ચલચિત્ર

કાસરવલ્લી, ગિરીશ

કાસરવલ્લી, ગિરીશ (જ. 3 ડિસેમ્બર 1950, કાસરવલ્લી, કર્ણાટક) : કન્નડ સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના અપાવનાર કન્નડ ફિલ્મસર્જક. મૂળ નામ શાજી નિલાકાન્તન કરૂન. ધાર્મિક, સંસ્કારી ખેડૂત પિતાનું એ ત્રીજું સંતાન હતા. ફાર્મસીમાં ઊંડા રસના કારણે 1971માં ફાર્મસીની ડિગ્રી સાથે સ્નાતક થયા. હૈદરાબાદમાં આવેલી ઇન્ડિયન ડ્રગ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તાલીમ…

વધુ વાંચો >

કિન્સકી ક્લાઉસ

કિન્સકી, ક્લાઉસ (જ. 18 ઑક્ટોબર 1926, ઝોપોટ, પૉલેન્ડ; અ. 23 નવેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : વિખ્યાત જર્મન ચલચિત્રઅભિનેતા. મૂળ નામ ક્લાઉસ ગુન્થરે નાક્ઝીન્સ્કી. પિતા ઑપેરા-ગાયક. 16 વર્ષની વયે જર્મનીના લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ લશ્કરે તેમને યુદ્ધબંદી બનાવ્યા. યુદ્ધની સમાપ્તિ પછી રંગમંચના કલાકાર તરીકે તેમણે જર્મન અભિનેતા…

વધુ વાંચો >

કિરણકુમાર

કિરણકુમાર (જ. 19 ઑક્ટોબર 1953, મુંબઈ-) : ગુજરાતી ચલચિત્રોના બિનગુજરાતી અભિનેતા. મૂળ નામ દીપક દાર. હિંદી ચલચિત્રજગતના જાણીતા અભિનેતા જીવનના પુત્ર. જન્મે અને પરિવારથી કાશ્મીરી બ્રાહ્મણ હોઈ આ બંને પિતાપુત્રને લાક્ષણિક ગૌર વર્ણ અને નમણા ચહેરાની કુદરતી બક્ષિસ વારસાગત રીતે મળેલ છે. તેમણે કેલી કૉલેજ નામની ઈંદોરમાં આવેલી એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ…

વધુ વાંચો >

કિરાડ, અરવિંદકુમાર

કિરાડ, અરવિંદકુમાર (જ. 27 જૂન 1950) : ગુજરાતી ફિલ્મોનો મહારાષ્ટ્રિયન અભિનેતા. પુણેની ફરગ્યુસન કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કરી અભિનય તરફ વળ્યા. ગુજરાતી ફિલ્મોમાં આવતાં પહેલાં પાંચ હિન્દી ફિલ્મોમાં અભિનય કરેલો. ‘બાઝાર બંધ કરો’, ‘તૂફાન ઔર બીજલી’, ‘અપને આપ’, ‘અખંડ સૌભાગ્યવતી’ અને ‘સુલગતે અરમાન’. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારની મનોરંજન કરમુક્તિની નીતિથી…

વધુ વાંચો >

કિશોરકુમાર

કિશોરકુમાર (જ. 4 ઑગસ્ટ 1929, ખંડવા; અ. 13 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતીય ચલચિત્રના વિખ્યાત ગાયક. પ્રાથમિક શિક્ષણ ખંડવા (હાલ મધ્યપ્રદેશ) ખાતે. મહાવિદ્યાલયના શિક્ષણનાં પ્રથમ બે વર્ષ ઇન્દોર ક્રિશ્ચિયન કૉલેજમાં. પણ શિક્ષણ કરતાં ચલચિત્રક્ષેત્ર પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી 1949માં મુંબઈમાં પાર્શ્વગાયક તથા ચલચિત્રઅભિનેતા બનવાની ખ્વાહિશ સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં…

વધુ વાંચો >

કિસાનકન્યા

કિસાનકન્યા (1937) : ભારત ખાતે સ્વતંત્ર રૂપે ફિલ્માંકન, નિર્માણ તથા સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલી દેશની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિ. સર્વપ્રથમ બોલપટ ‘આલમઆરા’ના નિર્માણના યશ ઉપરાંત ભારતની સર્વપ્રથમ રંગીન સિનેકૃતિના નિર્માણનો યશ પારસી ગુજરાતી પ્રતિભા અરદેશર ઈરાની અને તેમની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીને ફાળે જાય છે. ઈરાનીની નજર હંમેશ અમેરિકન ચલચિત્ર…

વધુ વાંચો >

કિસ્મત

કિસ્મત (1942) : બૉમ્બે ટૉકિઝનું હિન્દી ચલચિત્ર (1942). આ ચિત્રે કોલકાતાના એક થિયેટરમાં સળંગ ત્રણ વરસ અને આઠ માસ લગી રજૂ થઈને વિક્રમ સર્જ્યો. જ્ઞાન મુખર્જી દ્વારા નિર્દેશન. શેખર નામના એક ધૂર્ત યુવાન અને રાણી નામની પગે ખોડવાળી મુગ્ધાના આકસ્મિક મિલન પછી આરંભાતી કથા નાટકીય ઘટનાચક્ર ઉપર આધારિત હતી. બંને…

વધુ વાંચો >

કિસ્સા કુર્સી કા

કિસ્સા કુર્સી કા (1975-76) : આઝાદી પછીના ભારતના લોકશાસનતંત્ર પર તીક્ષ્ણ કટાક્ષ કરતી તથા દેશમાં લદાયેલ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજકીય કારણોસર ભોગ બનેલી આંશિક રીતે રમૂજી રૂપક જેવી હિંદી સિનેકૃતિ. નિર્માતા : અમૃતલાલ નહાટા; પુનર્નિર્માણ : 1977; દિગ્દર્શક : શિવેન્દ્ર સિંહા, ભાગવત દેશપાંડે; સિનેછાયા : કે. કે. મહાજન; અભિનય :…

વધુ વાંચો >

કિંગડમ ડોરોથી

કિંગડમ, ડોરોથી (જ. 27 એપ્રિલ 1896, ઑબર્ન, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1939, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનાં સર્વપ્રથમ વિદેશી અભિનેત્રી. 1918માં ભારત ખાતે અભિનય કરવા આવ્યાં તે પૂર્વે અમેરિકામાં સિને-અભિનયનો અનુભવ ધરાવતાં હતાં. તે ડચ ઉમરાવ ખાનદાનના નબીરા અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર બારોન વાન રાવેન સાથે પરણ્યાં હતાં.…

વધુ વાંચો >

કિંગ્સલી, બેન

કિંગ્સલી, બેન (જ. 31 ડિસેમ્બર 1943, યોર્કશાયર, ઇગ્લૅન્ડ-) : ઍંગ્લો-બ્રિટિશ ચલચિત્ર-અભિનેતા. મૂળ નામ ક્રિશ્ના બાનજી. માતા ભારતીય મૂળનાં તો પિતા ઇંગ્લૅન્ડના મૂળ વતની. 1972માં નિર્મિત ‘ફિયર ઇઝ ધ કી’ ફિલ્મથી અભિનય-કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી 1990 સુધીમાં કુલ દસ ફિલ્મોમાં ભૂમિકા ભજવી. પસંદગીની ભૂમિકાઓ જ સ્વીકારવાના આગ્રહી હોવાથી અત્યાર સુધી…

વધુ વાંચો >