કૅન, લી (જ. આશરે 1310, ચીન; અ. ચૌદમી સદીનાં છેલ્લાં વર્ષો, ચીન) : વાંસને આલેખવા માટે જાણીતો, યુઆન રાજવંશ દરમિયાન થઈ ગયેલો ચીનનો ચિત્રકાર. રાજદરબારમાં ઉચ્ચ હોદ્દો ત્યાગીને તે વાંસના અભ્યાસ અને ચિત્રણામાં મશગૂલ બની ગયેલો. એણે ચીતરેલાં વાંસનાં ચિત્રો સમગ્ર ચીની ચિત્રકલામાં વાંસનાં શ્રેષ્ઠ આલેખનો ગણાયાં છે. તેમાં મંદ પવનની આછી લહેરખી અને પાંદડાંનો સળવળાટ પણ દર્શક મહેસૂસ કરી શકે છે. વાંસના આલેખન પર તેણે ભાષ્ય પણ લખેલું છે : ‘ચુપુ સિયાન્ગ્ટુ’ (Chupu Hsiangtu).

અમિતાભ મડિયા