ચન્દ્રકાન્ત ટોપીવાળા

આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર)

આઇડિયોગ્રામ (ચિત્રાક્ષર) : કોઈ ચોક્કસ શબ્દ કે ધ્વનિને રજૂ કરવાને બદલે સીધા વિચાર કે વસ્તુનું પ્રતિનિધાન કરતું લેખિત પ્રતીક. આ ભાવચિત્ર કે ચિત્રાક્ષર પ્રાચીન ઇજિપ્તની લિપિમાં કે પ્રાચીન ચીની લિપિમાં અવશિષ્ટ છે. પહેલાં તો ચિત્રો દ્વારા વસ્તુને રજૂ કરવામાં આવતી. (એમાં પુરુષો, સ્ત્રીઓ, વૃક્ષો, છોડ, ફૂલો શરીરનાં જુદાં જુદાં અંગો…

વધુ વાંચો >

આદર્શવાદ

આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં…

વધુ વાંચો >

કેલિગ્રામ

કેલિગ્રામ (calligram) : ચિત્રકલાક્ષેત્રે સુલેખનકલા સાથે નિસ્બત ધરાવતી સંજ્ઞા. તેનો ઉપયોગ અપોલિનેર ગિયોમે ફ્રેન્ચ કવિતામાં વિશેષ રીતે કરેલો છે. અપોલિનેર પોતાનાં આકૃતિકાવ્યોને માટે આ સંજ્ઞા પ્રયોજી પોતાના સંગ્રહને ‘કેલિગ્રામ્ઝ’ (1918) તરીકે ઓળખાવે છે. ઘનવાદી (cubist) અને ભવિષ્યવાદી (futurist) ચિત્રકારવર્તુળોમાં અપોલિનેર અગ્રણી હતો. એની માન્યતા હતી કે આધુનિક કવિઓએ કાવ્યતરંગના નવા…

વધુ વાંચો >

કૉન્ક્રીટ પોએટ્રી

કૉન્ક્રીટ પોએટ્રી : આકારલક્ષી કવિતા(L. carmen figuratum, shaped poetry)ની પેટા નીપજરૂપ કાવ્યલેખનનો આધુનિક પ્રવાહ. આધુનિક ચિત્રકલા અને આધુનિક સંગીતને સમાંતર રહી કવિતાના જે પ્રયોગો થયા એમાં કવિતાને સાંભળવા ઉપરાંત જોવાય એવો ઉદ્યમ પણ થયો. વ્યવહારમાં ભાષાનાં અર્થ સિવાયનાં ઉપેક્ષિત પાસાંનો આધુનિક કવિતામાં જે વિનિયોગ થયો એમાં ભાષાના મુદ્રણપાસાનો ઉપયોગ પણ…

વધુ વાંચો >

કૉલાજ

કૉલાજ : ચિત્રની સપાટી પર વિવિધ પ્રકારની સામગ્રીને ચોંટાડીને તૈયાર થતું કલાસ્વરૂપ. ઘનવાદીઓ(cubists)એ પ્રયોગ રૂપે ક્યારેક એમની ચિત્રસંઘટનામાં દૈનિક પત્રના ટુકડા દાખલ કરેલા, પણ પછીથી આ જ પદ્ધતિએ સમાચારપત્રના ખંડો, થિયેટરની ટિકિટો, પરબીડિયાના કટકા, કાપડ, સૂતળી, ફોટોગ્રાફ, ખીલા-ખીલી, દીવાસળી વગેરે સામાન્ય રીતે એકબીજા સાથે ન સંકળાયેલી હોય તેવી સામગ્રીઓના ઉપયોગથી…

વધુ વાંચો >

ગ્રાસ, ગુન્ટર

ગ્રાસ, ગુન્ટર (જ. 16 ઑક્ટોબર 1927, ડેન્ઝિગ, જર્મની; અ. 13 એપ્રિલ 2015, લ્યૂબેક, જર્મની) : જર્મન કવિ, નાટકકાર, નવલકથાકાર. 1999ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. જર્મન પોલિશ વંશના આ લેખક ડૅન્ત્સિગના મુક્ત રાજ્યમાં ઊછર્યા. નૅશનલ સોશિયાલિસ્ટ પાર્ટીએ ડૅન્ત્સિગ કબજે કર્યું ત્યારે એમની ઉંમર 11 વર્ષની. 1944–45માં જર્મન લશ્કરમાં જોડાયા. હિટલરના…

વધુ વાંચો >

ચેતનાપ્રવાહ

ચેતનાપ્રવાહ : સાહિત્યવિવેચનક્ષેત્રની સંજ્ઞા. વિચારના અને આંતર-અનુભૂતિના તૂટક પ્રવાહ તેમજ જાગૃત-અર્ધજાગૃત ચિત્તનાં યાર્દચ્છિક સંવેદનોને સૂચવતી આ સંજ્ઞા આધુનિક કથાસાહિત્યમાં કથનરીતિને વર્ણવવા માટે વપરાય છે. મનોવિજ્ઞાનક્ષેત્રે વિલિયમ જેમ્સે એના ‘મનોવિજ્ઞાનના સિદ્ધાન્તો’(1890)માં આ સંજ્ઞાનો નિર્દેશ કર્યો છે. અર્ધજાગૃત ચિત્તના ઊંડાણનો અભ્યાસ વિલિયમ જેમ્સને આ વિષય તરફ દોરી ગયો. ઓગણીસમી સદીના અંતમાં અને…

વધુ વાંચો >

જટાયુ (1986)

જટાયુ (1986) : ગુજરાતી સાહિત્યના આધુનિકતાવાદી અગ્રણી કવિ. અવાજોમાંનો એક અવાજ રજૂ કરતો સિતાંશુ યશશ્ચન્દ્રનો ‘ઓડિસ્યૂસનું હલેસું’ (1974) પછીનો બીજો કાવ્યસંગ્રહ. એકસાથે ‘પ્રલય’, ‘ઘેરો’, ‘જટાયુ’, ‘મોહેં-જો-દડો’ જેવી પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓ ધરાવતો આ સંગ્રહ કવિની પ્રતિભાનો ઊંચો આંક દર્શાવે છે. અહીં કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાને જોઈ શકાય છે. કોઈ પણ…

વધુ વાંચો >

ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ

ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ (જ. 9 સપ્ટેમ્બર 1828; અ. 20 નવેમ્બર 1910) : રશિયન નવલકથાકાર, ચિંતક, નાટકકાર. મૉસ્કોથી 200 કિમી. દૂર દક્ષિણમાં આવેલી યાસ્નાયા પોલ્યાનાની, વારસામાં મળેલી, દેવાથી ડૂબેલી કુટુંબની જાગીરને તારવા ટૉલ્સ્ટૉયના પિતાએ અત્યંત શ્રીમંત નબીરાની અનાકર્ષક અને પોતાનાથી પાંચ વર્ષ મોટી પ્રિન્સેસ મારિયા સાથે લગ્ન કરેલું. ટૉલ્સ્ટૉય પિતાનું ચોથું…

વધુ વાંચો >

ર્દષ્ટિબિંદુ

ર્દષ્ટિબિંદુ (point of view) : ચોક્કસ બિંદુએથી કોઈ વસ્તુને જોવી કે એનું નિરીક્ષણ કરવું. આ અર્થ પરથી કોઈ પણ વ્યક્તિના ચોક્કસ મનોવલણનો કે પછી એની પરિસ્થિતિઓથી બંધાયેલા અભિગમનો અર્થ પણ સૂચવાય છે. સાહિત્યક્ષેત્રે અને ખાસ કરીને કથાસાહિત્યક્ષેત્રે એનો વિશિષ્ટ પારિભાષિક અર્થ નિર્ધારિત છે. હેન્રી જેમ્સની પોતાની વિવિધ નવલકથાઓની લખેલી પ્રસ્તાવનાઓના…

વધુ વાંચો >