ચન્દ્રકાન્ત ટોપીવાળા

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર (જ. 30 ઑક્ટોબર 1821; અ. 28 જાન્યુઆરી 1881) : રશિયન નવલકથાકાર. સાંપ્રત મનોવિજ્ઞાનનાં ઘણાં તારણોની પુરોગામી ભૂમિકા પૂરી પાડનાર, અસ્તિત્વવાદી સમસ્યાઓની આગોતરી સૃષ્ટિ રચી આપનાર અને આધુનિકતાવાદી ઝુંબેશના ઉદગમ-અણસાર દાખવનાર સમર્થ લેખક. મૉસ્કોમાં જાહેર મ્યુનિસિપલ હૉસ્પિટલના એક ડૉક્ટરનાં સાત સંતાનોમાંનું બીજું સંતાન. હૉસ્પિટલના કંપાઉંડમાં જ રહેઠાણ, આથી ગરીબાઈ,…

વધુ વાંચો >

પરાવાસ્તવવાદ

પરાવાસ્તવવાદ : ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય જેવી કલાઓમાં પ્રસરેલું વીસમી સદીનું એક આત્યંતિક આંદોલન. તેના માટે ‘અતિવાસ્તવવાદ’, ‘અતિયથાર્થવાદ’ જેવા પર્યાયો પણ ગુજરાતીમાં યોજાય છે. આ આંદોલન પૅરિસથી પ્રસર્યું. એનો પ્રવર્તક આન્દ્રે બ્રેતોં છે, આન્દ્રે બ્રેતોંએ 1924, 1930 અને 1934માં ખરીતાઓ બહાર પાડ્યા પણ એમાં એની સૈદ્ધાંતિક ભૂમિકા બદલાતી રહી;…

વધુ વાંચો >

પુશ્કિન ઍલેક્ઝાન્દર (Aleksandr – ઍલેક્સાન્દર)

પુશ્કિન, ઍલેક્ઝાન્દર (Aleksandr – ઍલેક્સાન્દર) સેર્ગીવિચ (જ. 20 મે 1799, મૉસ્કો; અ. 29 જાન્યુઆરી 1837) : રશિયન કવિ, નવલકથાકાર, નાટ્યકાર. રશિયાનો જ નહીં, વિશ્વસાહિત્યનો પણ મહત્વનો કવિ. અઢારમી સદીની પરાકાષ્ઠા અને ઓગણીસમી સદીનું આરંભબિન્દુ બની રશિયન સાહિત્યમાં અપૂર્વ ભૂમિકા ભજવનાર આ કવિ ઘસાઈ ગયેલા એક ઉમરાવ પરિવારમાં જન્મેલો. એનો ઉછેર…

વધુ વાંચો >

પ્રત્યાયન

પ્રત્યાયન : એક છેડાથી બીજા છેડા સુધી ભાવ, વિચાર કે માહિતીનું થતું સંપ્રેષણ. શરીરભાષાથી માંડીને ઇન્ટરનેટ સુધીની પ્રત્યાયનની અનેક રીતો હોઈ શકે. પ્રત્યેક પ્રત્યાયનની રીત માહિતીનું વહન કરે છે. આમ કરવામાં પ્રેષક (source), સંદેશ (message), સારિણી (channel) અને અભિગ્રાહક (receiver) એમ ચાર ઘટકો સંકળાયેલા હોય છે. એક છેડે માહિતી મોકલનાર…

વધુ વાંચો >

પ્રભાવવાદ (સાહિત્યમાં)

પ્રભાવવાદ (સાહિત્યમાં) : યુરોપીય ચિત્રકલાક્ષેત્રમાંથી આવેલી સંજ્ઞા. એના માટે ‘ચિત્તસંસ્કારવાદ’ પર્યાય પણ યોજાયો છે. આ આંદોલનનો ઉદગમ ફ્રાન્સમાં, અને ખાસ તો પૅરિસમાં થયો હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં 1870ની આસપાસ ચિત્રકારોનું એક જૂથ એદૂઆર્દ મૅને(1812–83)ના નેતૃત્વ હેઠળ સક્રિય થયું. એમાં મૅને સાથે ક્લૉદ મૉને, દેગા, પિસારો, રેન્વા જેવા ચિત્રકારો પણ સામેલ…

વધુ વાંચો >

પ્રયોગવાદ

પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં…

વધુ વાંચો >

પ્રશિષ્ટતાવાદ (classicism)

પ્રશિષ્ટતાવાદ (classicism) : પ્રાચીન ગ્રીક સાહિત્ય અને કલાના નમૂનાને આદર્શ લેખી અનુસરવાનો વાદ. ગ્રીક અને રોમન આદર્શો પર આધારિત એવી કલાના સ્વરૂપ અંગેની વિભાવના સાથે સંબંધ ધરાવતી આ સંજ્ઞા યુરોપીય સાહિત્યમાં વિવેચનક્ષેત્રે એક ચોક્કસ પ્રકારના વાદને અભિવ્યક્ત કરે છે. આ સંજ્ઞાને સમજવા માટે એની સાથે સંકળાયેલી વર્ગ (class), પ્રશિષ્ટ (classic),…

વધુ વાંચો >

ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ

ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ (જ. 1896, સેન્ટ પૉલ, મિનિસોટા; અમેરિકા; અ. 1940) : અમેરિકન નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર. પ્રારંભમાં સેન્ટ પૉલ અકાદમીમાં, ત્યારબાદ ન્યૂજર્સીની ન્યૂમન હાઈસ્કૂલમાં અને પછી ન્યૂજર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ. આ દરમિયાન એડમન્ડ વિલ્સન જેવાનો પરિચય. આ દરમિયાન રંગભૂમિ અને સાહિત્યિક પ્રવૃત્તિમાં અગ્રણી ભૂમિકા, પણ પછી શૈક્ષણિક મુશ્કેલીઓને કારણે…

વધુ વાંચો >

બારી બહાર

બારી બહાર (પ્ર. આ. 1940) : ગુજરાતી કવિ પ્રહલાદ પારેખ (જ. 1912; અ. 1962) નો કાવ્યસંગ્રહ. ગાંધીયુગની વિચારસૃષ્ટિ અને વાસ્તવસૃષ્ટિથી અલગ પોતાની ઇન્દ્રિયસંવેદ્ય સૃષ્ટિ રચતું અહીંનું કાવ્યવિશ્વ ગુજરાતી સાહિત્યમાં સૌંદર્યલક્ષી બારી ઉઘાડી કવિતાનો નવો માપદંડ સ્થાપે છે. કવિવર ટાગોરની સંવેદનાને ઝીલી નિજી સંવેદના સાથે આ કવિએ, ઉમાશંકર જોશીએ કહ્યું છે…

વધુ વાંચો >

બીટનિક જૂથ

બીટનિક જૂથ : બીજા વિશ્વયુદ્ધ પછીની ઠંડા યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન 1956ની આસપાસ અમેરિકામાં ચાલેલી ઝુંબેશ. આ ઝુંબેશમાં બોહીમિયનોનો સ્થાપિત સમાજ અને સ્થાપિત સાહિત્ય સામેનો વિદ્રોહ છે. યુદ્ધોત્તર નિર્ભ્રાન્તિની લાગણીમાંથી જે તણાવો ઊભા થયા, એની અભિવ્યક્તિ આ રૂઢિમુક્ત થવાની ચળવળમાં જોઈ શકાય છે. અમેરિકામાં પશ્ચિમમાં સાનફ્રાન્સિસ્કો અને પૂર્વમાં ન્યૂયૉર્ક એનાં ખાસ…

વધુ વાંચો >