સિંઘ, તેજ (. 1939, આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચંદીગઢ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે 1973માં કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. રાજસ્થાની લઘુચિત્રકલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરી તેમણે એ મધ્યયુગીન કલાનું પુનરુત્થાન કર્યું. પટણા, અમૃતસર, ઉદયપુર, દિલ્હી, જયપુર, જોધપુર અને અમદાવાદમાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં છે. કેન્દ્રની રાષ્ટ્રીય લલિત કલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમનું સન્માન કર્યું છે.

અમિતાભ મડિયા