જયન્તિલાલ પો. જાની

રસ્તા (ભૂમિમાર્ગ)

રસ્તા (ભૂમિમાર્ગ) : વિવિધ ભૂમિસ્થળોને જોડતો પગપાળા ચાલવાનો અથવા પરિવહન માટેનો પથ. રસ્તાઓ વિભિન્ન પ્રકારના હોય છે, જેવા કે ગ્રામવિસ્તારોને જોડતા સ્થાનિક રસ્તાઓ (local roads); તે સાંકડા હોય છે. શહેરોને જોડતા મુખ્ય રસ્તાઓ (main roads); તે પહોળા હોય છે. શહેરની અંદર બનાવેલા રસ્તાઓ (શેરીઓ  streets) તેમજ શહેર બહાર બનાવેલા ગોળાકાર…

વધુ વાંચો >

લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની)

લઘુમતીહિત (જૉઇન્ટ સ્ટૉક કંપની) : કંપનીમાં બહુમતી શૅરહોલ્ડરોના અત્યાચાર અને ગેરવહીવટ સામે રક્ષણ મેળવવાપાત્ર લઘુમતી શૅરહોલ્ડરોનું હિત. કંપનીમાં ઊભા થતા પ્રત્યેક પ્રશ્ન અંગેનો નિર્ણય શૅરહોલ્ડરોની સાદી અથવા વિશિષ્ટ બહુમતીથી લેવામાં આવે છે. આમ તેનું સંચાલન બહુમતી નિર્ણય ઉપર આધારિત હોય છે. રાજામુંદ્રી ઇલેક્ટ્રિસિટી વિ. નાગેશ્વર રાવ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે…

વધુ વાંચો >

વસ્તુ-વેરા

વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન,…

વધુ વાંચો >

વ્યવસ્થા-વિશ્લેષણ

વ્યવસ્થા–વિશ્લેષણ : ઔદ્યોગિક એકમમાં વ્યવસ્થાતંત્રની મદદથી થયેલા ઉત્પાદન/ઉત્પાદિત કાર્યને લક્ષમાં રાખીને વ્યવસ્થાતંત્રની કાર્યદક્ષતા અને અસરકારકતાનું કાર્યસિદ્ધિના સંદર્ભમાં પૃથક્કરણ કરવાની પદ્ધતિ. સંચાલકે અધિકારીઓ પાસેથી રાખેલી કાર્યની અપેક્ષા અને તેમણે કરેલા ખરેખરા કાર્યની સરખામણી કરીને ઔદ્યોગિક એકમની કાર્યસિદ્ધિની મુલવણી સમયાંતરે કરવામાં આવે છે. જો અધિકારીઓ સારી રીતે કામ ન કરે તો કાર્યસિદ્ધિ…

વધુ વાંચો >

શાખ-નિયમન

શાખ–નિયમન : દેશની વ્યાપારી બૅંકો દ્વારા રોકાણકારોને અપાતી શાખનું વિસ્તરણ અને સંકોચન કરવા સારુ મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા નિયમો. સાદી ભાષામાં કહીએ તો મધ્યસ્થ બૅંક દ્વારા શાખની વૃદ્ધિ અથવા સંકોચ કરવા માટે લાદવામાં આવતાં નિયમનો. જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાના મૂડીખર્ચ અથવા મહેસૂલી ખર્ચ માટે ખાધપૂરક…

વધુ વાંચો >

શાહુકાર

શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી…

વધુ વાંચો >

સૂચનાપત્ર (notice) (વાણિજ્ય)

સૂચનાપત્ર (notice) (વાણિજ્ય) : તથ્ય/હકીકતની જાણ ધરાવતી વ્યક્તિ દ્વારા તે અંગેનો સંદેશો વૈધિક રીતે અન્ય સંબંધિત વ્યક્તિને જણાવવા માટે લખવામાં આવતો પત્ર. કોઈ પણ સંબંધિત વ્યક્તિ જેને તથ્ય/હકીકત અંગેનો સંદેશો મોકલવાનો હોય તે વ્યક્તિ ત્રણ પ્રકારના સંજોગોમાં આ પ્રકારના તથ્ય/હકીકત અંગે માહિતગાર છે જ, – તેમ કાનૂન દ્વારા માનવામાં આવે…

વધુ વાંચો >

સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ)

સેન્ટ્રલ બોર્ડ ઑવ્ ડાઇરેક્ટ ટેક્સીઝ (કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ) : ભારત સરકારે પ્રત્યક્ષ કરવેરાના અધિનિયમો હેઠળ વૈધિક અધિકારો સાથે રચેલું બોર્ડ. આયકર અધિનિયમ અને સંપત્તિકર અધિનિયમ જેવા વિવિધ અધિનિયમો મહેસૂલી આવક મેળવવા માટે કેન્દ્ર સરકારે ઘડેલા છે. આ પ્રકારના અધિનિયમો બનાવવા માટે પ્રત્યેક દેશની વિધાનસભા, પૂરતા સમયના અભાવે અને સૂચિત…

વધુ વાંચો >

સ્થાયી મૂડી (fixed capital)

સ્થાયી મૂડી (fixed capital) : જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રી વસાવવા માટે તથા જાળવવા માટે ધંધાકીય એકમની લાંબા ગાળાની મૂડી. ઉદ્યોગપતિ નવી કંપની શરૂ કરતાં અગાઉ ઇજનેરો, સ્થપતિઓ અને તજ્જ્ઞોની મદદ વડે ધંધા અંગેની નાણાકીય જરૂરિયાતોનો અડસટ્ટો કઢાવે છે; કારણ કે જમીન, મકાનો, યંત્રો અને યંત્રસામગ્રીમાં રોકાણ કરવા માટે સ્થાયી…

વધુ વાંચો >