ચલચિત્ર

સાઇકો

સાઇકો : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1960. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માતા-દિગ્દર્શક : આલ્ફ્રેડ હિચકોક. કથા : રૉબર્ટ બ્લૉચની નવલકથા પર આધારિત. પટકથા : જૉસેફ સ્ટિફેનો. છબિકલા : જૉન એલ. રસેલ. મુખ્ય પાત્રો : ઍન્થની પર્કિન્સ, જેનેટ લી, નેરા માઇલ્સ, જૉન ગેવિન, માર્ટિન બાલ્સામ, જૉન મેકિનટાયર, સિમોન ઑકલૅન્ડ, ફ્રૅન્ક…

વધુ વાંચો >

સાગર મૂવીટોન

સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…

વધુ વાંચો >

સાગર, રામાનંદ

સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…

વધુ વાંચો >

સાગર સંગમે

સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…

વધુ વાંચો >

સામંત શક્તિ

સામંત, શક્તિ (જ. 14 જાન્યુઆરી 1925, બર્દવાન, બંગાળ) : ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. વ્યાવસાયિક રીતે અનેકવિધ કથાનકો પરથી સફળ ચિત્રોનું સર્જન કરનારા અને લાંબો સમય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષની જવાબદારી સફળતાપૂર્વક સંભાળનારા શક્તિ સામંતે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત તો દેહરાદૂનમાં તેમના કાકા સાથે મકાનોના નિર્માણના વ્યવસાયમાં સંકળાયેલા રહીને કરી હતી, પણ પછી પુણે નજીકના…

વધુ વાંચો >

સાયકિયા ભવેન્દ્રનાથ

સાયકિયા, ભવેન્દ્રનાથ (જ. 1 એપ્રિલ 1932, નગાંવ, આસામ) : આસામના કથાલેખક, નાટ્યલેખક અને ફિલ્મનિર્દેશક. કોલકાતા યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં એમ.એસસી. તથા લંડન યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં પીએચ.ડી.. તેમની કારકિર્દીમાં તેઓ ગુવાહાટી યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં પદાર્થવિજ્ઞાનના રીડર રહ્યા; એ જ યુનિવર્સિટીમાં પ્રાદેશિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સંકલન સમિતિમાં તેમણે સચિવ તરીકે સેવા આપી. વળી રેલવે…

વધુ વાંચો >

સારા આકાશ

સારા આકાશ : સમાંતર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1969. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : સિને આઇ ફિલ્મ્સ. દિગ્દર્શક, પટકથા : બાસુ ચેટરજી. કથા : રાજેન્દ્ર યાદવની નવલકથા પર આધારિત. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : રાકેશ પાંડે, મધુ ચક્રવર્તી, તરલા મહેતા, નંદિતા ઠાકુર, દીના…

વધુ વાંચો >

સાવકારી પાશ

સાવકારી પાશ : મૂક મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1925. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મહારાષ્ટ્ર ફિલ્મ કંપની. દિગ્દર્શક : બાબુરાવ પેન્ટર. કથા : હરિ નારાયણ આપટે. છબિકલા : શેખ ફત્તેલાલ. મુખ્ય કલાકારો : વી. શાંતારામ, ઝુંઝારરાવ પવાર, કમલાદેવી, કિશાબાપુ બરડારકર, કેશવરાવ ધાયબર, શંકરરાવ ભુટે. મૂક ચિત્રોના સમયમાં ભારતનું આ સૌપ્રથમ…

વધુ વાંચો >

સાવળારામ પી.

સાવળારામ, પી. (જ. 4 જુલાઈ 1914, યેદેનિપાણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 21 ડિસેમ્બર 1997, થાણે, મહારાષ્ટ્ર) : મરાઠીના વિખ્યાત કવિ, ગીતકાર તથા ચલચિત્રોનાં કથા, પટકથા તથા સંવાદોના લેખક. આખું નામ સાવળારામ પાટીલ. પિતાનું નામ રાવજી, જેઓ ખેતી કરતા હતા અને માતાનું નામ હૌસા, જે ગૃહિણી હતાં. સમગ્ર શિક્ષણ કોલ્હાપુર ખાતે.…

વધુ વાંચો >

સાવેદાદા

સાવેદાદા (જ. 15 માર્ચ 1868, પુણે; અ. 20 ફેબ્રુઆરી 1958) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ હરિશ્ર્ચંદ્ર સખારામ ભાટવડેકર. ભારતમાં ચલચિત્રોનો પ્રારંભ કરનારા સાહસિકોમાં સાવેદાદાનું પ્રદાન નોંધપાત્ર છે. ભાટવડેકર મૂળ તો ફોટોગ્રાફર હતા અને ખાસ્સી નામના ધરાવતા હતા. ઈ. સ. 1880માં મુંબઈમાં તેમણે સ્ટુડિયો શરૂ કર્યો હતો. ઈ. સ. 1896માં લુમિયર બંધુઓનાં…

વધુ વાંચો >