ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

નૈતિક વિકાસ (moral development)

નૈતિક વિકાસ (moral development) : શિશુ અવસ્થાથી પુખ્ત વય સુધીમાં નીતિ અંગેની સમજ અને નૈતિક આચરણમાં થતો વિકાસ. વ્યક્તિના આચારવિચાર તેના જૂથના નીતિનિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય છે. વ્યક્તિ, જૂથના દબાણને વશ થઈ, (ઘણી વાર પોતાની ઇચ્છા વિરુદ્ધ) જૂથનાં ધોરણોને અનુસરે તે બાહ્ય નૈતિકતા કહેવાય. જ્યારે તે રાજીખુશીથી નૈતિક…

વધુ વાંચો >

પારજાતીયતા (transsexualism)

પારજાતીયતા (transsexualism) : જાતિપરિવર્તન-અભિમુખતા. પોતાની જાતિ (sex) સાથેના તાદાત્મ્યની વિકૃતિ તેમાં પરિણમે છે. એમાં વ્યક્તિ પોતાની જાતીય ભૂમિકાને અને જાતિને ઉલટાવવા માગે છે. તેની દેહરચના અને જનનાંગો પોતાની જાતિ મુજબનાં સામાન્ય હોય છે, છતાં વ્યક્તિને એવું લાગે છે કે પોતે સામી જાતિની છે. પુરુષનો દેહ ધરાવનાર પારજાતીય વ્યક્તિ માને છે…

વધુ વાંચો >

પૂર્વગ્રહ (prejudice)

પૂર્વગ્રહ (prejudice) : અન્ય વ્યક્તિ કે જૂથની વિરુદ્ધમાં વિચાર, લાગણી કે ક્રિયાનો પ્રતિભાવ આપવાનું પૂર્વનિર્ધારિત વલણ. પૂર્વગ્રહ એટલે પહેલેથી સ્વીકારેલો નિર્ણય. સૈદ્ધાંતિક રીતે જોતાં, પહેલેથી નક્કી કરેલો નિર્ણય વિધાયક પણ હોઈ શકે; પણ વ્યવહારમાં ‘પૂર્વગ્રહ’ શબ્દનો ઉપયોગ નિષેધાત્મક (પ્રતિકૂળ) પૂર્વનિર્ણયને અનુલક્ષીને જ થાય છે; દા. ત., યુરોપિયનોનો એશિયનો પ્રત્યેનો પૂર્વગ્રહ,…

વધુ વાંચો >

પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન)

પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન) : વિશિષ્ટ ઉદ્દીપક (દા.ત., ચોક્કસ અવાજ કે ર્દશ્ય) પ્રત્યે, વિચાર કર્યા વિના, અને વિનાવિલંબે ઊપજતી સહજ, શીખ્યા વિનાની સ્વયંચાલિત ક્રિયા. પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex action) ઐચ્છિક ક્રિયાથી ભિન્ન છે. પોતાની ઇચ્છાથી, વિચારપૂર્વક કરેલી ક્રિયાને ઐચ્છિક ક્રિયા કહે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયા મનુષ્યથી આપમેળે, સભાન ઇચ્છા કે પૂર્વઆયોજન વિના, થઈ…

વધુ વાંચો >

પ્રત્યભિજ્ઞા (recognition)

પ્રત્યભિજ્ઞા (recognition) : કોઈ વસ્તુને પૂર્વપરિચિતતાની લાગણી દ્વારા જોવી તે. અંગ્રેજી શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે પ્રત્યભિજ્ઞા એટલે રેકૉગ્નિશન એટલે કે (જેને પૂર્વે અનુભવ્યું છે તેને) ફરીથી જાણવું. પ્રત્યભિજ્ઞા એટલે જે તે વસ્તુને પરિચિતતાની લાગણી સાથે, ‘તે પહેલાં જોયેલી છે’ એવી પ્રતીતિ સાથે, જોવી. વર્તમાનમાં રજૂ થયેલ ઉદ્દીપક અંગે ‘આ તો ભૂતકાળમાં…

વધુ વાંચો >

પ્રૌઢાવસ્થા

પ્રૌઢાવસ્થા : મનુષ્યની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચે આવતો તબક્કો. બધા મનુષ્યો અમુક ઉંમરના થાય ત્યારે જ પ્રૌઢ બને, અને અમુક ઉંમરે પ્રૌઢ બને જ, એવો અનિવાર્ય સંબંધ હોતો નથી. કેટલાક લોકો 30 વર્ષની વય વટાવતાં તુરત પ્રૌઢતા અનુભવે છે, જ્યારે બીજાઓ 45 વર્ષ વટાવ્યા પછી પણ યુવાનીની સ્ફૂર્તિ અને ચંચળતા…

વધુ વાંચો >

બચાવ-પ્રયુક્તિઓ

બચાવ-પ્રયુક્તિઓ (defense mechanisms) : આત્મસન્માનના રક્ષણ માટે પ્રયોજાતી વર્તન-તરેહો. જ્યારે માણસને નિષ્ફળતા મળે, તેને અયોગ્ય ઇચ્છાઓ થાય, કે તેણે અનૈતિક કૃત્ય કર્યું હોય, ત્યારે એનું ભાન માણસના સ્વાભિમાનને આંચકો આપે છે અને માણસ લઘુતાની લાગણી અનુભવે છે. ‘મેં ભૂલ કરી, હું અપરાધી છું’ એવા વિચારોથી બચવા માટે અને પોતાના વિશેના…

વધુ વાંચો >

બહુવિધ વ્યક્તિત્વ

બહુવિધ વ્યક્તિત્વ (multiple personality) : વ્યક્તિની એવી અવસ્થા જેમાં વારાફરતી બે કે વધારે સંપૂર્ણ વ્યક્તિત્વતંત્રો પ્રગટ થાય છે. આ વ્યક્તિત્વતંત્રો એકબીજાંથી ઠીક ઠીક અંશે સ્વતંત્ર હોય છે. દરેક વ્યક્તિત્વતંત્ર વિકલ્પી વ્યક્તિત્વ કહેવાય છે. બહુવિધ વ્યક્તિત્વ વિયોજનાત્મક (dissociative) પ્રકારની હળવી મનોવિકૃતિ છે. કાલ્પનિક કથાસાહિત્યમાં આવો ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડનો દાખલો…

વધુ વાંચો >

ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન

ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન (differential psychology) : વર્તનમાં રહેલા વ્યક્તિગત (અને કેટલાક જૂથગત) ભેદોનું વસ્તુલક્ષી ગુણાત્મક અને સંખ્યાત્મક અન્વેષણ કરતું વિજ્ઞાન. માણસોની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે : (1) એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચેના તફાવતો અને (2) એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે પ્રગટતા તફાવતો. ચહેરાનો આકાર, કે વ્યક્તિત્વ-લક્ષણો ગુણાત્મક ભેદો…

વધુ વાંચો >

ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination)

ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination) : જે લોકો ખરેખર સમાન છે અને જેમને સમાન ગણવા જોઈએ એમના પ્રત્યેનો અસમાન વર્તાવ. અપ્રસ્તુત કારણો આપીને કે ગેરવાજબી અવરોધો સર્જીને લોકોને સરખી તક કે સરખા હક આપવાનો ઇનકાર કરવો એ ભેદભાવયુક્ત વ્યવહાર છે. બધી વ્યક્તિઓ કે બધાં જૂથો તરફ સમષ્ટિ અને સમભાવ રાખીને સમાન…

વધુ વાંચો >