ચીનુભાઈ નાયક

નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ

નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ (જ. 26 ઑગસ્ટ 1904, અંજાર, જિ. કચ્છ; અ. 20 ડિસેમ્બર 1974) : કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. જયરામદાસનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. તેમના પિતાનાં ત્રણ વહાણો તૂણા બંદરે હતાં. જયરામદાસને કિશોર વયથી વાચનલેખનનો શોખ હતો અને તેમણે મૅટ્રિકની પરીક્ષા કૉલકાતાથી પસાર કરી હતી. શરૂઆતમાં વહાણવટાનો વ્યવસાય…

વધુ વાંચો >

નાગોરી, કાઝી હમીદુદ્દીન

નાગોરી, કાઝી હમીદુદ્દીન (જ. ઈ. સ. 1071; અ. 1245, દિલ્હી) : ફારસીના પ્રસિદ્ધ કવિ. જન્મનામ મોહમ્મદ હતું. તેમના પિતા અતાઉલ્લાહ બુખારાના બાદશાહ હોવાથી તે ‘સુલતાન અતાઉલ્લાહ મહેમૂદ’ તરીકે ઓળખાયા. તેમના પિતાએ તેમના શિક્ષણમાં ઊંડો રસ લીધો હતો. પત્નીના અવસાન બાદ હમીદુદ્દીન એકાંતવાસમાં રહેતા હતા અને જીવન વિશે સતત ચિંતન કરતા…

વધુ વાંચો >

નાથ સંપ્રદાય

નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે…

વધુ વાંચો >

નાયક, અમૃત કેશવ

નાયક, અમૃત કેશવ (જ. 1877, અમદાવાદ; અ. 18 જુલાઈ 1907, મુંબઈ) : વ્યવસાયી રંગભૂમિના તેજસ્વી યુવા-અભિનેતા, દિગ્દર્શક તથા નાટ્યકાર. અમૃતભાઈએ ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં કર્યો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાની ફરજ પડી અને 11…

વધુ વાંચો >

નાયક, છોટુભાઈ રણછોડજી

નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ…

વધુ વાંચો >

નાયક, પ્રાણસુખ મણિલાલ

નાયક, પ્રાણસુખ મણિલાલ (જ. 23 એપ્રિલ 1910, જગુદણ, જિ. મહેસાણા; અ. 12 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્યરસિક અભિનેતા. નટમંડળ દ્વારા ભજવાયેલા ‘મિથ્યાભિમાન’ નાટકમાં તેમની જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી તેઓ જીવરામ ભટ્ટ તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટનો અભિનય તેમણે એવો…

વધુ વાંચો >

નારાયણ પંથ

નારાયણ પંથ : વિષ્ણુભક્તિમાં માનતો સંપ્રદાય. વૈષ્ણવ પરંપરામાં નારાયણીય નામસ્મરણ અને ધ્યાનની સાધનાને કારણે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સત્તરમા સૈકામાં સંત હરિદાસે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં ઈશ્વર તરીકે નારાયણનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેના પરથી તે નારાયણીય પંથ તરીકે ઓળખાય છે. નારાયણ સિવાય બીજા કોઈ દેવને આ…

વધુ વાંચો >

નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા

નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (જ. 1550, આગ્રા; અ. 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં…

વધુ વાંચો >

નિઝામુદ્દીન ઔલિયા

નિઝામુદ્દીન ઔલિયા (જ. ઈ. સ. 1238, બુખારા, તુર્કમેનિસ્તાન; અ. 1324–25, ગ્યાસપુર) : ઇસ્લામના ચિશ્તી સંપ્રદાયના મહાન સંત. બાબા ફરીદુદ્દીન ગંજ શકરના શિષ્ય. તેમના પિતા ખ્વાજા સૈયદ એહમદ જન્મજાત વલી હતા. હજરત નિઝામુદ્દીનને પિતા તરફથી વારસામાં ખિલાફત મળી હતી. તેમના પૂર્વજો બુખારાના રહીશ હતા. પરંતુ દાદા હજરત સૈયદ અલી અને નાના…

વધુ વાંચો >

પીર કમાલુદ્દીન સૈયદ

પીર કમાલુદ્દીન સૈયદ (ઈ. સ.ની પંદરમી સદી) : ચિશ્તિયા સંપ્રદાયના ફારસી ભાષાના લેખક. સૈયદ કમાલુદ્દીને ઈરાનના કઝવીન શહેરમાંથી હિજરી સંવત નવમા સૈકામાં ગુજરાતમાં ભરૂચ આવીને વસવાટ કર્યો હતો. તેઓ કઝવીન શહેરના હોવાથી ઇસ્લામી પરંપરામાં કઝનવી (રહ.) તરીકે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ સૈયદ શફીઉદ્દીન હતું, જેઓ હુસૈની સૈયદ હતા. તેઓ…

વધુ વાંચો >