શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar)

January, 2006

શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar) (. 4 સપ્ટેમ્બર 1888; . 13 એપ્રિલ 1943) : આધુનિક જર્મન ચિત્રકાર. જર્મન ચિત્રકાર એડોલ્ફ હોલ્ઝેલ (Holzgl) હેઠળ તેઓ કલાની તાલીમ પામેલા. યુરોપની આધુનિક કલાશાળાના બાઉહાઉસ ખાતે શ્લેમરે 1920થી 1929 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું અને એ કલાશાળાના તેઓ એક મહત્વના શિક્ષક ગણાયા. તેમણે રંગમંચની પિછવાઈઓ (Back drops) ચીતરી અને રંગમંચસજ્જાનું કામ પણ કર્યું. એમનાં ચિત્રોમાંની આકૃતિઓ શુષ્ક અને પ્રાણહીન (desiccated air) જણાય છે. તેમણે યંત્રોત્પાદિત ચીજવસ્તુઓ ચીતરવાનું પસંદ કરેલું.

અમિતાભ મડિયા