ચિત્રકલા
હુસૈન મકબૂલ ફિદા (Husain Maqbool Fida)
હુસૈન, મકબૂલ ફિદા (Husain, Maqbool Fida) (જ. 17 સપ્ટેમ્બર 1915, પંઢરપુર, મહારાષ્ટ્ર, ભારત; અ. 9 જૂન 2011, લંડન, યુ.કે.) : આધુનિક ભારતના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ ચિત્રકાર. મકબૂલ ફિદા હુસૈન ઇન્દોરની કલાશાળામાં અભ્યાસ શરૂ કર્યો; પરંતુ તે અધૂરો મૂકી તેમણે મુંબઈ આવી સિનેમાનાં પોસ્ટરો (hoardings) ચીતરવાં શરૂ કર્યાં. 1947માં…
વધુ વાંચો >હેબ્બર કટિન્ગેરી કૃષ્ણ
હેબ્બર, કટિન્ગેરી કૃષ્ણ (જ. 15 જૂન 1912, કટિન્ગેરી, દ. કન્નડ, મૈસૂર રાજ્ય) : અગ્રગણ્ય ભારતીય કલાકાર. શાળાજીવન ઊડિપીમાં. પછી મૈસૂર રાજ્યની ચિત્રશાળામાં કલાનો પ્રાથમિક અભ્યાસ. અનેક મુશ્કેલીઓ બાદ મુંબઈ ગયા. ત્યાં ‘નૂતન કલામંદિર’માં મુંબઈ સ્કૂલ ઑવ્ આર્ટની પરીક્ષાઓ પાસ કરી. 1938માં પ્રિન્સિપાલ જિરાર્ડ પાસેથી ડિપ્લોમા કોર્સની તાલીમ મેળવી. અહીં તેમણે…
વધુ વાંચો >હોડલર ફર્ડિનાન્ડ (Hodler Ferdinand)
હોડલર, ફર્ડિનાન્ડ (Hodler, Ferdinand) (જ. 14 માર્ચ 1853, બર્ન નજીક જર્મની; અ. 20 મે 1918, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionistic) ચિત્રકલાના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર સ્વિસ ચિત્રકાર. તેમણે મુખ્યત્વે નિસર્ગચિત્રો આલેખ્યાં છે. ફર્ડિનાન્ડ હોડલર 1879માં જિનીવામાં બાર્બિઝોં (Barbizon) શૈલીના નિસર્ગ ચિત્રકાર બાર્થેલેમી મેન (Barthelemy Menn) પાસે તેમણે તાલીમ લીધી…
વધુ વાંચો >હોમર વિન્સ્લો (Homer Winslow)
હોમર, વિન્સ્લો (Homer, Winslow) (જ. 24 ફેબ્રુઆરી 1836, બૉસ્ટન, અમેરિકા; અ. 29 સપ્ટેમ્બર 1910, પ્રૂટ્સ નેક, મેઇને, અમેરિકા) (Prouts Nech, Maine) : સમુદ્ર અને સમુદ્રને લગતા વિષયોને આલેખવા માટે જાણીતા અમેરિકન નિસર્ગ-ચિત્રકાર. અમેરિકન રંગદર્શિતાના એ એક અગ્રણી ચિત્રકાર ગણાય છે. સમુદ્ર જેવી પ્રાકૃતિક શક્તિ સાથે ઝઝૂમતા માનવીના આલેખનમાં એ કુશળ…
વધુ વાંચો >હોલ્બીન હાન્સ ધ યંગર (Holbein Hans The Younger)
હોલ્બીન, હાન્સ ધ યંગર (Holbein, Hans The Younger) (જ. 1497-8, ઓગ્સબર્ગ, જર્મની (?); અ. 1543, લંડન, બ્રિટન) : વ્યક્તિચિત્રણા માટે જાણીતા જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમનો જન્મ ઓગ્સબર્ગના ચિત્રકાર કુટુંબમાં થયો હતો. પિતા હાન્સ હોલ્બીન ધ એલ્ડર (આશરે 1465–1534), કાકા સિગ્મંડ હોલ્બીન (આશરે 1470 –1540) તથા ભાઈ એમ્બ્રોસિયસ હોલ્બીન (આશરે 1493–આશરે…
વધુ વાંચો >