ચલચિત્ર

દત્ત, વિજય

દત્ત, વિજય (જ. 4 ફેબ્રુઆરી 1933, બાન્દ્રા, મુંબઈ; અ. 10 જાન્યુઆરી 1996, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના તથા હિંદી ચલચિત્રોના કલાકાર. મૂળ નામ વિજય ભટ્ટ. ‘શમા’ ફિલ્મમાં ‘વિજય દત્ત’ ના નામે ભૂમિકા ભજવી ત્યારથી તે નામે પ્રસિદ્ધ. પ્રારંભિક શિક્ષણ અંધેરી પબ્લિક સ્કૂલમાં. 8મા ધોરણથી બોરડી રેસિડેન્શિયલ સ્કૂલમાં. વચ્ચે દાદરની સેન્ટ જૉસેફ…

વધુ વાંચો >

દવે, મોહનલાલ ગોપાળજી

દવે, મોહનલાલ ગોપાળજી (જ. 1883, લીલિયા મોટા,જિ. અમરેલી; અ. 20 ડિસેમ્બર 1969) : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. અભ્યાસ ગુજરાતી સાત ચોપડી સુધીનો. શરૂઆતમાં વતનમાં શિક્ષકની નોકરી કરી અને બીજી નાની મોટી નોકરી પણ કરી. શિક્ષકની નોકરીમાં સાત રૂપિયાનો પગાર હતો. પછીથી આખું જીવન મૂંગી ફિલ્મોની વાર્તા અને પટકથા…

વધુ વાંચો >

દવે, રવીન્દ્ર

દવે, રવીન્દ્ર (જ. 16 એપ્રિલ 1919, કરાંચી; અ. 21 જુલાઈ 1992, મુંબઈ) : ગુજરાતી અને હિંદી ચલચિત્રોના પટકથાલેખક તથા દિગ્દર્શક. દલસુખ પંચોલીના વિશાળ ચિત્રસંકુલમાં છબીઘરના સંચાલક તરીકે જોડાયા. શૌકતહુસેન પાસે ચિત્રસંકલન શીખ્યા. 1941 સુધી પટકથાલેખન કર્યું. પ્રારંભે પંચોલીએ તેમનાં ચિત્રો ઉતાર્યાં. પચાસના દસકાનાં ચિત્રો પોલીસ ફાઈલનાં કથાનકો જેવાં હતાં; દા.…

વધુ વાંચો >

દસ્તાવેજી રૂપક

દસ્તાવેજી રૂપક : રેડિયો-કાર્યક્રમ અથવા ચલચિત્ર, જેમાં મનોરંજન તથા શિક્ષણના હેતુથી સત્ય ઘટનાના અંશોને આવરી લેવામાં આવે છે. દસ્તાવેજી રૂપકો લગભગ દરેક દેશમાં બને છે અને સમૂહ માધ્યમોને પ્રભાવિત કરે છે. વીસમી સદીનાં પ્રથમ 25 વર્ષના અંત આસપાસ જૉન ગ્રિયર્સન નામના સ્કૉટિશ કેળવણીકારે મૂળ ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજીમાં ‘ડૉક્યુમેન્ટરી’ શબ્દ પ્રયોજ્યો.…

વધુ વાંચો >

દારાસિંગ

દારાસિંગ (જ. 19 નવેમ્બર 1928, પંજાબના અમૃતસર જિલ્લાનું ધરમૂજગ ગામ; અ. 12 જુલાઈ 2012, મુંબઈ) : ‘રુસ્તમે હિંદ’ અને ‘રુસ્તમે જહાં’નો ખિતાબ મેળવનાર, વિશ્વના નામાંકિત ફ્રીસ્ટાઇલ કુસ્તીબાજ, ફિલ્મ-અભિનેતા અને ફિલ્મનિર્માતા. એમના દાદાની પ્રેરણાથી ગામમાં ખેલાતી કુસ્તીમાં વિજેતાને મળતું આઠ આનાનું ઇનામ મેળવવા સદાય આતુર દારાસિંગ હરનામસિંહ પાસે ફ્રીસ્ટાઇલ અને ભારતીય…

વધુ વાંચો >

દિલીપકુમાર

દિલીપકુમાર (જ. 11 ડિસેમ્બર 1922, પેશાવર; અ. 7 જુલાઈ 2021, મુંબઈ) : હિંદી ચલચિત્રોના એક અગ્રણી કલાકાર. મૂળ નામ યૂસુફખાન સરવરખાન પઠાણ. ‘ટ્રૅજેડી કિંગ’ તરીકે મશહૂર. પેશાવરના એક નાનકડા મહોલ્લા ખોદાદાદમાં ઉછેર. બાર ભાઈબહેનોમાં ચોથો નંબર. એક ભાઈ અયૂબની તબિયત ખરાબ થતાં પરિવાર મુંબઈમાં આવીને વસ્યો, જેથી અયૂબની સારામાં સારી…

વધુ વાંચો >

દીક્ષિત, માધુરી

દીક્ષિત, માધુરી (જ. 15 મે 1968, રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : જાણીતી ભારતીય અભિનેત્રી. પિતા : શંકર, માતા : સ્નેહલતા. હિંદી ચિત્રોની નાયિકાઓમાં મધુબાલા પછી સૌથી વધુ સૌંદર્યવાન ગણાયેલાં અભિનેત્રી માધુરી દીક્ષિતના નખશિખ સૌંદર્યથી અભિભૂત થયેલા ખ્યાતનામ ચિત્રકાર એમ.એફ. હુસેને ખાસ તેમને કેન્દ્રમાં રાખીને એક ચિત્ર ‘ગજગામિની’નું નિર્માણ કર્યું હતું. મહારાષ્ટ્રના મધ્યમવર્ગમાં…

વધુ વાંચો >

દેવદાસ

દેવદાસ : ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપી ગણાયેલાં ચલચિત્રો પૈકીનું એક. ‘દેવદાસ’નું સર્જન ખ્યાતનામ બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચૅટરજીની શ્રેષ્ઠ કૃતિ પરથી કરાયું છે. નિર્માણવર્ષ : 1935; શ્વેત અને શ્યામ; ભાષા : બંગાળી અને હિંદી; નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, કૉલકાતા; નિર્માતા : બી. એન. સરકાર; લેખક : શરદચંદ્ર ચૅટરજી; દિગ્દર્શક-પટકથાલેખક : પી.…

વધુ વાંચો >

દેવિકારાણી

દેવિકારાણી (જ. 30 માર્ચ 1908, વિશાખાપટ્ટનમ્; અ. 9 માર્ચ 1994, બૅંગાલુરુ) : હિન્દી ચલચિત્રોનાં બંગાળી અભિનેત્રી અને નિર્માત્રી. પિતા : કર્નલ એમ. એન. ચૌધરી. માતા : લીલા ચૌધરી. શિક્ષણ : લંડન અને શાંતિનિકેતન ખાતે. ‘ભારતીય સિનેમાની પ્રથમ મહિલા’ તરીકે વિખ્યાત દેવિકારાણી કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં બહેન સુકુમારીદેવીનાં દૌહિત્રી હતાં. ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ

દેશપાંડે, પુરુષોત્તમ લક્ષ્મણ (જ. 8 નવેમ્બર 1919, મુંબઈ; અ. 12 જૂન 2000, પુણે) : મરાઠીના ઉત્કૃષ્ટ કોટિના હાસ્યલેખક, નાટ્યકાર, રંગભૂમિ તથા ચલચિત્ર જગત સાથે અભિનેતા, સંગીતકાર, પટકથાલેખક તથા દિગ્દર્શક તરીકે નજીકથી સંકળાયેલા કલાકાર. શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત હતા. પિતાના મૃત્યુને કારણે બી.એ. થયા પછી નોકરીએ લાગી ગયા. સાથે સાથે મહાન…

વધુ વાંચો >