છબીકલા
રંગભાવન (toning)
રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી…
વધુ વાંચો >રંગીન છબીકલા
રંગીન છબીકલા : જુઓ છબીકલા
વધુ વાંચો >રાય, રઘુ
રાય, રઘુ (જ. 18 ડિસેમ્બર, 1942, જાંઘ ગામ, બ્રિટિશ ઇન્ડિયાનો પંજાબ પ્રાંત (હાલ પાકિસ્તાનનું પંજાબ) : ભારતના અગ્રણી ફોટોગ્રાફર અને ફોટો જર્નાલિસ્ટ. ફોટો જર્નાલિઝમને ભારતમાં ગૌરવપદ વ્યવસાય તરીકે સ્થાન અપાવવામાં રાયનું પ્રદાન મોટું છે. તેઓ ખ્યાતનામ ફ્રેંચ ફોટોગ્રાફર હાંરી કાર્તે – બ્રેસોં(Henri Cartier Bresson)ના પ્રીતિપાત્ર હતા. કાર્તે બ્રેસોંએ 1977માં ‘મૅગ્નમ…
વધુ વાંચો >રિલિસ, જૅકબ ઑગસ્ટ
રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને…
વધુ વાંચો >રે, મૅન (Ray, Man)
રે, મૅન (Ray, Man) (જ. 27 ઑગસ્ટ 1890, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 18 નવેમ્બર 1976, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક અમેરિકન ચિત્રકાર, ફોટોગ્રાફર અને દાદાવાદી તેમજ પરાવાસ્તવવાદી ફિલ્મ-દિગ્દર્શક. ફોટોગ્રાફી અને ફિલ્મના ક્ષેત્રે તેમણે કરેલી ટૅકનિકલ શોધો (innovation) માટે પણ તે ખ્યાતનામ છે. પિતા પણ ચિત્રકાર અને ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક નગરમાં મૅનનો ઉછેર થયો…
વધુ વાંચો >લાર્તિગ, ઝાક હેન્રી
લાર્તિગ, ઝાક હેન્રી (જ. 13 જૂન 1894, પૅરિસ નજીક કોર્બેવોઈ, ફ્રાન્સ; અ. 1986) : પોતાના બાળપણમાં કરેલી ફોટોગ્રાફી માટે વિશ્વવિખ્યાત થયેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર અને ચિત્રકાર. પિતા ધનાઢ્ય બૅંકર હતા. લાર્તિગ સાત વરસના હતા ત્યારે પિતાએ જ તેમને પ્લેટ-કૅમેરા અપાવ્યો હતો. ટીણકુડો લાર્તિગ સ્ટૂલ પર ચઢીને એ અડચણરૂપ ભારેખમ મહાકાય તોતિંગ…
વધુ વાંચો >લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ
લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ (જ. 1901; અ. 1948) : છબિકાર અને દિગ્દર્શક. મૂક અને સવાક્ ચલચિત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ચીમનલાલ લુહાર રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થઈને ચલચિત્રક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ પહેલાં તેઓ ચિત્રકલા, તસવીરકલા, લિથોગ્રાફી, ચલચિત્રો વગેરે વિષયો પર ગુજરાતી સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખી ચૂક્યા હતા. મોટાભાગના તેમના લેખો 1923થી…
વધુ વાંચો >લેન્સ (કૅમેરાનો)
લેન્સ (કૅમેરાનો) : કૅમેરામાં ફોટો લેવા માટે વપરાતું અત્યંત મહત્ત્વનું કાચનું ઉપકરણ. તસવીરો ઝડપવા માટે જેમ કૅમેરાની તેમ અત્યંત આકર્ષક તસવીરો ઝડપવા માટે સારા પ્રકારના કૅમેરાના લેન્સની પણ આવદૃશ્યકતા હોય છે. કૅમેરામાં જડેલા લેન્સ ઉપરાંત વિવિધ પ્રકારની તસવીરો ઝડપવા માટે અન્ય વિવિધ લેન્સની પણ આવદૃશ્યકતા રહે છે અને આવા લેન્સ…
વધુ વાંચો >વિવર્ધન (enlargement)
વિવર્ધન (enlargement) : નાની તસવીર પરથી મોટી તસવીર કરવાની ફોટોગ્રાફીની એક પ્રક્રિયા. કૅમેરાથી તસવીર ઝડપ્યા બાદ તે તસવીર કેવી આવી છે અથવા તે કેવી દેખાય છે તે જોવાની આતુરતા સ્વાભાવિક રીતે જ દરેક તસવીરકારને હોય છે એટલે ફિલ્મ કે ફિલ્મ-રોલને ડેવલપ કર્યા પછી તૈયાર થયેલ નેગેટિવ પરથી વાસ્તવિક ચિત્ર તૈયાર…
વધુ વાંચો >વ્યારાવાલા, હોમાય
વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…
વધુ વાંચો >