જૈમિન વિ. જોશી

પાઇનેસી

પાઇનેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના કૉનિફેરોપ્સીડા વર્ગનું એક કુળ. તે મધ્યજીવી (mesozoic) મહાકલ્પ(era)ના જુરૅસિક કલ્પથી જાણીતી છે. આ વનસ્પતિઓ ઊંચી પર્વતમાળા અને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે. તે મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષ રૂપે હોય છે અને બે પ્રકારની શાખાઓ ધરાવે છે  અપરિમિત વૃદ્ધિ દર્શાવતી લાંબી શાખાઓ અને પરિમિત વૃદ્ધિ દર્શાવતી ટૂંકી…

વધુ વાંચો >

પારિજાતક

પારિજાતક : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nyctanthes arbortristis Linn. (સં. પારિજાતક; હિં.  હારસિંગાર; બં. શિઉલી) છે. ઘણા વનસ્પતિશાસ્ત્રીઓ તેને વર્બીનેસી કુળમાં મૂકે છે. કેટલાક તેને નીકટેન્થેસી નામના સ્વતંત્ર કુળમાં વર્ગીકૃત કરે છે. આ વૃક્ષનું મૂળ વતન હિમાલયની પર્વતમાળા છે. ત્યાં તે નૈસર્ગિક રીતે ઊગે…

વધુ વાંચો >

પાર્થેનિયમ

પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn.  છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે  તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…

વધુ વાંચો >

પુંકેસર-ચક્ર (androecium)

પુંકેસર-ચક્ર (androecium) પુંકેસરો કે લઘુબીજાણુપર્ણો ધરાવતું ત્રીજા ક્રમમાં આવેલું પુષ્પનું આવશ્યક (essential) ચક્ર. આવૃતબીજધારી વનસ્પતિઓમાં વજ્ર (calyx) અને દલપુંજ (corolla) પુષ્પનાં સહાયક (accessory) ચક્રો છે. પુંકેસર-ચક્ર અને સ્ત્રીકેસર-ચક્ર (gynoecium) આવશ્યક ચક્રો ગણાય છે; કારણ કે તે બીજાણુપર્ણો(sporophylls)નાં બનેલાં હોય છે. તેમના વિના બીજનિર્માણ સંભવિત નથી. પ્રત્યેક પુંકેસર તંતુ (filament) ધરાવે…

વધુ વાંચો >

પુંજાયાંગતા (gynandry)

પુંજાયાંગતા (gynandry) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં પુંકેસર-ચક્ર અને પુંકેસર-ચક્ર વચ્ચે જોવા મળતું અભિલગ્ન (adhesion). તે ઍસ્ક્લેપિયેડેસી અને ઍરિસ્ટોલોકિયેસી કુળમાં પુંકેસરાગ્ર છત્ર (gynostegium) અને ઑર્કિડેસી કુળમાં પુંજાયાંગસ્તંભ (gynostemium) સ્વરૂપે જોવા મળે છે. (1) પુંકેસરાગ્ર છત્ર : ઍસ્ક્લેપિયેડેસી કુળના આકડા(Calotropis)ના પુષ્પમાં પાંચ પુંકેસરો હોય છે. તેમના તંતુઓ સંલગ્ન બની માંસલ પોલા સ્તંભની…

વધુ વાંચો >

પેન્ટોઝાયલેસી

પેન્ટોઝાયલેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના પેન્ટોઝાયલેલ્સ ગોત્રનું કુળ. જાણીતા જીવાશ્મવિદ્ પ્રા. બીરબલ સાહની અને તેમના સહાધ્યાયીઓએ (1948) બિહારના અમરપરા જિલ્લાના સંથાલ પરગણામાં રાજમહાલની ટેકરીઓ પાસે આવેલા નિપાનિયા ગામમાંથી અનેક જીવાશ્મો એકત્રિત કર્યા. આ જીવાશ્મો ભારતના ઉપરી ગોંડવાના ક્ષેત્રના જ્યુરસિક ભૂસ્તરીય યુગના હોવાનું મનાય છે. તેમનાં લક્ષણો ટેરિડોસ્પર્મેલ્સ, સાયકેડીઑઇડેલ્સ, સાયકેડેલ્સ અને…

વધુ વાંચો >

પૉલિપોડિયેસી

પૉલિપોડિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકેલ્સ ગોત્રનું સૌથી મોટું કુળ. આ કુળમાં હંસરાજ(fern)ની વિવિધ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે : આ કુળની વનસ્પતિઓ મધ્યોદભિદ્, શુષ્કોદભિદ, પરરોહી કે જલોદભિદ હોય છે અને શાકીય, ક્ષુપ કે ક્યારેક નાના કદના વૃક્ષ-સ્વરૂપે જંગલોમાં ભેજવાળા વિસ્તારોમાં અને પર્વતીય પ્રદેશોમાં પુષ્કળ…

વધુ વાંચો >

પૉલિપોરેલ્સ

પૉલિપોરેલ્સ : ફૂગના બૅસિડિમાયસેટિસ વર્ગનું એક ગોત્ર. આ ગોત્રનાં સ્વરૂપો અસંખ્ય છિદ્રો ધરાવતાં હોઈ તેમને બહુછિદ્રિષ્ઠ (polyporous) કહે છે. તેનું પ્રકણીફળ (basidiocarp) અનાવૃત હોય છે. તેના પર એકકોષી મગદળ આકારના પૂર્ણ પ્રકણીધર (holobasidia) ઉત્પન્ન થાય છે અને એક સ્પષ્ટ સ્તર બનાવે છે. તેને ફળાઉ સ્તર (humenium) કહે છે. આ ફળાઉ…

વધુ વાંચો >

પ્રોટિસ્ટા

પ્રોટિસ્ટા : સરળ દેહરચના ધરાવતા એકકોષી કે બહુકોષી પેશીરહિત સજીવોનો એક સમૂહ. જર્મન પ્રાણીવિજ્ઞાની હેકલે (1866) તેને ‘સૃષ્ટિ’નો દરજ્જો આપ્યો. એક વર્ગીકરણ પ્રમાણે આદિકોષકેન્દ્રી (prokaryotic) સજીવોને નિમ્ન પ્રોટિસ્ટામાં અને સુકોષકેન્દ્રી (eukaryotic) પ્રોટિસ્ટાને ઉચ્ચ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. આ વર્ગીકરણ-પદ્ધતિ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : સૃષ્ટિ : પ્રોટિસ્ટા; ઉપસૃષ્ટિ : નિમ્નપ્રોટિસ્ટા;…

વધુ વાંચો >

પ્લુરોમિયેલ્સ

પ્લુરોમિયેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લાયકોપ્સિડા વર્ગનું એક ગોત્ર. તે મધ્ય ટ્રાયેસિકથી ક્રિટેશસ ભૂસ્તરીય યુગોમાં મળી આવે છે અને અર્વાચીન આઇસૉઇટિસ અને પર્મો-કાર્બનિફેરસ સિજીલારિયાની વચગાળાની અવસ્થાનું નિર્દેશન કરે છે. તે લેપિડોડેન્ડ્રેસી કરતાં આઇસૉઇટિસની વધારે નજીક હોવાથી સીવાર્ડે તેને આઇસૉઇટિસની વધારે નજીક મૂકી છે. પ્લુરોમિયા (ટ્રાયેસિક) અને નેથૉર્સ્ટિયાના (ક્રિટેશસ) નામની આ…

વધુ વાંચો >