ચલચિત્ર

સિંઘ કે. એન.

સિંઘ, કે. એન. (જ. 1 સપ્ટેમ્બર 1908, દહેરાદૂન; અ. 31 જાન્યુઆરી 2000, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સર્વપ્રથમ લાક્ષણિક અભિનયશૈલી ધરાવનારા પીઢ ખલનાયક. આખું નામ કૃષ્ણ નિરંજન સિંઘ. પિતા ચંડીપ્રસાદ જાણીતા વકીલ. કૉલેજનું શિક્ષણ ભારતમાં – પૂરું કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બન્યા અને સ્વદેશ પાછા આવીને પરિવારના વકીલાતના વ્યવસાયમાં દાખલ…

વધુ વાંચો >

સિંહા તપન

સિંહા, તપન (જ. 2 ઑક્ટોબર 1924, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ચલચિત્રનિર્માતા – દિગ્દર્શક. તેઓ બંગભૂમિના એક એવા ચલચિત્રનિર્દેશક છે, જેમણે પોતાની કારકિર્દીમાં બે પરસ્પરવિરોધી સિદ્ધિઓ મેળવી છે. એક બાજુ તેમણે પોતાનાં ઉદ્દામ કથાનકો સાથે નિતનવા પ્રયોગો કરીને સાર્થક ચિત્રો બનાવ્યાં છે અને બીજી બાજુ તેમણે વ્યાવસાયિક રીતે સફળ ચિત્રો પણ…

વધુ વાંચો >

સિંહા શત્રુઘ્ન

સિંહા, શત્રુઘ્ન (જ. 17 મે 1941, મુંબઈ, મહારાષ્ટ્ર) : ચલચિત્ર-અભિનેતા અને રાજકારણી. હિંદી ચલચિત્રોમાં ખલનાયકમાંથી નાયક તરીકે લોકપ્રિયતા મેળવીને પછી રાજકારણમાં ઝુકાવી ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે રાજ્યસભામાં સભ્યપદ મેળવી, ભાજપના નેતૃત્વ હેઠળની મિશ્ર સરકારમાં કેન્દ્રીય પ્રધાનપદું મેળવનાર શત્રુઘ્ન સિંહાનો પરિવાર મૂળ બિહારનો છે, પણ વર્ષોથી તેઓ મુંબઈમાં જ રહે…

વધુ વાંચો >

સિંહાસન (ચલચિત્ર)

સિંહાસન (ચલચિત્ર) : નિર્માણ-વર્ષ : 1980. ભાષા : મરાઠી. શ્ર્વેત અને શ્યામ. દિગ્દર્શક : જબ્બાર પટેલ. કથા : અરુણ સાધુની નવલકથા પર આધારિત. પટકથા : વિજય તેન્ડુલકર. છબિકલા : સૂર્યકાન્ત લવંડે. સંગીત : હૃદયનાથ મંગેશકર. મુખ્ય કલાકારો : સતીશ દુભાષી, નીલુ ફૂળે, અરુણ સરનાઇક, શ્રીરામ લાગુ, મોહન આગાશે, નાના પાટેકર.…

વધુ વાંચો >

સીમાબદ્ધ

સીમાબદ્ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971. ભાષા : બંગાળી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક અને સંગીત : સત્યજિત રાય. કથા : શંકરની નવલકથા પર આધારિત. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય પાત્રો : શર્મિલા ટાગોર, બરુણ ચંદા, પરામિતા ચૌધરી, અજય બેનરજી, હરાધન બેનરજી, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. દેશનાં અર્થતંત્રમાં આવેલાં પરિવર્તનો વેળાએ સમૃદ્ધિ અને…

વધુ વાંચો >

સુરેન્દ્ર

સુરેન્દ્ર (જ. 11 નવેમ્બર 1910, બટાલા કસબા, પંજાબ; અ. 12 સપ્ટેમ્બર 1987) : ગાયક, અભિનેતા. તેમનું પૂરું નામ સુરેન્દ્ર નાથ હતું. બી.એ., એલએલ.બી. થયેલા સુરેન્દ્ર પોતાના નામની સાથે આ ડિગ્રીઓનો પણ ઉપયોગ કરતા. તેમના અવાજમાં એક ખાસ ગંભીરતા હતી, જે તેમની ગાયકીને વિશિષ્ટ બનાવતી હતી. મિત્રોની સલાહથી તેઓ ફિલ્મોમાં પોતાનું…

વધુ વાંચો >

સુરૈયા

સુરૈયા (જ. 15 જૂન 1929, લાહોર, હાલ પાકિસ્તાન; અ. 31 જાન્યુઆરી 2004) : ગાયિકા, અભિનેત્રી. પૂરું નામ સુરૈયા જમાલ શેખ. હિંદી ચિત્રોને મળેલી અત્યંત મેધાવી ગાયિકા-અભિનેત્રીઓમાં સુરૈયાનું સ્થાન મોખરે હતું. પોતાનાં અનેક કર્ણપ્રિય અને યાદગાર ગીતોથી લોકોનાં દિલ ડોલાવનાર સુરૈયાને સંગીતની લગની તેમની માતા પાસેથી લાગી હતી. તેમની માતાને સંગીતનો…

વધુ વાંચો >

સુલોચના

સુલોચના (જ. 1907, પુણે; અ. 1983) : અભિનેત્રી. મૂક ચલચિત્રોના સમયે અભિનેત્રી તરીકે અપાર સફળતા અને લોકપ્રિયતા હાંસલ કરનાર સુલોચના ઍંગ્લો-ઇન્ડિયન હતાં. તેમનું મૂળ નામ રુબી માયર્સ હતું. આજે જેને ‘સ્ટાર’ કહેવામાં આવે છે એવી જાહોજલાલી સુલોચના એ જમાનામાં ભોગવતાં. એ જમાનામાં ભલભલાં કલાકારોને ત્રણ આંકડામાં વેતન મળતું. સુલોચનાએ પણ…

વધુ વાંચો >

સુવર્ણરેખા

સુવર્ણરેખા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1962. ભાષા : બંગાળી. શ્વેત અને શ્યામ. દિગ્દર્શક : ઋત્વિક ઘટક. કથા : ઋત્વિક ઘટક અને રાધેશ્યામ ઝુનઝુનવાલા. સંગીત : ઉસ્તાદ બહાદુરખાન. છબિકલા : દિલીપ રંજન મુખોપાધ્યાય. મુખ્ય પાત્રો : અભિ ભટ્ટાચાર્ય, માધવી મુખરજી, સતિન્દ્ર ભટ્ટાચાર્ય, બિજોન ભટ્ટાચાર્ય, ઇન્દ્રાણી ચક્રવર્તી, શ્રીમન્ તરુણ, પીતાંબર, સીતા મુખરજી,…

વધુ વાંચો >

સેક્રિફાઇસ, ધ

સેક્રિફાઇસ, ધ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1986. ભાષા : સ્વીડિશ. રંગીન. નિર્માણસંસ્થા : ધ સ્વીડિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ. દિગ્દર્શન, પટકથા : આન્દ્રેઈ તારકૉવસ્કી. છબિકલા : સ્વેન નાઇક્વિસ્ટ. મુખ્ય કલાકારો : એરલૅન્ડ જૉસેફસન, સુઝન ફ્લીટવૂડ, એલન એડવોલ, ગોરુન ગિસ્લાડોટ્ટીર, સ્વેન વૉલ્ટર, વેલેરી મેઇરેસી, ફિલિપા ફ્રાન્ઝેન. વિશ્વ-સિનેમામાં આન્દ્રેઈ તારકૉવસ્કીનાં ચિત્રો કથાના નિરૂપણની દૃષ્ટિએ…

વધુ વાંચો >