જયન્તિલાલ પો. જાની

શાહુકાર

શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી…

વધુ વાંચો >

સરકારી કંપની

સરકારી કંપની : સરકારની સંપૂર્ણ અથવા આંશિક શૅરમૂડી અને ખાનગી રોકાણકારોની આંશિક શૅરમૂડી વડે કંપની અધિનિયમ-1956 હેઠળ ભારતમાં નોંધણી કરાવીને સ્થાપવામાં આવેલી કંપની. દેશમાં પાયાના ઉદ્યોગોમાં વિપુલ મૂડીરોકાણ કરવું પડે છે, જેનો નફો લાંબા ગાળે મળવાની શક્યતા હોય છે. વળી પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદિત વસ્તુઓ મોટા પ્રમાણમાં વેચી શકાય નહિ અને…

વધુ વાંચો >

સરચાર્જ (અધિભાર)

સરચાર્જ (અધિભાર) : ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતા કેટલાક કરવેરા ઉપર લેવામાં આવતો વધારાનો કર-અધિભાર. ભારતના બંધારણના અનુચ્છેદ (articles) 269થી 271 હેઠળ વિવિધ પ્રકારના કર નાખવાનો અને/અથવા વસૂલ કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને આપેલો છે. તેમાંથી અનુચ્છેદ 269 હેઠળ રાજ્ય સરકારોને સોંપેલા (assigned) કરવેરા જેવા કે આંતરરાજ્ય ક્રય અને…

વધુ વાંચો >

સંપત્તિવેરો

સંપત્તિવેરો : કરદાતાની સંચિત ચોખ્ખી મિલકત (accumulated/net wealth) ઉપર લેવામાં આવતો વાર્ષિક વેરો. પ્રત્યેક આકારણી-વર્ષ (assessment year) માટે કરદાતાની સંપત્તિનું નિર્ધારણ કરીને તેની પાસેથી સંપત્તિવેરો વસૂલ કરવામાં આવે છે. કરદાતા, પોતાના ઉપર લાગુ પડતા આ વેરાનું ભારણ (incidence of tax), કોઈ અન્ય વ્યક્તિ ઉપર ખસેડી (shift) કરી શકતો નથી, તેથી…

વધુ વાંચો >

સૂચનાપત્ર (notice) (વાણિજ્ય)

સૂચનાપત્ર (notice) (વાણિજ્ય) : તથ્ય/હકીકતની જાણ ધરાવતી વ્યક્તિ દ્વારા તે અંગેનો સંદેશો વૈધિક રીતે અન્ય સંબંધિત વ્યક્તિને જણાવવા માટે લખવામાં આવતો પત્ર. કોઈ પણ સંબંધિત વ્યક્તિ જેને તથ્ય/હકીકત અંગેનો સંદેશો મોકલવાનો હોય તે વ્યક્તિ ત્રણ પ્રકારના સંજોગોમાં આ પ્રકારના તથ્ય/હકીકત અંગે માહિતગાર છે જ, – તેમ કાનૂન દ્વારા માનવામાં આવે…

વધુ વાંચો >

સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ)

સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ) : ભારત સરકારે પ્રત્યક્ષ કરવેરાના અધિનિયમો હેઠળ વૈધિક અધિકારો સાથે રચેલું બોર્ડ. આયકર અધિનિયમ અને સંપત્તિકર અધિનિયમ જેવા વિવિધ અધિનિયમો મહેસૂલી આવક મેળવવા માટે કેન્દ્ર સરકારે ઘડેલા છે. આ પ્રકારના અધિનિયમો બનાવવા માટે પ્રત્યેક દેશની વિધાનસભા, પૂરતા સમયના અભાવે અને સૂચિત…

વધુ વાંચો >

સ્થાયી મૂડી (fixed capital)

સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી…

વધુ વાંચો >

હિસાબી પદ્ધતિ (accounting system)

હિસાબી પદ્ધતિ (accounting system) : ધંધા કે ઉદ્યોગોએ અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે કરેલા નાણાકીય વ્યવહારોની નોંધણી કરીને વ્યવસાયમાં થયેલા નફા/નુકસાનને આધારે આર્થિક સધ્ધરતા જાણવા માટે વૈજ્ઞાનિક ઢબે દફતર રાખવાની પદ્ધતિ. પ્રત્યેક ધંધો કે ઉદ્યોગ પોતાના દૈનિક નાણાકીય વ્યવહારોના હિસાબકિતાબ રાખે છે, વર્ષાન્તે નફાનુકસાન ખાતું અને સરવૈયું તૈયાર કરે છે…

વધુ વાંચો >