને તેલુગુ લેખક. તેમણે એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિમાંથી એમ.એ.; આંધ્ર યુનિવર્સિટીમાંથી વિદ્યાપ્રવીણ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. અધ્યાપનકાર્ય બાદ તેઓ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હાલ કામગીરી કરે છે.…

વધુ વાંચો >

રંગનાયકમ્મા (શ્રીમતી)

રંગનાયકમ્મા (શ્રીમતી) (જ. 21 સપ્ટેમ્બર 1929, દાચવરામ, જિ. ખામ્મામ, આંધ્રપ્રદેશ) : તેલુગુ ભાષાનાં મહિલા-નવલકથાકાર. પારંપરિક શિક્ષણ સાવ ઓછું. તેઓ  માર્કસવાદની અસર નીચે આવ્યાં અને સ્ત્રી-હકના આંદોલનનાં પ્રણેતા બન્યાં. સામ્યવાદી વિચારસરણીનો અભ્યાસ કર્યો. સત્તાધારી વર્ગોના અન્યાયને પડકારીને તેમણે નિરાધાર આમજનતાના શોષણ સામે જેહાદ કરી. તેમની પ્રથમ નવલ ‘કૃષ્ણ વેણી’(1957)માં ભાવનાની વિવશતા…

વધુ વાંચો >

રાગ વૈશાખી

રાગ વૈશાખી : બોયી ભિમન્ના કૃત તેલુગુ ભાષાનું કાવ્ય. તેની વિશેષતા એ છે કે તે પ્રેમપત્રો રૂપે લખાયેલું છે. તેલુગુ ભાષાનું એ એક લાક્ષણિક કાવ્ય ગણાય છે. તે સૌપ્રથમ 1966માં પ્રગટ થયું અને વાચકો આશ્ર્ચર્યમુગ્ધ બની ગયા, કારણ કે તેમાં પ્રણયના મનોભાવો – લાગણીઓનું સ્વેચ્છાચારી નિરૂપણ થયું હતું. કેટલાક વિવેચકોએ…

વધુ વાંચો >

રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્

રાજેશ્વર રાવ, દ્વિભાષ્યમ્ (જ. 1 જુલાઈ 1945, એલામન્ચિલી, જિ. વિશાખાપટનમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે યાંત્રિક ઇજનેરીમાં ડિપ્લોમા, બી.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી પર્યાવરણ અભ્યાસમાં પી.જી. ડિપ્લોમા તથા પબ્લિક એડ્મિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલી. પછી તેમણે કોરોમાંડલ ફર્ટિલાઇઝર્સ લિ.માં મૅનેજર (પર્યાવરણ) તરીકે સેવા આપી. 1990થી તેમણે વિશાખી સાહિતીના સેક્રેટરી તથા પર્યાવરણ પરિરક્ષણ…

વધુ વાંચો >

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા

રાધાકૃષ્ણ શર્મા, ચલ્લા (જ. 6 જાન્યુઆરી 1929, સોમવરપ્પડુ, જિ. કૃષ્ણા; અ. 1 નવેમ્બર 1998) : તેલુગુ સાહિત્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. તથા એમ.લિટ્.ની ડિગ્રીઓ મેળવેલી. તેઓ તેલુગુ, તમિળ તથા અંગ્રેજી  એમ ત્રણ ભાષાઓમાં લખતા હતા અને કાવ્ય, નાટક, નિબંધ, વિવેચન, આત્મકથા જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં 100 જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમણે…

વધુ વાંચો >

રાધિકાસાંત્વનમ્

રાધિકાસાંત્વનમ્ : અઢારમી સદીનાં તેલુગુ કવયિત્રી મડ્ડુ પલાની રચિત વિલક્ષણ કાવ્ય. આ કૃતિનું બીજું નામ ‘ઇલાદેવીયમ્’ છે. કૃષ્ણનો પોતાનાં કાકી રાધા પ્રત્યેનો પ્રેમ એ દક્ષિણ ધારા(school)ના કવિઓ માટે સનાતન વિષય બની રહ્યો હતો. રાજ-દરબારનાં આ કવયિત્રી પૂર્વેના અનેક કવિઓએ પોતપોતાની દક્ષતા પ્રમાણે કૃષ્ણ-રાધાના પ્રેમનું કાવ્યગાન કર્યું હતું; પરંતુ મડ્ડુ પલાની…

વધુ વાંચો >

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ

રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ (જ. 1853, ધર્માવરમૂ, જિ. અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1912) : તેલુગુ નાટ્યકાર. આંધ્રપ્રદેશના તેઓ એક સૌથી જાણીતા અર્વાચીન નાટ્યકાર હતા. ત્રણ વર્ષની વયે તો તેઓ આખો ‘અમરકોશ’ કેવળ યાદશક્તિથી મધુર કંઠે ગાઈ શકતા. નાનપણથી જ તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતા હતા. વકીલાતની પરીક્ષા પાસ કર્યા પછી,…

વધુ વાંચો >

રામદાસુ

રામદાસુ (જ. 1630, નેલકોંડાપલ્લી, ભદ્રાચલમ, જિ. ખમ્મમ, આંધ્રપ્રદેશ; અ. ?) : સત્તરમી સદીના તેલુગુ કવિ. તેઓ ‘પરમ ભાગવત’ નામથી પ્રસિદ્ધ હતા. પિતા લિંગન્ના તેલુગુ તથા સંસ્કૃત ભાષાઓના વિદ્વાન હતા. માતા કામન્નાના બંને ભાઈ અક્ધના અને માદન્ના પણ વિદ્વાન અને યુદ્ધકલા તથા અન્ય કલાઓમાં પ્રવીણ હતા. તેઓ બંને 1640 આસપાસ ગોલકોંડાના…

વધુ વાંચો >

રામાયણ-કલ્પવૃક્ષમુ

રામાયણ-કલ્પવૃક્ષમુ : તેલુગુ કવિ વિષ્વણધા સત્યનારાયણે તેલુગુમાં લખેલું મહાકાવ્ય. આ કૃતિ માટે તેમને 1970માં ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો હતો. બીજું ‘રામાયણ’ શા માટે એવો પ્રશ્ર્ન ઉઠાવીને, પોતાના આ સૌથી ભગીરથ સાહિત્યસર્જન માટેનાં કારણોમાં કવિ એક તો પોતાના પિતાની ઇચ્છાની પૂર્તિનો તથા બીજું પોતાની અંત:પ્રેરણાના સંતોષનો મુદ્દો રજૂ કરે છે. 12,800…

વધુ વાંચો >