ચિત્રકલા

સેબાસ્તિનો પિયોમ્બો (Sebastino Piombo)

સેબાસ્તિનો, પિયોમ્બો (Sebastino, Piombo) (જ. આશરે 1485, વેનિસ, ઇટાલી; અ. 21 જુલાઈ 1547, રોમ, ઇટાલી) : પ્રસિદ્ધ ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. તેમણે વેનિસમાં ચિત્રકાર જોર્જોને (Giorgione) પાસે ચિત્રકલાની તાલીમ લીધી. વેનિસ નિવાસ દરમિયાનનાં તેમનાં ચિત્રોમાંથી શ્રેષ્ઠ ગણાયું છે : ‘સાલોમે’ (Salome). 1511માં રોમમાં એગૉસ્તિનો ચીગી નામના શરાફે તેમને આશ્રય આપ્યો. રોમમાં જ…

વધુ વાંચો >

સેરાચેની કાર્લો (Seraceni Carlo)

સેરાચેની, કાર્લો (Seraceni, Carlo) (જ. 1579, વેનિસ, ઇટાલી; અ. 1620, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. ખ્રિસ્તી ધાર્મિક કથાઓ અને ગ્રેકોરોમન પુરાકથાઓમાંથી પ્રસંગો-વિષયોને એમણે આલેખિત કર્યાં છે. કાર્લો સેરાચેનીએ દોરેલું ચિત્ર : ‘સેંટ સેબાસ્ટિયન’ સેરાચેની કોની પાસેથી ચિત્રકલા શીખ્યા એ જાણવા મળતું નથી. પણ તેમનાં આરંભનાં ચિત્રોમાં ચિત્રકારો બાસાનો (Bassano),…

વધુ વાંચો >

સેર્વાયસ આલ્બર્ટ (Servaes Albert)

સેર્વાયસ, આલ્બર્ટ (Servaes, Albert) [જ. 4 એપ્રિલ 1883, ગૅન્ટ (Ghent), બેલ્જિયમ; અ. 19 એપ્રિલ 1966] : આધુનિક બેલ્જિયન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ગૅન્ટ અકાદમી ખાતેના સાંજના વર્ગોમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1905માં તેમણે લાયથમ સેન્ટ માર્ટિન(Laethem St. Martin)માં નિવાસ કર્યો અને શિલ્પી જોર્જ મિને (Georg Minne) તથા ચિત્રકાર વાલેરિયસ દે સાયડિલર (Valerius…

વધુ વાંચો >

સૅલિનેન ટાયકો (Sallinen Tyko)

સૅલિનેન, ટાયકો (Sallinen, Tyko) (જ. 1879, નાર્મેસ, કારેલિયા, ફિનલૅન્ડ; અ. 1955) : આધુનિક ફિનિશ ચિત્રકાર. હિહુલિટ (Hehhulit) સંપ્રદાયના એક દરજીને ત્યાં ટાયકો સૅલિનેનનો જન્મ થયો હતો. તેમનું બાળપણ કારમી તંગી અને ગરીબીમાં વીત્યું હતું. ચૌદ વરસની ઉંમરે ગૃહત્યાગ કરીને તેઓ સ્વીડન ભાગ્યા. ત્યાં ઘણાં વર્ષો સુધી તેમણે દરજી તરીકે કામ…

વધુ વાંચો >

સેવક લક્ષ્મીપ્રસાદ

સેવક, લક્ષ્મીપ્રસાદ (જ. 1919, ડાકોર, ગુજરાત; અ. 31 માર્ચ 1999, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર અને ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર. નારાયણદાસ સેવક અને રુક્મિણીબહેનના પુત્ર લક્ષ્મીપ્રસાદે શાલેય શિક્ષણ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં લીધું હતું. એ દરમિયાન તેઓ સહાધ્યાયીઓ સાથે મળીને હસ્તલિખિત પત્રિકા ‘કિરણ’નું સંપાદન કરતા અને તેના જુદા જુદા લેખોને પોતાનાં રેખાંકનોથી વિભૂષિત…

વધુ વાંચો >

સેવેરિની જિનો (Severini Gino)

સેવેરિની, જિનો (Severini, Gino) (જ. 7 એપ્રિલ 1883; અ. 26 ફેબ્રુઆરી 1966) : ઇટાલિયન ફ્યુચુરિસ્ટિક ચિત્રકાર. આરંભમાં તે ઘનવાદી શૈલીએ કામ કરતા હતા. પૅરિસ નિવાસ દરમિયાન તેમણે ફ્યુચુરિસ્ટિક સિદ્ધાંતો અપનાવીને પૅરિસની રાત્રિઓનું રંગીન જીવન જિનો સેવેરિનીએ દોરેલું એક ચિત્ર એવી રીતે આલેખવું શરૂ કર્યું કે તે ચિત્રિત આકૃતિઓ ખરેખર ગતિમાન…

વધુ વાંચો >

સેશુ (Sesshu)

સેશુ (Sesshu) (જ. 1420, આકાહામા, બિચુ (Bitchu), જાપાન; અ. 26 ઑગસ્ટ 1506, ઇવામી, જાપાન) : પશુઓ, પંખીઓ, નિસર્ગદૃશ્યો, ઝેન બૌદ્ધ સાધુઓ અને પુષ્પો આલેખવા માટે જાણીતા જાપાની ચિત્રકાર. મૂળ અટક ઓડા; જેનો તેમણે ત્યાગ કરેલો. તેમનાં ત્રણ તખલ્લુસ છે : ‘ટોયો’, ‘ઉન્કોકુ’ અને ‘બિકેસાઈ’. 1431માં ચૌદ વરસની ઉંમરે તેમણે હોકુફુજી…

વધુ વાંચો >

સેસોન શુકેઈ (Sesson Shukei)

સેસોન, શુકેઈ (Sesson, Shukei) (જ. 1504, હિટાચી, જાપાન; અ. આશરે 1589, ઈવાશિરો, જાપાન) : પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર. મૂળ નામ સાટાકે હેઈઝો (Satake Heizo). પંદરમી સદીના પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર સેશુની ચિત્રશૈલીનો વધુ વિકાસ કરવામાં સેસોનનું નામ મોખરે છે. જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુ પર છવાયેલાં જંગલોમાં બૌદ્ધ ધર્મના સોટો સંપ્રદાયના એક…

વધુ વાંચો >

સૈદ અલી મીર

સૈદ અલી, મીર (જ. 16મી સદી, તબ્રિઝ, ઈરાન; અ. 16મી સદી, ભારત) : ભારતીય મુઘલ લઘુચિત્રકલાના બે સ્થાપક ચિત્રકારોમાંના એક (બીજા તે અબ્દુસ-સમદ). ઈરાનની સફાવીદ ચિત્રકલાના મશહૂર ચિત્રકાર મુસાવ્વીર સોલ્તાનિયે મીરના તે પુત્ર. મુઘલ બાદશાહ હુમાયૂંના આમંત્રણથી 1545માં ચિત્રકાર અબ્દુસ-સમદ સાથે તેઓ કાબુલ થઈને દિલ્હી આવી પહોંચ્યા. હુમાયૂંએ ભારતભરમાંથી દિલ્હી…

વધુ વાંચો >

સોઢલ (વૈદ્ય)

સોઢલ (વૈદ્ય) : ગુજરાતમાં 12મા શતકમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વૈદ્ય. તેઓ વૈદક ઉપરાંત જ્યોતિષવિદ્યાના પણ પંડિત હતા. તેમણે ‘ગુણ-સંગ્રહ’ નામે એક નિઘંટુ (વનસ્પતિશાસ્ત્રનો કોશ) તથા ‘ગદનિગ્રહ’ નામે એક ચિકિત્સાગ્રંથ લખેલ છે. વૈદ્ય સોઢલે પોતે રચેલા નિઘંટુના અંતે પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે પોતે વત્સગોત્રના રાયકવાળ બ્રાહ્મણ વૈદ્ય નન્દનના પુત્ર…

વધુ વાંચો >