ચલચિત્ર
વૉર્નર બ્રધર્સ
વૉર્નર બ્રધર્સ : અમેરિકી ચલચિત્રનિર્માણ કંપની. ચાર ભાઈઓ હૅરી (1881-1958), આલ્બર્ટ (1884-1967), સૅમ્યુઅલ (1887-1927) અને જૅક વૉર્નરે (1892-1978) 1923માં આ કંપનીની સ્થાપના કરી. આ ચારેય ભાઈઓએ છેક 1903થી આ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું અને ક્રમશ: તેમાં આગળ વધતા ગયા. પહેલાં તેમણે એક સિનેમાગૃહ ચલાવ્યું. પછી વિતરણના વ્યવસાયમાં ઊતર્યા અને 1912માં તેમણે…
વધુ વાંચો >વૉર્હોલ, ઍન્ડી
વૉર્હોલ, ઍન્ડી (જ. 6 ઑગસ્ટ 1927, પિટ્સબર્ગ, યુ.એસ.) : અમેરિકન પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંનો એક તથા ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ એન્ડ્રુ વૉર્હોલા. કલાકારની અભિવ્યક્તિ વ્યક્તિગત નહિ પણ ઔદ્યોગિક તંત્રની જાહેરાત રૂપે છે તેવી ઘટના સૌપ્રથમ વૉર્હોલે ઊભી કરી. એ રીતે તેણે પશ્ચિમી જગતની અદ્યતન ધંધાદારી સામાજિક માનસિકતાને છતી કરી. 1950થી…
વધુ વાંચો >શકીલ બદાયૂની
શકીલ બદાયૂની (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તરપ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : શાયર અને ચલચિત્રોના ગીતકાર. ચલચિત્રો માટે અર્થપૂર્ણ ગીતો રચનારા શકીલ બદાયૂનીના પિતા મૌલાના જમીલ એહમદ ઓખ્તા કાદરી એવું ઇચ્છતા હતા કે શકીલ ભણીગણીને કાબેલ બને, એટલે તેમણે તેને ઘેર બેઠાં જ અરબી, ફારસી, ઉર્દૂ અને હિંદીનું શિક્ષણ…
વધુ વાંચો >શકુંતલા
શકુંતલા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. શ્ર્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણસંસ્થા : રાજકમલ કલામંદિર. નિર્માતા-દિગ્દર્શક : વી. શાંતારામ. કથા-પટકથા : મહાકવિ કાલિદાસના ખ્યાતનામ નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ પરથી – દેવેન શારર. ગીતકાર : દેવેન શારર, રતનપ્રિયા. છબિકલા : વી. અવધૂત. સંગીત : વસંત દેસાઈ. મુખ્ય કલાકારો : જયશ્રી, ચંદ્રમોહન,…
વધુ વાંચો >શતરંજ કે ખિલાડી
શતરંજ કે ખિલાડી : રંગીન ચલચિત્ર. ભાષા : ઉર્દૂ. નિર્માણવર્ષ : 1977. નિર્માણસંસ્થા : દેવકી ચિત્ર. નિર્માતા : સુરેશ જિંદાલ. દિગ્દર્શન-પટકથા-સંવાદ-સંગીત : સત્યજિત રાય. કથા : મુનશી પ્રેમચંદની ટૂંકી વાર્તા પર આધારિત. સંવાદ : જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય કલાકારો : સંજીવકુમાર, સઇદ જાફરી, રિચાર્ડ એટનબરો,…
વધુ વાંચો >શમશાદ બેગમ
શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…
વધુ વાંચો >શર્મા, કેદાર
શર્મા, કેદાર (જ. 12 એપ્રિલ 1910, નારોવાલ, સિયાલકોટ (હાલ પાકિસ્તાન); અ. 20 એપ્રિલ 1999) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર, કથા-પટકથા-લેખક. હિંદી ચિત્રઉદ્યોગમાં પોસ્ટર અને પડદા ચીતરનાર તરીકે કારકિર્દી શરૂ કરીને લેખનથી માંડીને દિગ્દર્શનની જવાબદારી સંભાળી યાદગાર ચિત્રો આપનાર કેદાર શર્મા, રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી જેવાં કલાકારો અને રોશન તથા…
વધુ વાંચો >શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’
શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’ (જ. ? પૂંઠી, જિ. મેરઠ; અ. ? મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના જાણીતા પટકથા-લેખક તથા ગીતોના અનુવાદક. ‘અશાંત’ એ તેમનું તખલ્લુસ હતું. તેઓ પંડિત મુખરામ શર્મા નામથી ઓળખાતા હતા. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે સંસ્કૃત વિષયમાં ‘શાસ્ત્રી’ની પદવી તથા પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદી(ઑનર્સ)ની સ્નાતક સ્તરની…
વધુ વાંચો >શહીદ ચલચિત્ર
શહીદ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1965. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા : કેવલ કશ્યપ. દિગ્દર્શક : એસ. રામ શર્મા. કથા : બી. કે. દત્ત. સંવાદ-પટકથા : દીનદયાલ શર્મા. ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન. મુખ્ય કલાકારો : મનોજકુમાર, કામિની કૌશલ, પ્રાણ, પ્રેમ ચોપડા, નિરુપા રૉય, મદનપુરી, શૈલેશકુમાર, મનમોહન.…
વધુ વાંચો >શંકર
શંકર (જ. 15 ઑક્ટોબર 1922, પંજાબ; અ. 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ…
વધુ વાંચો >