જ. પો. ત્રિવેદી
પિપેરાઇન
પિપેરાઇન : મરી(pepper vine, piper nigrum)માં રહેલું તીવ્ર સ્વાદવાળું રસાયણ. નાઇટ્રોજનયુક્ત (આલ્કેલૉઇડ) કાર્બનિક સંયોજનો પૈકીનું એક. કાળા અથવા સફેદ મરીમાં 5 %થી 9 % પિપેરાઇન હોય છે. સૌપ્રથમ 1820માં તે મરીમાંથી જુદું પાડવામાં આવેલું. તે પછી 1882માં તેનું બંધારણ નક્કી કરવામાં આવેલું અને 1894માં તેનું સંશ્લેષણ કરવામાં આવેલું. તાજા ખાંડેલા…
વધુ વાંચો >પિરિડીન
પિરિડીન (C5H5N) : એમોનિયા જેવી તીવ્ર વાસ ધરાવતો ષટ્ઘટકીય વિષમચક્રીય બેઇઝ. કોલટારમાંથી મળતા મધ્યમ તેલમાંથી તે પ્રાપ્ત થાય છે. સંશ્લેષિત રીતે એસેટાલ્ડિહાઇડ તથા એમોનિયાની પ્રક્રિયાથી તે બનાવવામાં આવે છે. પિરિડીન આછા પીળા રંગનું કે રંગવિહીન, ખરાબ વાસવાળું તથા ખૂબ તીખા સ્વાદવાળું પ્રવાહી છે, જે પ્રક્રિયામાં સાધારણ આલ્કલાઇન છે. તે પાણી,…
વધુ વાંચો >પીએચ (pH)
પીએચ (pH) : દ્રાવણની ઍસિડિકતા કે બેઝિકતા દર્શાવતો અંક. તે ફ્રેન્ચ પદ puissance de hydrogen (હાઇડ્રોજનની પ્રબળતા, સાંદ્રતા કે વિભવ) માટેની સંજ્ઞા છે. જલીય દ્રાવણોની હાઇડ્રોજન આયન સાંદ્રતા દર્શાવવાની આ પ્રણાલી ડૅનિશ જૈવરસાયણવિદ સોરેન સોરેન્સને 1909માં શોધી હતી. તે પ્રમાણે દ્રાવણનું pH મૂલ્ય એટલે દ્રાવણમાંના હાઇડ્રોજન (ખરેખર હાઇડ્રોનિયમ, H3O+) આયનોની…
વધુ વાંચો >પેક્ટિન
પેક્ટિન : ઊંચા અણુભારવાળો, કાર્બોદિતો સાથે સંબંધિત હાઇડ્રોકલીલીય પૉલિયુરોનાઇડ વર્ગનો પદાર્થ. ફળો તથા છોડવાઓમાં વિવિધ પ્રમાણમાં પેક્ટિન હોય છે. રાસાયણિક રીતે તે લાંબી શૃંખલાવાળાં અને આંશિક મિથૉક્સિલેશન પામેલાં ગેલૅક્ટ્યુરોનિક ઍસિડ-સંયોજન છે. સિટ્રસ ફળોની આંતરછાલ અથવા સફરજન જેવાં ફળોના ફલપેષ(pomaces)માંથી મંદ ઍસિડ દ્વારા નિષ્કર્ષણ વડે તે મેળવવામાં આવે છે. આ રીતે…
વધુ વાંચો >પેટ્રોલિયમ
પેટ્રોલિયમ : દુનિયાના મૂલ્યવાન કુદરતી સ્રોતો પૈકીનું એક; તૈલી, જ્વલનશીલ પ્રવાહી. તેનું રસાયણ. તે ‘કાળા સોના’ અથવા ‘પ્રવાહી સોના’ તરીકે ઓળખાય છે. જોકે હાલ તે કાચા તેલ (crude-oil) તરીકે વધુ જાણીતું છે. પેટ્રોલિયમ શબ્દ મૂળ લૅટિન શબ્દો petra (ખડક, rock) અને oleum (તેલ, oil) પરથી બન્યો છે. પેટ્રોલિયમ અને જ્વલનશીલ…
વધુ વાંચો >પેપ્ટાઇડ
પેપ્ટાઇડ : બે અથવા વધુ ઍમિનોઍસિડ સહસંયોજક બંધ વડે જોડાય ત્યારે પાણીના અણુનું વિલોપન થતાં મળતું સંયોજન. પેપ્ટાઇડમાં એમાઇડ – NH – CO – સમૂહનું પુનરાવર્તન થતું રહે છે. આ સમૂહની સંખ્યા પ્રમાણે તેમને ડાઇપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, પૉલિપેપ્ટાઇડ વગેરે નામ આપવામાં આવે છે. 50થી વધુ ઍમિનોઍસિડ ધરાવતાં પેપ્ટાઇડને પ્રોટીન કહે છે.…
વધુ વાંચો >પેપ્સિન
પેપ્સિન : સસ્તન પ્રાણીઓ, સરીસૃપો તથા માછલીના જઠર-રસમાં જોવા મળતો પ્રોટીનલયી (proteolytic) ઉત્સેચક. જઠરમાંના શ્લેષ્મલ(mucosa)માં રહેલા પેપ્સિનોજનમાંથી HCl દ્વારા પેપ્સિન બને છે. પેપ્સિન નિરોધક, પેપ્ટાઇડ, pH 5થી વધુ હોય તો પેપ્સિન અણુને વળગી રહે છે તથા ઉત્સેચકનું સક્રિયન અટકાવી દે છે. ઍસિડિક પરિસ્થિતિમાં તેની ક્રિયાશીલતા મહત્તમ હોય છે. ચરબી કે…
વધુ વાંચો >પૅરાથાયૉન
પૅરાથાયૉન : ફૉસ્ફરસ તથા સલ્ફર તત્ત્વો ધરાવતું જાણીતું જંતુઘ્ન રસાયણ. તેનું સૂત્ર (C2H5O)2P(S)OC6H4NO2 તથા રાસાયણિક નામ O, O, ડાઇઇથાઇલ-Pનાઇટ્રોફિનાઇલ-થાયોફૉસ્ફેટ છે. તે આછી વાસવાળું ઘેરા ભૂખરા કે પીળા રંગનું પ્રવાહી છે. તેનું ઘટત્વ 1.26, ઉ.બિ. 375o સે., ઠારબિંદુ 6o સે. તથા 24o સે. તાપમાને બાષ્પદબાણ 0.003 મિમી. છે. પૅરાથાયૉન પાણીમાં અલ્પદ્રાવ્ય…
વધુ વાંચો >પેરાસેલ્સસ
પેરાસેલ્સસ (જ. નવેમ્બર 1493, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 24 સપ્ટેમ્બર 1541, સાલ્ઝબર્ગ) : સ્વિસ કીમિયાગર (alchemist) તથા દાક્તર, ઔષધવિજ્ઞાનના સ્થાપક. પિતા ઝુરિક નજીક વૈદું કરતા, જેમણે વૈદક અંગેનું પ્રાથમિક જ્ઞાન આપેલું. સ્ટ્રાસબર્ગમાં સ્થાયી થયા તે અગાઉ ખૂબ મુસાફરી કરેલી. આ મુસાફરી દરમિયાન તેમણે કેટલીક વગદાર વ્યક્તિઓની સારવાર કરી, તેમને સાજા કરેલા. પરિણામે…
વધુ વાંચો >