જૈમિન વિ. જોશી

ત્રિઅંગી વનસ્પતિઓ

ત્રિઅંગી વનસ્પતિઓ (pteridophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી, વાહકપેશીધારી, અપુષ્પી અને બીજરહિત વનસ્પતિઓનો સમૂહ. તે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. આ વનસ્પતિસમૂહે ભૂમિ પર સફળતાપૂર્વક વસવાટ કર્યો છે. ગ્રીક શબ્દ ‘pteron’ (પીછું) અને ‘phyton’ (વનસ્પતિ) પરથી આ વનસ્પતિસમૂહને માટે ‘pteridophytes’ શબ્દ પ્રયોજાયો છે. આ વનસ્પતિસમૂહ આશરે 40 કરોડ વર્ષ…

વધુ વાંચો >

દરિયાઈ સ્તરો

દરિયાઈ સ્તરો (oceanic layers) : દરિયાની ઊંડાઈથી કિનારા સુધીના જુદા જુદા સ્તરો. ભરતી અને ઓટના સમયે પાણીની સપાટીઓને સરેરાશ સમુદ્રની સપાટી (mean sea-level) તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની જમીનની ઊંચાઈ પણ સરેરાશ સમુદ્રની સપાટીના સંદર્ભે નક્કી કરવામાં આવે છે. પૃથ્વીના મહાસાગરોમાં 1,370 x 106 ઘકિમી. જેટલું પાણી સંગ્રહાયેલું છે અને…

વધુ વાંચો >

દલચક્ર

દલચક્ર (corolla) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલું દ્વિતીય ક્રમનું સહાયક ચક્ર. તે ઘણા એકમોનું બનેલું હોય છે. પ્રત્યેક એકમને દલપત્ર (petal) કહે છે. વજ્રની જેમ દલચક્ર પણ પુષ્પમાં આવેલા પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રનું રક્ષણ કરે છે. દલપત્રોમાં આવેલા રંગકણો(chromoplasts)માં જલદ્રાવ્ય એન્થોસાયનિન (લાલ, નારંગી, જાંબલી, વાદળી વગેરે) અને એન્થોઝેન્થિન (પીળાથી હાથીદાંત જેવાં…

વધુ વાંચો >

દ્વિઅંગી વનસ્પતિ

દ્વિઅંગી વનસ્પતિ (Bryophytes) : ભ્રૂણધારી (embryophyta) વનસ્પતિ વિભાગનો સૌથી આદ્ય અને સરળ વનસ્પતિસમૂહ. તેની મોટા ભાગની વનસ્પતિઓના દેહનું પ્રકાંડ અને પર્ણમાં વિભેદન થયેલું હોવાથી આ વનસ્પતિસમૂહને દ્વિઅંગી કહે છે. તે નાની અને અલ્પવિકસિત લીલી વનસ્પતિઓ છે. (સૌથી મોટી દ્વિઅંગી વનસ્પતિ ડૉઉસેનિયા છે. તે 40–50 સેમી.ની ઊંચાઈ ધરાવે છે, અને સામાન્ય…

વધુ વાંચો >

દ્વિપદી નામકરણપદ્ધતિ

દ્વિપદી નામકરણપદ્ધતિ : સજીવ સૃષ્ટિમાં રહેલા વિવિધ પ્રકારના સજીવોની ઓળખ માટે બે પદ ધરાવતા નામવાળી વૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રથમ શબ્દ સજીવની પ્રજાતિ (genus) અને બીજો શબ્દ જાતિ (species) દર્શાવે છે. આમ પ્રજાતિ અને જાતિના બે શબ્દોના જોડાણથી બનતા વૈજ્ઞાનિક નામને દ્વિપદી કે દ્વિનામી (binomial) નામ કહે છે અને આ…

વધુ વાંચો >

નાયાસ

નાયાસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા નાયાડેસી કુળની નિમજ્જિત (submerged) જલજ પ્રજાતિ. તેનું વિતરણ ધ્રુવપ્રદેશ સિવાય સર્વત્ર થયેલું છે. આ પ્રજાતિ લગભગ 40 જાતિઓ ધરાવે છે. તેનું પ્રકાંડ શાખિત, તંતુરૂપ (filiform), લીસું અથવા રુક્ષવર્ધ (muricate) હોય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક (adventitious) મૂળ ઉત્પન્ન થાય છે. તેનાં પર્ણો સાંકડાં, રેખાકાર,…

વધુ વાંચો >

નીકટાજીનેસી

નીકટાજીનેસી : વનસ્પતિના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ કર્વેમ્બ્રી શ્રેણીનું એક કુળ. નીકટાજીનસ એટલે રાત્રે ખીલતાં પુષ્પ. આ કુળમાં આશરે 30 પ્રજાતિ અને 300 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં બોરહેવીઆ, મીરાબીલીસ, બોગનવિલીઆ, અને પીસોનીઆ પ્રજાતિઓ થાય છે. ગુજરાતમાં બોરહેવીઆની ત્રણ જાતિ, મીરાબીલીસની એક, બોગનવિલીઆની બે, ઉપરાંત તેની અનેક બાગાયત જાત…

વધુ વાંચો >

નીટેલ્સ (Gnetales)

નીટેલ્સ (Gnetales) : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું ગોત્ર. આ ગોત્રમાં ઍફીડ્રેસી, નીટેસી અને વેલ્વીસ્ચીએસી કુળનો સમાવેશ થાય છે. તેનો બીજાણુજનક (sporophyte) ક્ષુપ, વૃક્ષ કે કાષ્ઠમય આરોહી વેલ્વીસ્ચીઆમાં પ્રકાંડ સલગમ (turnip) જેવો અને અંશત: ભૂમિગત; પર્ણો સાદાં, એકાંતરિક, સમ્મુખ કે ભ્રમિરૂપ, શલ્કી કે પટ્ટી (strap) આકારનાં કે અંડાકાર કે ઉપવલયી;…

વધુ વાંચો >

નીમ્ફોઇડીસ

નીમ્ફોઇડીસ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની નાનકડી પ્રજાતિ. તે તરતી કે ભૂપ્રસારી (creeping), જલજ શાકીય 20 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિશ્વના ઉષ્ણ, ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ થયેલું છે. આ પ્રજાતિને લીમ્નેથીમમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તેની 5 જાતિઓ નોંધાઈ છે. તે પૈકી ગુજરાતમાં…

વધુ વાંચો >

પરાગનયન (Pollination)

પરાગનયન (Pollination) પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ. આવૃતબીજધારી વનસ્પતિઓમાં પ્રજનન-અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. આ પુષ્પમાં નર-પ્રજનન-અંગ તરીકે પુંકેસર અને માદા-પ્રજનન-અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંકેસર-તંતુ (filament), પરાગાશય (anther) અને યોજી(connective  પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી પેશી)નું બનેલું હોય છે. જ્યારે સ્ત્રીકેસર…

વધુ વાંચો >