તેલુગુ સાહિત્ય
બુચ્ચિબાબુ
બુચ્ચિબાબુ (જ. 1916, ગંતૂર; અ. 1967) : તેલુગુના લોકપ્રિય નવલકથાકાર તથા નવલિકાકાર. ‘બુચ્ચિબાબુ’ એમનું તખલ્લુસ હતું. એમનું મૂળ નામ શિવરાજુ વ્યંકટ સુબારાવ હતું. તેઓ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા, અને એમનું શિક્ષણ ગંતૂર અને ચેન્નાઈમાં થયું હતું. તેઓ અંગ્રેજી સાહિત્યના વિષયમાં એમ.એ. થયા હતા તથા અનંતપુર અને વિશાખાપટ્ટનમની કૉલેજોમાં…
વધુ વાંચો >બૅરિસ્ટર પાર્વતીસમ
બૅરિસ્ટર પાર્વતીસમ (1925) : તેલુગુ કૃતિ. જાણીતા તેલુગુ લેખક મોક્કાપટ્ટી નરસિંહશાસ્ત્રીની આ નવલકથા 1925માં પ્રગટ થયા પછી અત્યંત લોકપ્રિય થઈ. પરિણામે 1971માં એમાં 2 ભાગ ઉમેરાયા, એટલે એ કથાત્રયી બની. એ આંધ્રપ્રદેશના સામાન્ય યુવકની જીવનકથા છે. આંધ્રના મોગાલીતુર નરસપુર ગામનો યુવક વેન્નુટી પાર્વતીસમ પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં ઇંગ્લૅન્ડમાં એડિનબરોમાં અભ્યાસાર્થે જાય…
વધુ વાંચો >બોવી, ભિમન્ના
બોવી, ભિમન્ના (જ. 1911, રાજોલ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. ગરીબ અને હરિજન પરિવારમાં એમનો જન્મ થયો હોવાને લીધે, એમને ડગલે ને પગલે વિટંબણા ભોગવવી પડેલી. કિશોરાવસ્થામાં એમણે કાવ્યલેખન શરૂ કરેલું. એમના પિતાની ઇચ્છા હતી કે એ મહાભારતની રચના કરે, પણ એમની ઇચ્છા પૂરી થઈ નહિ. એમણે જાતે…
વધુ વાંચો >બ્રહ્મવિવાહમ્
બ્રહ્મવિવાહમ્ (1876) : તેલુગુ હાસ્યપ્રધાન નાટ્યકૃતિ. તે ‘હાસ્યસંજીવની’માં હપતે હપતે પ્રગટ થયેલી. પેડ્ડય્યા તે નાટકનું મુખ્ય પાત્ર છે. ‘પેડ્ડય્યા’નો અર્થ તેલુગુ ભાષામાં ‘મોટો અથવા ઘરડો માણસ’ એવો થાય છે. પેડ્ડય્યાની ત્રીજી પત્નીનું પણ અવસાન થતાં તે ત્રણ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. એનાં બીજાં પાત્રોમાં એનાં લોભી માતા-પિતા છે,…
વધુ વાંચો >ભારદ્વાજ, રાવુરી
ભારદ્વાજ, રાવુરી (જ. 5 જુલાઈ 1927, ગામ મોગુલુર, પૂર્વ હૈદરાબાદ રાજ્ય) : તેલુગુના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. રેખાચિત્રોના તેમના સંગ્રહ ‘જીવન સમરમ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. વિધિસર શિક્ષણ તેમને કેવળ 8 ધોરણ સુધીનું જ મળ્યું હતું. પછી તેઓ આપમેળે શિક્ષણમાં આગળ વધ્યા. અનેકવિધ કામગીરી બજાવ્યા…
વધુ વાંચો >મધુરાંતકમ રાજારામ
મધુરાંતકમ રાજારામ (જ. 1930, મોગરાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ; અ. 1 એપ્રિલ 1999) : તેલુગુ ભાષાના વાર્તાકાર. તેમને ‘મધુરાંતકમ રાજારામ કથલુ’ નામક વાર્તાસંગ્રહ માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તે છેલ્લાં 40 વર્ષથી યથાર્થવાદી કવિતાના અડીખમ ઉપાસક બની રહ્યા હતા; આજે પણ તે તેલુગુ વાચકવર્ગમાં આદરપાત્ર સ્થાન ધરાવે…
વધુ વાંચો >મહાપ્રસ્થાનમ્ (1950)
મહાપ્રસ્થાનમ્ (1950) : તેલુગુ કાવ્ય. તેલુગુ કવિતામાં પ્રગતિવાદ અને આધુનિકતાના પ્રણેતા વિદ્રોહી કવિ શ્રી શ્રીનો કાવ્યસંગ્રહ. તેમાં 40 જેટલાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એ કાવ્યો જૂન 1933થી જૂન 1947ના ગાળામાં રચાયેલાં છે. એ કાવ્યો પુસ્તકાકારે પ્રગટ થતાં પૂર્વે જ લોકપ્રિય બની ગયાં હતાં અને લોકોએ એમને મહાકવિનું બિરુદ પણ આપ્યું…
વધુ વાંચો >માલપલ્લી
માલપલ્લી (1922–1923) : ઉન્નવ લક્ષ્મીનારાયણે લખેલી તેલુગુ સાહિત્યની સર્વપ્રથમ સામાજિક નવલકથા. આ કૃતિ દ્વારા તેમણે તેલુગુ સાહિત્ય તથા ખાસ કરીને તેલુગુ નવલકથાને બંગાળીમાંથી રૂપાંતરિત કરાયેલ પરીકથાઓ તથા રહસ્યકથાઓમાંથી મુક્ત કરી અને સાંપ્રત વિષયવસ્તુની પસંદગી કરીને તેલુગુ નવલકથાના વિકાસ માટે નવી દિશા ખોલી આપી. બાળ ગંગાધર ટિળક તથા ગાંધીજીના નેતૃત્વ હેઠળના…
વધુ વાંચો >મિશ્રમંજરી
મિશ્રમંજરી (1963) : તેલુગુ છંદ-કાવ્યોનો અદ્યતન સંગ્રહ. આ કૃતિને 1965ના વર્ષનો ભારતીય કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિના રચયિતા રાયપ્રોલુ સુબ્બારાવ આચાર્યે (જ. 1892) તેમાં પ્રેમનો વિષય છેડ્યો છે. પ્રેમ તમામ નૈતિકતાનું રહસ્ય છે અને પ્રેમનું હાસ્ય વિશ્વને પ્રકાશિત કરે છે, એવી ભાવનાની તેમાં પ્રતીતિ થાય છે.…
વધુ વાંચો >મુનિપલ્લે, બિ. રાજુ
મુનિપલ્લે, બિ. રાજુ (જ. 1925, જિ. ગુંટૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘અસ્તિત્વનદમ્ આવલિ તીરાન’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1943માં રક્ષા મંત્રાલયની સેવામાં જોડાયા અને 1983માં વહીવટી અધિકારીના પદેથી સેવાનિવૃત્ત થયા. તેમણે નાની વયે જ…
વધુ વાંચો >