જૈમિન વિ. જોશી

છાલ (bark)

છાલ (bark) : બહુવર્ષાયુ, દ્વિતીય વૃદ્ધિ ધરાવતી સપુષ્પી વનસ્પતિનાં મૂળ તથા પ્રકાંડના બાહ્ય સ્તરને છાલ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ત્વચા, વલ્કલ કે બાહ્ય વલ્કલ, અંગ્રેજીમાં બાર્ક (bark) અથવા કૉર્ક (cork) તરીકે ઓળખાય છે. ફળની છાલને રિન્ડ (rind) કહેવામાં આવે છે, જે ફલાવરણના એકીકરણથી બનેલી છે. કેરીની છાલનું બાહ્ય ફલાવરણ રંગીન…

વધુ વાંચો >

જૈવ વર્ણપટ

જૈવ વર્ણપટ (biological spectrum) : કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં અથવા નિયત નિવસનતંત્રની પરિસીમામાં વિકાસ પામતા વનસ્પતિ અને પ્રાણીના સમુદાય. ઉદાહરણ તરીકે, જંગલમાં આવેલાં વૃક્ષો, ક્ષુપ, છોડ, વેલી-મહાકાય લતા, પરરોહી છોડ તથા આ વનસ્પતિઓ પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, જીવ-જંતુઓ, ફૂગ તથા જીવાણુઓ વગેરે એકકોષી સજીવોથી માંડી બહુકોષી મહાકાય સજીવો જૈવ…

વધુ વાંચો >

ટીલોમ સિદ્ધાંત

ટીલોમ સિદ્ધાંત (telome theory) : ઉત્ક્રાંતિ દરમિયાન આદ્ય ભૌમિક વનસ્પતિઓના અત્યંત સરળ બીજાણુજનકમાંથી અર્વાચીન જટિલ બીજાણુજનકમાં થયેલા રૂપાંતરને સમજાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત સૌપ્રથમ ઝિમરમૅને રજૂ કર્યો (1930). પરંતુ તેમાં અનેક સુધારાવધારા કર્યા પછી પૂર્ણ સ્વરૂપે તે 1952માં પ્રસિદ્ધ થયો. આ પહેલાં ઝાક્સે પ્રકાંડને સ્તમ્ભોમ (caulome), પર્ણને પર્ણોમ (phyllome), મૂળને પ્રમૂલ…

વધુ વાંચો >

ટેફ્રોસીઆ

ટેફ્રોસીઆ : વનસ્પતિના દ્વિદળી વર્ગના કુળ  ફેબેસી(લેગ્યુમિનોઝી)-ના ઉપકુળ પેપિલિયોનેસીની પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની 100 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ભારતમાં 35 જેટલી જાતિઓ નોંધાયેલી છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરેલી છે. Tephrosia candida DC. (ધોળો શરપંખો) કુમાઉં-ગઢવાલ હિમાલયમાંથી પ્રાપ્ત થાય છે. તે ક્ષુપ સ્વરૂપની હોય છે. તેનાં પર્ણો…

વધુ વાંચો >

ટૅમેરિક્સ

ટૅમેરિક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના ટૅમેરિકેસી કુળની એકમાત્ર પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની 20 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ભારતમાં 5 જાતિઓ નોંધાયેલી છે. તે નૈસર્ગિક  રીતે પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય અને વિષુવવૃત્તીય એશિયાના દરિયાકાંઠાના પ્રદેશોમાં વિસ્તરણ પામેલી છે. તે ક્ષુપ કે મધ્યમ કદનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે અને દૂરથી…

વધુ વાંચો >

ટ્રેપેસી

ટ્રેપેસી (Trapaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું માત્ર એક જ પ્રજાતિ ધરાવતું કુળ. આ કુળની વનસ્પતિ–શિંગોડાં–મીઠા પાણીમાં સપાટી ઉપર મુક્ત રીતે તરતી એકવર્ષાયુ શાકીય સ્વરૂપે જોવા મળે છે. મૂળ ઝૂમખામાં  ઉત્પન્ન થાય છે. રંગે લીલાં પરિપાયી (assimilatory) પર્ણો : વિષમ સ્વરૂપી (heteromorphic), નિમગ્ન પર્ણો ખંડિત, તંતુ જેવાં; સપાટી ઉપરનાં પર્ણો પાસાવત્,…

વધુ વાંચો >

ટ્રોપીયોલેસી

ટ્રોપીયોલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક પ્રજાતીય (monogeneric) કુળ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, જમીન ઉપર પથરાતી કે વળવેલ રૂપે આરોહી, પાણી જેવો તીખો રસ ધરાવતી વનસ્પતિઓનું બનેલું છે. તેની પ્રજાતિ ટ્રોપીયોલમ દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે અને લગભગ 50 જેટલી જાતિઓ ધરાવે છે. મુખ્યત્વે મધ્ય અને દ. અમેરિકામાં તથા સમશીતોષ્ણ કટિબંધમાં…

વધુ વાંચો >

ડીલીનીએસી

ડીલીનીએસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક મુક્તદલા કુળ. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલા આ કુળમાં 10 પ્રજાતિઓ અને 400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. દક્ષિણ ગોળાર્ધમાં તેનું વિતરણ વિશેષ પ્રમાણમાં થયેલું છે. ભારતમાં 3 પ્રજાતિ અને 12 જાતિ તેમજ ગુજરાતમાં 1 પ્રજાતિ અને 1 જાતિ નોંધાયેલી છે. વૃક્ષ કે…

વધુ વાંચો >

તખ્તાજાન, આર્મેન

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ…

વધુ વાંચો >

તૃણાપતૃણનાશકો

તૃણાપતૃણનાશકો (herbicides or weedicides) : અનિચ્છનીય તૃણ-અપતૃણ વનસ્પતિઓનો નાશ કરવા વપરાતાં રસાયણો. વીસમી સદીમાં તૃણાપતૃણનાશકોનો શરૂઆતમાં ખૂબ ધીમો, પરંતુ ત્યારબાદ 1945 પછી 2,4-D (2,4 ડાઇકલોરો ફિનોક્સી એસેટિક ઍસિડ)ના પ્રવેશ બાદ ખૂબ ઝડપથી ઉપયોગ વધતો ગયો છે. તૃણાપતૃણનાશકોની શોધોને લગતી કડીબદ્ધ ઘટનાઓ આ પ્રમાણે છે : (1) ધાન્યના પાકોમાં પહોળાં પર્ણોવાળાં…

વધુ વાંચો >