ચિત્રકલા

સિંઘ તેજ

સિંઘ, તેજ (જ. 1939, આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચંદીગઢ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે 1973માં કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. રાજસ્થાની લઘુચિત્રકલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરી તેમણે એ મધ્યયુગીન કલાનું પુનરુત્થાન કર્યું. પટણા, અમૃતસર, ઉદયપુર, દિલ્હી, જયપુર, જોધપુર અને અમદાવાદમાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક…

વધુ વાંચો >

સિંઘ તોમ્બી

સિંઘ, તોમ્બી (જ. 1936, ઇમ્ફાલ, મણિપુર, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી ચિત્રકલાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. વડોદરા, કોલકાતા, ઇમ્ફાલ, ગુવાહાટી અને કોહિમામાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રોમાં શાંત ભાવ મુખ્ય છે. ઠંડા, મધુર…

વધુ વાંચો >

સિંઘ પરમજિત (1)

સિંઘ, પરમજિત (1) (જ. 1935, અમૃતસર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને 1958માં કલાના સ્નાતક થયા. અત્યંત રંગદર્શી ઢબે નિસર્ગ આલેખવા માટે તેઓ જાણીતા છે. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો ભારતનાં અનેક શહેરો ઉપરાંત જર્મની, નૉર્વે, બ્રિટન, જાપાન, અમેરિકા વગેરે દેશોમાં યોજાયાં…

વધુ વાંચો >

સિંઘ પરમજિત

સિંઘ, પરમજિત (2) (જ. 1941, જમશેદપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને કલાના સ્નાતક થયા. ઘનવાદી ઢબે નિસર્ગચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. ભારતનાં વિવિધ શહેરો ઉપરાંત જર્મની, દુબઈ, ઈરાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. કેન્દ્રની લલિત…

વધુ વાંચો >

સિંઘ પ્રેમ

સિંઘ, પ્રેમ (જ. 1943, પતિયાલા, પંજાબ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી ચંદીગઢની ગવર્નમૅન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો હતો. ત્યારબાદ પતિયાલાની પંજાબ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરીને તેમણે ચિત્રકલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ અમદાવાદ, મુંબઈ, વડોદરા, ચંદીગઢ અને કોલકાતામાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો…

વધુ વાંચો >

સિંહ લૈશરામ સમરેન્દ્ર

સિંહ, લૈશરામ સમરેન્દ્ર (જ. 1925) : પ્રતિષ્ઠિત મણિપુરી કવિ અને ચિત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મમાન્ગ લેઇકાઇ થામ્બલ શાતલે’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે 1948માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવીને અધ્યાપનકાર્ય શરૂ કર્યું. પછી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑવ્ સ્કૂલ્સ બન્યા. ત્યારબાદ મણિપુર સરકારમાં કળા, સંસ્કૃતિ…

વધુ વાંચો >

સિંહા સતીશ

સિંહા, સતીશ (જ. 1893; અ. 1965) : બંગાળ-શૈલીમાં કામ કરનાર આધુનિક ભારતીય ચિત્રકાર. કોલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં તેમણે કલાગુરુ પર્સી બ્રાઉન અને જે. પી. ગાંગુલી હેઠળ અભ્યાસ કરેલો. અભ્યાસ બાદ તેમણે સ્ટૉક-બ્રોકર અને વીમા એજન્ટનું કામ કર્યું હતું. કલાસાધના ફરીથી શરૂ કર્યા પછી તેઓ કોલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >

સીટર ડેનિયલ (Seiter Daniel)

સીટર, ડેનિયલ (Seiter, Daniel) (જ. 1647, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1705) : ઑસ્ટ્રિયન બરોક-ચિત્રકાર. વૅનિશ જઈ સીટરે ચિત્રકાર જોહાન કાર્લ લોથ પાસે ચિત્રકળાની તાલીમ લીધી. આશરે 1680માં સીટરે રોમ જઈ 1683માં ત્યાંની ‘અકાદમિયા દેઇ વર્ચુઓસી અલ પૅન્થિયૉન’નું સભ્યપદ પ્રાપ્ત કર્યું. 1686માં તેઓ રોમની ‘અકાદમિય સેંટ લુચા’(Aceademia Saint Luca)ના સભ્યપદે ચૂંટાયા. રોમમાં…

વધુ વાંચો >

સીયા કુએઈ (Hsia Kuei)

સીયા, કુએઈ (Hsia, Kuei) (જ. આશરે 1195, હેન્ગ્ચો, ચેકિયાંગ, ચીન; અ. આશરે 1224, ચીન) : યુગપ્રવર્તક ચીની નિસર્ગ-ચિત્રકાર, ‘મા-સીયા’ નિસર્ગચિત્ર શૈલીના બે સ્થાપકોમાંના એક. (બીજા તે મા યુઆન). લાંબા વીંટા (scrolls) પર બહુધા એકરંગી (monochromatic) નિસર્ગચિત્રોને સળંગ અવકાશી દૃષ્ટિકોણ(panoramic view)થી આલેખવા માટે તેઓ જાણીતા છે. તેઓ ઝડપથી પીંછી ચલાવી જોશભેર…

વધુ વાંચો >

સુગાઈ કુમી (Sugai Kumi)

સુગાઈ, કુમી (Sugai, Kumi) (જ. 1919, કોબે, જાપાન; અ. 1996, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક જાપાની ચિત્રકાર. કોબે ખાતે તેમણે કલા-અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો થતાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે જાપાની લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ પૂરું થતાં સમગ્ર યુરોપનો પ્રવાસ કર્યો અને પૅરિસમાં સ્થાયી થઈને ચિત્ર અને શિલ્પનું સર્જન…

વધુ વાંચો >