ચિત્રકલા

કૅટ્ઝ ઍલેક્સ

કૅટ્ઝ, ઍલેક્સ (જ. 24 જુલાઈ 1927, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર. કૅન્વાસ પર સપાટ રંગો વડે ત્રિપરિમાણી ઊંડાણ ધરાવતાં ચિત્રો આલેખવા માટે તે જાણીતા છે. નૌકાવિહાર, પર્વતારોહણ, વનભ્રમણ કરતી માનવઆકૃતિઓને તેઓ પૂરા પ્રાકૃતિક માહોલમાં આલેખે છે. એમનાં આ ચિત્રો વિરાટકાય હોય છે, સરેરાશ દસ ફૂટ બાય બાર ફૂટ જેવડાં. બહુધા…

વધુ વાંચો >

કૅટ્લીન જ્યૉર્જ

કૅટ્લીન, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1796, વિલ્કેસ બેરી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 23 ડિસેમ્બર 1872, જર્સી સિટી, ન્યૂ જર્સી, અમેરિકા) : અમેરિકાના રેડ ઇન્ડિયનોને આલેખવા માટે જાણીતા ચિત્રકાર અને લેખક. થોડા સમય પૂરતો વકીલાતનો વ્યવસાય કર્યા પછી તેમણે 1823થી વ્યક્તિચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. ચિત્રકલાક્ષેત્રે તેઓ સ્વશિક્ષિત હતા. બાળપણથી તેમને અમેરિકાના રેડ…

વધુ વાંચો >

કૅન લી

કૅન, લી (જ. આશરે 1310, ચીન; અ. ચૌદમી સદીનાં છેલ્લાં વર્ષો, ચીન) : વાંસને આલેખવા માટે જાણીતો, યુઆન રાજવંશ દરમિયાન થઈ ગયેલો ચીનનો ચિત્રકાર. રાજદરબારમાં ઉચ્ચ હોદ્દો ત્યાગીને તે વાંસના અભ્યાસ અને ચિત્રણામાં મશગૂલ બની ગયેલો. એણે ચીતરેલાં વાંસનાં ચિત્રો સમગ્ર ચીની ચિત્રકલામાં વાંસનાં શ્રેષ્ઠ આલેખનો ગણાયાં છે. તેમાં મંદ…

વધુ વાંચો >

કૅનેડા

કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…

વધુ વાંચો >

કેન્ટ રૉકવેલ

કેન્ટ, રૉકવેલ (જ. 21 જૂન 1882, ટૅરી ટાઉન હાઇટ્સ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 13 માર્ચ 1971, પ્લૅટ્સ્બર્ગ, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમેરિકાની પ્રકૃતિનું અને લોકજીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. એમના આલેખનની સુંદરતા અને નાટ્યાત્મકતાને કારણે તેઓ અમેરિકાના વીસમી સદીના સૌથી વધુ લોકપ્રિય ચિત્રકારોમાં સ્થાન પામ્યા. ન્યૂયૉર્ક નગરની કૉલમ્બિયા યુનિવર્સિટી ખાતે કેન્ટે સ્થાપત્યનો…

વધુ વાંચો >

કૅન્ડિન્સ્કી વાસિલી

કૅન્ડિન્સ્કી, વાસિલી (જ. 4 ડિસેમ્બર 1866, મૉસ્કો, રશિયા; અ. 17 ડિસેમ્બર 1944, ન્યુઇલી, ફ્રાંસ) : ઍબ્સ્ટ્રૅક્ટ – અમૂર્ત કલાના પ્રણેતા, રશિયન ચિત્રકાર. પિતા સાઇબીરિયામાં ચીનની સરહદ પાસે વસ્યા હતા અને માતા મૉંગોલિયન વંશની મૉસ્કોવાસી હતી. 1871માં આ સુખી કુટુંબ ઓડેસામાં આવી વસ્યું અને બાળ કૅન્ડિન્સ્કીનો અભ્યાસ શરૂ થયો. નાનપણમાં જ…

વધુ વાંચો >

કૅન્સેટ – જોન ફ્રેડેરિક

કૅન્સેટ, જોન ફ્રેડેરિક (જ. 22 માર્ચ 1816, ચેશાયર, કનેક્ટિકટ, અમેરિકા; અ. 14 ડિસેમ્બર 1872, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : નિસર્ગ ચિત્રકાર. અમેરિકાના નિસર્ગ ચિત્રકારજૂથ ‘હડ્સન રિવર સ્કૂલ’ની બીજી પેઢીના અગ્રણી. બૅંકની ચલણી નોટના એન્ગ્રેવિન્ગ છાપકામના કસબી પોતાના પિતા થૉમસ કૅન્સેટ અને આલ્ફ્રેડ ડૅગેટ હેઠળ તેમણે એન્ગ્રેવિન્ગ છાપકામની તાલીમ લીધી હતી. 1838માં…

વધુ વાંચો >

કૅપીસ – જિયૉર્જી

કૅપીસ, જિયૉર્જી (જ. 4 ઑક્ટોબર 1906, સેલિપ, હંગેરી; અ. 29 ડિસેમ્બર 2001, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકન ડિઝાઇનર, ચિત્રકાર, ફોટોગ્રાફર અને લેખક. બુડાપેસ્ટ ખાતેની રૉયલ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ ખાતે કલાનો અભ્યાસ તેમણે 1928માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે ફોટોગ્રાફી ક્ષેત્રે ‘ફોટોગ્રામ્સ’ અને ‘ફોટો ડ્રૉઇન્ગ્સ’ નામે ઓળખાતા અવનવા પ્રયોગો કર્યા. 1930થી 1936…

વધુ વાંચો >

કૅફ – વિલેમ

કૅફ, વિલેમ (જ. 3 નવેમ્બર 1619, રૉટર્ડેમ, હોલૅન્ડ; અ. 31 જુલાઈ 1693, ઍમસ્ટરડૅમ, હોલૅન્ડ) : પદાર્થચિત્રો (still lives) ચીતરવા માટે જાણીતા ડચ બરોક ચિત્રકાર. એમનાં પદાર્થચિત્રોમાં ફળો, કંદમૂળ, નેતરની ટોપલી, કપડાના ડૂચા, ઝાડુ જેવી તુચ્છ જણસો વડે હૂંફાળા ઘરગથ્થુ વાતાવરણની રચના થયેલી જોવા મળે છે. ડચ પ્રણાલી અનુસાર તેમનાં ચિત્રોમાં…

વધુ વાંચો >

કૅમોઈં – શાર્લી

કૅમોઈં, શાર્લી (Camoin, Charles) (જ. 23 સપ્ટેમ્બર 1879, ફ્રાંસ; અ. 20 મે 1965, પેરિસ, ફ્રાંસ) : ફ્રેંચ નવપ્રભાવવાદી (neo impressionist) ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રકાર જ્યૉર્જ સેઉરા (George Seurat) પાસે કૅમોઈંએ ચિત્રકલાની તાલીમ લીધેલી. સેંટ ટ્રોપેઝ ખાતે તેમણે આસપાસના નિસર્ગને આલેખતાં ઘણાં ચિત્રો ચીતર્યાં; પરંતુ પછીથી ઝીણાં ટપકાંથી ચિત્રો આલેખવાની સેઉરાની શૈલીનો…

વધુ વાંચો >