ચન્દ્રકાન્ત ટોપીવાળા

ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર

ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર (જ. 6 ડિસેમ્બર 1906 ઓલપાડ, સૂરત; અ. 18 મે 1950) : ગુજરાતી કવિ. વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યથી આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે. પિતા જે પેઢીમાં કામ…

વધુ વાંચો >

ભવિષ્યવાદ

ભવિષ્યવાદ (futurism) : ઇટાલીનાં કલા, સાહિત્ય અને સંગીતમાં આવાં ગાર્દ દ્વારા ચાલેલી આધુનિક ઝુંબેશ. એનો પુરસ્કર્તા ફિલિપ્પો તોમાઝો મારિનેત્તી છે. એણે પૅરિસથી પ્રસિદ્ધ થતા ‘લ ફિગારો’(22 ફેબ્રુઆરી, 1909)માં અતિશયોક્તિપૂર્ણ પયગંબરી ભયંકરતા સાથે ભવિષ્યવાદી ખરીતો પ્રગટ કર્યો હતો. કહે છે : ‘અમે જાહેર કરીએ છીએ કે જગતની ચમકદમકને અમે નવા સૌંદર્યે…

વધુ વાંચો >

મધુ રાય

મધુ રાય (જ. 19 જુલાઈ 1942, જામખંભાળિયા, સૌરાષ્ટ્ર) : ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અને વિશિષ્ટ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. સુરેશ જોષી પછીના ગુજરાતી કથા-સાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સર્જકતાની ઊંચી માત્રા, પ્રયોગોની સફળતા અને ગદ્યની બહુપાર્શ્વિકતા દાખવનાર કોઈ એક સર્જકનું નામ બોલો તો એમ કોઈ કહે તો કોઈ પણ સહૃદય ગુજરાતીને હોઠે…

વધુ વાંચો >

માયકૉવ્સ્કી, વ્લાદિમિર

માયકૉવ્સ્કી, વ્લાદિમિર (જ. 19 જુલાઈ 1893, બકાદાદી, કુતૈસી; અ. 14 એપ્રિલ 1930) : રશિયન કવિ અને નાટ્યકાર. પિતા કૉન્સ્તાન્તિનોવિચ. માતાનું નામ ઍલેક્ઝાન્દ્રા, પિતા વનસંરક્ષક હતા. પ્રારંભની કેળવણી કુતૈસીમાં. પિતાના મૃત્યુ બાદ માતા અને બહેનો સાથે મૉસ્કોમાં સ્થળાન્તર. અહીં સહપાઠીઓ સાથે રહી ક્રાન્તિકારી તરીકેની પ્રાથમિક તાલીમ લીધી. બૉલ્શેવિકો સાથે જોડાઈને મૉસ્કોના…

વધુ વાંચો >

માર્સ

માર્સ : પ્રાચીન રોમન દેવતા. આ દેવતાને નગરના સંરક્ષક–અધિષ્ઠાતા તરીકે માનવામાં આવતા અને સાથે સાથે યુદ્ધના દેવતા તરીકે પણ એમની ગણના થતી હતી. રોમનો ગ્રીક પ્રજાના દેવતા એરીસ સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ જુએ છે. સૅબાઇન ભાષામાં અને ઓસ્કાન ભાષામાં માર્સનું નામ મેમર્સ હતું અને માર્સ એ મેવર્સ કે મેયૉર્સનું સંક્ષિપ્ત…

વધુ વાંચો >

મેલવિલ, હર્મન

મેલવિલ, હર્મન (જ. 1 ઑગસ્ટ 1819, ન્યૂયૉર્ક; અ. 28 સપ્ટેમ્બર 1891) : અમેરિકન નવલકથાકાર અને કવિ. મેલવિલનો પિતૃપક્ષ અને માતૃપક્ષ બંને ક્રાંતિકારી યુદ્ધ સાથે સંકળાયેલા હતા. કમિશન મર્ચન્ટ તરીકે ધીકતી કમાણી કરતા પિતા એલન અને માતા મારિયા ગેન્સવૂર્ટનાં 8 સંતાનોમાંના ત્રીજા સંતાન મેલવિલનો 11 વર્ષની વય સુધીનો ઉછેર સુખમાં રહ્યો,…

વધુ વાંચો >

મોઢા, દેવજી રા.

મોઢા, દેવજી રા. (જ. 8 મે 1913 પોરબંદર; અ. 21 નવેમ્બર 1987, પોરબંદર) : ગુજરાતી કવિ. ઉપનામ ‘શિરીષ’. 1930માં મૅટ્રિક; મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી એમ. એ. થયા. કરાંચીમાં શારદામંદિર શાળામાં શિક્ષક, પરંતુ ભારતના વિભાજન પછી વતનમાં વસવાટ. પોરબંદરના નવયુગ વિદ્યાલયના આચાર્ય. એમની શિક્ષણકાર તરીકેની પ્રશસ્ત…

વધુ વાંચો >

વસ્તુગત સહસંબંધક (objective correlative)

વસ્તુગત સહસંબંધક (objective correlative) : પ્રસિદ્ધ અંગ્રેજી કવિ ટી. એસ. એલિયટે સ્થાપેલો પશ્ચિમના વિવેચન-સાહિત્યનો મહત્વનો સિદ્ધાંત. ગુજરાતી સાહિત્યમાં એના વિવિધ પર્યાયો રચવામાં આવ્યા છે. નગીનદાસ પારેખે એને ‘પદાર્થરૂપ નિત્યસંબંધ’ એવું નામ આપ્યું છે, તો અન્યોએ ‘વસ્તુનિષ્ઠ સમીકરણ’, ‘પરલક્ષી સહસંબંધક’, ‘વસ્તુલક્ષી સહસંયોજક’, ‘વસ્તુગત સમવાય સંબંધ’ તરીકે એની ઓળખ આપી છે. સર્જકમાં…

વધુ વાંચો >

વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે)

વાસ્તવવાદ (Realism) (સાહિત્ય-કલાક્ષેત્રે) : 19મી સદીના ઉત્તરાર્ધમાં કૌતુકવાદ અને આદર્શવાદની પ્રતિક્રિયા રૂપે આવેલા આંદોલનના સંદર્ભ સાથે સંલગ્ન સંજ્ઞા. એ પૂર્વે જોન લૉક અને થૉમસ રીડ જેવા ચિંતકોએ બાહ્યજગત અને મનુષ્ય-ચેતનાનો સંબંધ તપાસતાં આ સંજ્ઞાનો ઉપયોગ કરેલો; અને ચિત્રકલા તેમજ શિલ્પકલાક્ષેત્રે પણ આ સંજ્ઞાને, આકૃતિઓ અને દૃશ્યો રોજિંદા જીવનમાં અનુભવાય છે…

વધુ વાંચો >