ચીનુભાઈ નાયક

પુષ્યવર્મા વંશ

પુષ્યવર્મા વંશ : આસામમાં ચોથીથી સાતમી સદી દરમિયાન થઈ ગયેલો વંશ. પુષ્યવર્મા વંશના સાતમા રાજા નારાયણવર્માએ છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય ફગાવી દીધું. એના પુત્ર ભૂતિવર્માએ આસપાસના પ્રદેશો પર સત્તા પ્રસારી કામરૂપના રાજ્યનો વિસ્તાર કર્યો. આ વંશના રાજાઓ ‘મહારાજાધિરાજ’ બિરુદ ધારણ કરી અશ્વમેધ યજ્ઞ કરવા લાગ્યા. ભૂતિવર્મા પછી એનો…

વધુ વાંચો >

પોપ

પોપ : ખ્રિસ્તી ધર્મના સૌથી પ્રાચીન સંપ્રદાય રોમન કૅથલિકના ધર્મગુરુ. ‘પોપ’ ગ્રીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પિતા થાય છે. રોમમાં ચર્ચની સ્થાપના માનવપુત્ર ઈસુ ખ્રિસ્તના મુખ્ય શિષ્ય પીટરે કરી હતી. અને તેથી રોમ એ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ કારણથી અહીંના ચર્ચના પોપનું સમગ્ર…

વધુ વાંચો >

પ્રાણીપૂજા

પ્રાણીપૂજા : માનવ-સંસ્કૃતિના વિકાસમાં અગ્નિ, ખેતી, ચક્ર અને શઢવાળી નાવ – એ ચાર મહત્વની શોધ ગણાય છે. આ ચાર શોધોને કારણે માનવજીવનમાં ક્રાંતિકારી આર્થિક પરિવર્તન આવ્યું. ખેતીની શોધના કારણે ખોરાકની શોધમાં આદિ માનવ જે ભટકતું જીવન ગુજારતો હતો તે સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. ખેતીને કારણે તે પશુઓને પાળવા લાગ્યો. ખોરાક…

વધુ વાંચો >

પ્રાર્થના

પ્રાર્થના : દરરોજ ઈશ્વરની સ્તુતિ કરીને મનુષ્ય ઈશ્વર પાસેથી કશુંક માગે તે. જગતના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપમાં પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવેલો છે. પ્રાર્થના શબ્દ સંસ્કૃત ઉપસર્ગ प्र + अर्थ् ધાતુમાંથી બન્યો છે. પ્રાર્થના એટલે માગવું, ઇચ્છા કરવી, વિનંતી કરવી. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે પ્રાર્થના ધન, સંપત્તિ,…

વધુ વાંચો >

પ્રેક્ષાધ્યાન

પ્રેક્ષાધ્યાન : જૈન પરંપરાની સાધનાપદ્ધતિ. પ્રેક્ષા શબ્દ સંસ્કૃત प्र + ईक्ष्  ધાતુ પરથી બન્યો છે. તેનો અર્થ થાય છે બારીકાઈથી, સૂક્ષ્મતાથી જોવું. પ્રેક્ષાધ્યાનની સાધના એ આત્માને આત્મા દ્વારા ઓળખવાની વ્યવહારુ પદ્ધતિ છે. પ્રેક્ષાધ્યાન સાધનાનાં સૂત્રો નીચે મુજબ છે : (1) આત્મા દ્વારા આત્માને જુઓ; (2) સ્વયં સત્ય શોધો, તેમજ સર્વની…

વધુ વાંચો >

મહેતા, રમણલાલ નાગરજી

મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા…

વધુ વાંચો >

મેનાં ગુજરી (ગુર્જરી)

મેનાં ગુજરી (ગુર્જરી) (રજૂઆત 1955; પુસ્તકપ્રકાશન 1977) : ગુજરાતના સાક્ષર નાટ્યસર્જક અને નાટ્યવિદ રસિકલાલ છોટાલાલ પરીખ(1897–1982)-રચિત નાટક. અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિશિષ્ટ સંસ્થા ‘નટમંડળ’ના ઉપક્રમે તે ભજવાયું હતું. તેનું સૌપ્રથમ પ્રકાશન 1930માં ‘પ્રસ્થાન’ માસિકમાં થયું હતું. તેનું વિષયબીજ લોકપ્રચલિત ગરબા પરથી લેવાયું છે. તેનાં કુલ 11 ર્દશ્યોમાં પ્રસંગોપાત્ત, લોકગીતો,…

વધુ વાંચો >