ચન્દ્રકાન્ત મહેતા

કેમ્મુ – મોતીલાલ

કેમ્મુ, મોતીલાલ (જ. 24 જૂન 1933, શ્રીનગર, કાશ્મીર) : જાણીતા કાશ્મીરી નાટ્યલેખક. સ્નાતક (1953). જાણીતા નર્તક સુંદરલાલ ગાંગાણી પાસે કથક નૃત્યની તાલીમ; નાટ્યતાલીમ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ (વડોદરાની મ. સ. યુનિવર્સિટી, 1961-1964). જમ્મુ-કાશ્મીરની ‘કલા-સંસ્કૃતિ અને ભાષા અકાદમી’માં વિશેષ અધિકારી (1964). એમનાં જાણીતાં કાશ્મીરી નાટકોમાં ‘છાયા’, ‘તોતા તા આયના’, ‘નાટક તૃચે’ વગેરે…

વધુ વાંચો >

કૌલ ઝિંદા (માસ્તરજી)

કૌલ, ઝિંદા (માસ્તરજી) (જ. 1884, શ્રીનગર, કાશ્મીર; અ. 1966) : કાશ્મીરી કવિ, કાશ્મીરી પંડિતકુળમાં જન્મ. પ્રારંભમાં ફારસીનું શિક્ષણ મક્તાબ(શાળા)માં મેળવ્યું ત્યારે તેઓ ઉંમરના પ્રમાણમાં ઘણા સમજદાર બાળક ગણાતા. અભ્યાસ પૂરો કરી શિક્ષક તરીકે એવી સુંદર કામગીરી કરી કે વિદ્યાર્થીઓ, મિત્રો અને તેમના ચાહકો દ્વારા ‘માસ્તર’ કે ‘માસ્તરજી’નું બિરુદ પામ્યા. પછી…

વધુ વાંચો >

કૌલ હરિકૃષ્ણ

કૌલ, હરિકૃષ્ણ (જ. 22 જુલાઈ 1934, શ્રીનગર) : કાશ્મીરી અને હિંદી વાર્તાકાર તથા નાટકકાર. 1951માં તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદમાં; 1953માં યુવાન લેખકમંડળ અને પ્રગતિશીલ લેખક- મંડળની જુનિયર પાંખમાં જોડાયા. 1955માં તેમણે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુવાદક તરીકે કામગીરી કરી. 1960માં તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ કૉલેજમાં…

વધુ વાંચો >

ખાંડેકર, વિષ્ણુ સખારામ

ખાંડેકર, વિષ્ણુ સખારામ (જ. 11 જાન્યુઆરી 1898, સાંગલી; અ. 2 સપ્ટેમ્બર 1976) : પ્રસિદ્ધ મરાઠી નવલકથાકાર. એમની નવલકથા ‘યયાતિ’ માટે 1961માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો તથા 1967માં એ જ પુસ્તક માટે ભારતનો સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરેલો. સાંગલીમાં જ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લઈને ઉચ્ચ અભ્યાસ અર્થે પૂણેની ફર્ગ્યુસન કૉલેજમાં જોડાયા…

વધુ વાંચો >

ગણદેવતા

ગણદેવતા (1942) : બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની 1966ની જ્ઞાનપીઠ પુરસ્કારવિજેતા નવલકથા. આ નવલકથામાં આધુનિક યંત્રયુગ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણને લીધે ગ્રામજીવનમાં આવેલા પરિવર્તનનું યથાર્થ ચિત્રણ થયેલું છે. યંત્રો તથા મોટા ઉદ્યોગોને કારણે, ગામડાંમાં ઉત્પન્ન થતી જીવનજરૂરિયાતની વસ્તુઓ કરતાં, કારખાનાંમાં બનેલી વસ્તુઓ સસ્તી મળતી હોવાથી, ગામડાંની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગામડાંના કારીગરોની…

વધુ વાંચો >

ગંગોપાધ્યાય, સુનીલ

ગંગોપાધ્યાય, સુનીલ (જ. 7 સપ્ટેમ્બર 1934, માદરીપુર, જિ. ફરિદપુર (હાલ બાંગ્લાદેશ); અ. 23 ઑક્ટોબર 2012, કૉલકાતા) : આજના બંગાળના અત્યંત લોકપ્રિય લેખકોમાંના એક. જુદા જુદા સમયે તેમણે ‘સનાતન પાઠક’, ‘નિલાલોહિત’ અને ‘નિલ ઉપાધ્યાય’ કવિ, પત્રકાર, નવલકથાકાર, પટકથાલેખક અને નાટ્યકારની ભૂમિકા ભજવી છે. આઝાદી બાદ તેમણે બંગાળીમાં નવી સાહિત્યિક ચળવળની આગેવાની…

વધુ વાંચો >

ગાશીર મુનાર

ગાશીર મુનાર (1972) : કાશ્મીરી કૃતિ. કાશ્મીરી લેખક ગુલામ નબી ખયાલે (1936) લખેલા નિબંધોના આ પુસ્તકને કેન્દ્રીય વર્ષના સાહિત્ય અકાદમીએ 1975ના પુરસ્કાર માટે પસંદ કર્યું હતું. લેખક જમ્મુ-કાશ્મીર વિશ્વવિદ્યાલયના સ્નાતક છે અને શ્રીનગરના આકાશવાણી કેન્દ્રમાં ઉપનિર્દેશક તરીકે કાર્ય કરે છે. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજ…

વધુ વાંચો >

ગાંગુલી, માણિકરામ

ગાંગુલી, માણિકરામ : અઢારમી સદીના બંગાળી કવિ. એમનું ધર્મનો મહિમા કરતું ‘ધર્મમંગલ’ કાવ્ય બંગાળીનાં મંગલકાવ્યોની પરંપરામાં ઉલ્લેખનીય છે. તે અત્યંત રસપ્રદ અને વ્યંગ્યથી ભરપૂર છે. તેમાં ભૂતપૂર્વ બંગાળી કવિઓનો વ્યંગ્યાત્મક ઉલ્લેખ જોવા મળે છે. એ પરંપરાનાં કાવ્યોમાં કોઈ એક દેવના માહાત્મ્યનું કીર્તન હોય છે. જેમાં મનસા, ચંડી, દુર્ગા વગેરે મુખ્ય…

વધુ વાંચો >

ગીતાંજલિ

ગીતાંજલિ (1910) : રવીન્દ્રનાથ ઠાકુરનો 157 બંગાળી ઊર્મિગીતો અને કાવ્યોનો સંગ્રહ. રવીન્દ્રનાથે એનો જાતે અંગ્રેજી અનુવાદ કરેલો; જે 1912માં ઇન્ડિયા સોસાયટી લંડન તરફથી પ્રકાશિત થયેલો. એ પુસ્તક માટે એમને 1913માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એ જ નામની સમગ્ર બંગાળી કૃતિનો એ અનુવાદ નથી; પરંતુ ગીતાંજલિમાંથી 51, ગીતિમાલ્યમાંથી 18, નૈવેદ્યમાંથી 16,…

વધુ વાંચો >

ગુંડપ્પા ડી. વી.

ગુંડપ્પા ડી. વી. (જ. 17 માર્ચ 1889, કુડબાગિલ, કોલાર, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1975, બેંગાલુરુ) : કન્નડ લેખક. કુડબાગિલમાં જ મૅટ્રિક સુધી ભણ્યા. દેવન હલ્લી વેંકટ રામૈયા અને અલામેલમ્માનો પુત્ર. ઉચ્ચ શિક્ષણ લઈ શકેલા નહિ, પણ સ્વપ્રયત્ને કન્નડ, સંસ્કૃત તથા અંગ્રેજીનું સારું જ્ઞાન મેળવી લીધેલું. શરૂઆતમાં ‘સૂર્યોદય પત્રિકા’ સાપ્તાહિકમાં જોડાયા.…

વધુ વાંચો >