તમિળ સાહિત્ય

ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી)

ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી) : તમિળના મધ્યકાલીન કવિ. એમની અસાધારણ કવિત્વશક્તિને કારણે વિદ્વાનોએ એમને ‘કવિચક્રવર્તી’ તથા ‘સર્વજ્ઞકવિ’ જેવી ઉપાધિઓ આપેલી. એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓમાં ‘ઇટ્ટિ એયુપંદુ’, ‘મૂવરઉલા’, ‘તક્કયાગ ભરણી’, ‘અરુંબૈ તોળ્ળાયિરમ્’, ‘ગાંગેયન નાળાવિર કોવૈ’, ‘કુલોતુંગન ચોળન પિપ્ળૈત્તમમિળ’ ઇત્યાદિ છે. ‘કમ્બ રામાયણમ્’ના ઉત્તરકાંડની રચના ઓટ્ટ કૂત્તરે કરી હતી એમ વિદ્વાનો માને છે.…

વધુ વાંચો >

કન્નડ હસન

કન્નડ હસન (જ. 1927, સિરુકુડલપટ્ટી, જિ. રામનાથપુર, તમિલનાડુ) : તમિળ ભાષાના અગ્રણી કવિ-નવલકથાકાર. તેમની નવલકથા ‘ચેરામન કદલી’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને કોઈ પ્રકારનું વિધિસર શિક્ષણ મળ્યું ન હતું. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કાવ્યની રચના કરી હતી. 1956માં તેમણે ‘થેંડ્રલ’ નામે પોતાનું સાપ્તાહિક શરૂ કર્યું. એ…

વધુ વાંચો >

કપિલર

કપિલર : ઈ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી સદીની વચ્ચેના તમિળ સાહિત્યના સંગમકાળના પ્રસિદ્ધ કવિ. કુશાગ્ર બુદ્ધિને કારણે નાની વયમાં જ તેમણે તમિળ સાહિત્ય તથા વ્યાકરણ વિશે સારું જ્ઞાન મેળવ્યું હતું. ત્રીજા સંઘના સભ્ય તરીકે એમને અવ્વેયાર અને ભરણર જેવા મહાન કવિઓ સાથે ઘનિષ્ઠ પરિચય થયો. એમના સમયના કેટલાક…

વધુ વાંચો >

કમ્બરામાયણમ્

કમ્બરામાયણમ્ (ઈસવી સન નવમીથી બારમી સદી) : તમિળ ભાષામાં પદ્યરૂપે રચાયેલ રામાયણ. ‘કમ્બરામાયણમ્’ કંબનની સર્વશ્રેષ્ઠ રચના છે. કંબને આ કૃતિને ‘રામાવતાર’ નામ આપ્યું હતું; પણ પછીના સમયમાં એ ‘કમ્બરામાયણમ્’ નામે ઓળખાયું. ‘કમ્બરામાયણમ્’ બાલકાંડમ્, અયોધ્યાકાંડમ્, અરણ્યકાંડમ્, કિષ્કિંધાકાંડમ્, સુન્દરકાંડમ્ અને યુદ્ધકાંડમ્ નામના છ કાંડો અને 113 પડલમો(અધ્યાયો)માં વિભાજિત થયેલું છે. એમાં 4…

વધુ વાંચો >

કલમ્બકમ્

કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં…

વધુ વાંચો >

કલિંગત્તુય્યરણી

કલિંગત્તુય્યરણી (બારમી સદી) : તમિળભરણી-કાવ્ય. આ મધ્યકાલીન તમિળ વીરકાવ્યની રચના જયંકોણ્ડારે કરી હતી. એમાં રાજા કુલોત્તુંગ પહેલાના કલિંગવિજયનું વર્ણન છે. ભરણીકાવ્યોની એક વિશેષતા એ છે કે એમાં વિજયી રાજાઓના કરતાં પરાજિત રાજાઓના વીરત્વનું સવિશેષ નિરૂપણ હોય છે. ઈશવન્દનાથી કાવ્યનો આરંભ થાય છે. તે પછી નગરવૈભવ, મરુભૂમિ તથા કાલીદેવીનું વર્ણન આવે…

વધુ વાંચો >

કલ્કિ

કલ્કિ [જ. 1899, પુત્તમંગલમ (તામિલનાડુ); અ. 1954] : જાણીતા તમિળ લેખક, પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર. મૂળ નામ રા. કૃષ્ણમૂર્તિ. એ કૉલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીનું ‘અસહકાર આંદોલન’ (1921) શરૂ થયું. તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું ને જેલમાં ગયા (1922, 1930, 1942). છૂટ્યા પછી કૉંગ્રેસ કાર્યાલયમાં કામ કરતાં કરતાં તમિળ સાહિત્યમાં લેખન શરૂ…

વધુ વાંચો >

કવિયરંગ કવિદૈ

કવિયરંગ કવિદૈ : તમિળ કાવ્યનો અર્વાચીન પ્રકાર. એનો પ્રચાર 1940 પછી થયો. કવિયરંગમ્, કવિસંમેલનની જેમ એક સામૂહિક આયોજન છે. એમાં કવિઓ પહેલેથી નિશ્ચિત કરાયેલા વિષય પર કવિતાપાઠ કરે છે. પરિસંવાદની જેમ ‘કવિયરંગમ્’માં ભાગ લેનારો કવિગણ એક જ વિષયનાં વિવિધ પાસાંનું કાવ્યમાં નિરૂપણ કરે છે. કવિયરંગ કવિદૈ(કવિયરંગમમાં વંચાતી કવિતા)માં વિષય તથા…

વધુ વાંચો >

કંબન (ઈ. નવમીથી બારમી સદી દરમિયાન)

કંબન (ઈ. નવમીથી બારમી સદી દરમિયાન) : તમિળ કવિ. જન્મ ઓલનાડુ તિરુવળુન્દુર નામના ગામમાં એક વૈષ્ણવ કુટુંબમાં. તેમનાં માતાપિતા, જન્મ, જાતિ વગેરે વિશે અનેક કિંવદન્તીઓ છે. તિરુવેણ્ણેય નલ્લુરના શડૈય્યપ વળ્ળલ એમનું ઘણું સન્માન કરતા હતા. એમણે એમના રામાયણમાં કંબનની પ્રશસ્તિનાં દશ પદો લખ્યાં છે. કંબને રચેલી મુખ્ય કૃતિઓ છે ‘રામાયણમ્’,…

વધુ વાંચો >

કુડુમ્બ વિળક્કુ

કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન…

વધુ વાંચો >