સિદ્ધપુરા જયંત

January, 2008

સિદ્ધપુરા, જયંત (. 29 ડિસેમ્બર 1935, મુંબઈ, ભારત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. હેલિકૉપ્ટરમાંથી નીચે જોતાં દેખાતાં શ્યો જેવાં ‘ટોપ-વ્યૂ’ પરિપ્રેક્ષ્યથી ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે.

જયંત સિદ્ધપુરાની એક ચિત્રકૃતિ ‘મારગના સૂર’

ભાવનગર પાસેનું સિહોર તેમનું વતન. પિતા મુંબઈમાં કૉન્ટ્રેક્ટરનો વ્યવસાય કરતા. શાલેય અભ્યાસ પછી મુંબઈના નૂતન કલામંદિરમાં અભ્યાસ કરી કલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ ત્યાંની જી. ટી. હાઈસ્કૂલમાં કલાશિક્ષક તરીકે કામ કર્યું તથા ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી. ઉપરથી જોવામાં આવતાં શ્યો આલેખવાં શરૂ કર્યાં. આ નવા દૃષ્ટિકોણને કારણે તેમનાં ચિત્રોમાં નવીનતાનું તત્ત્વ જોવા મળે છે. મહારાષ્ટ્ર સરકારના પ્રિન્ટિંગ અને ડિઝાઇનિંગ વિભાગમાં ડિઝાઇનર તરીકે કામ કરીને તેઓ નિવૃત્ત થયા છે. વળી બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો છે.

અમિતાભ મડિયા