ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

અનુકૂલન (માનસશાસ્ત્ર)

અનુકૂલન (માનસશાસ્ત્ર) (adjustment) : પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અને અન્ય લોકો સાથે સંતોષકારક રીતે તે સંબંધો જાળવવા માટે વ્યક્તિ દ્વારા પોતાનામાં, અન્ય લોકોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતા ફેરફારોની પ્રક્રિયા. સામાન્ય મનુષ્યને જીવનમાં ભાતભાતના ‘મુશ્કેલ’ લોકો સાથે પનારો પડતો હોય છે. ક્રોધી પિતા, રોદણાં રડતી માતા, ઈર્ષાળુ સગાંસંબંધીઓ, વઢકણી સાસુ, નાની…

વધુ વાંચો >

કોલર વુલ્ફગૅંગ

કોલર, વુલ્ફગૅંગ (જ. 21 જાન્યુઆરી 1887, રેવેલ, એસ્ટોનીઆ, જર્મની; અ. 1967, ન્યૂ હૅમ્પશાયર, યુ.એસ.) : પ્રસિદ્ધ જર્મન મનોવૈજ્ઞાનિક. પ્રારંભિક શિક્ષણ જિમ્નાશ્યમમાં થયું. કોલરનું લગભગ આખું કુટુંબ વિદ્યાવ્યાસંગી હતું. એમને પિયાનોનો પણ શોખ હતો. એમણે શાળા અને કૉલેજનો અભ્યાસ ટ્યુબિગન બોન અને બર્લિનમાં કર્યો. એમણે 1909માં યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાંથી મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની…

વધુ વાંચો >

જૂથ (group) :

જૂથ (group) : મેદાનમાં, રસ્તા ઉપર કે ગાડીમાં અનેક વ્યક્તિઓ માત્ર પાસે પાસે હોય છે; માત્ર એ નજીકપણાને આધારે જૂથ બનતું  નથી. જૂથ બનવા માટે વ્યક્તિઓ વચ્ચે કોઈ જાતની મનોવૈજ્ઞાનિક સમાનતા હોવી જરૂરી છે. સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખાં ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી…

વધુ વાંચો >

જૈવ પ્રતિનિવેશ

જૈવ પ્રતિનિવેશ (Biofeedback) : જીવોમાં સ્વનિયંત્રણની વિશિષ્ટ વ્યવસ્થા. આ એક એવી પ્રવિધિ છે, જેમાં મનુષ્ય પોતાના શરીરમાં જે ક્ષણે જૈવ ક્રિયાઓ ઊપજતી હોય તે જ ક્ષણે એ ક્રિયાઓ વિશે સ્પષ્ટ માહિતી મેળવે છે અને એ માહિતીને આધારે પોતાની જૈવ ક્રિયાઓને અંકુશમાં લે છે કે તેમાં ઇચ્છિત ફેરફાર કરે છે; દા.…

વધુ વાંચો >

ટી.એ.ટી. (Thematic Apperception Test)

ટી.એ.ટી. (Thematic Apperception Test) : મનોવિજ્ઞાનને લગતી એક પ્રક્ષેપણાત્મક કસોટી. હાર્વર્ડ સાઇકોલૉજિકલ ક્લિનિકના ડૉ. મરે અને મૉર્ગને 1938માં તે રચી. વ્યક્તિત્વ માપવા માટે આ કસોટી વ્યાપક રીતે વપરાય છે. એના ઉપયોગ અંગે પુષ્કળ સંશોધનો થયાં છે. ડૉ. મરે ‘Thema’ શબ્દ વડે વ્યક્તિની જરૂરિયાતો તેમજ તેને સંતોષવા અંગે વ્યક્તિના અનુભવો સૂચવે…

વધુ વાંચો >

ટોળું

ટોળું (crowd) : સમાન લક્ષ્ય કે પ્રવૃત્તિના સમાન વિષયને અનુલક્ષીને થોડા સમય માટે એકત્રિત થયેલો લોકોનો સમૂહ. ટોળામાં જોડાયેલી વ્યક્તિઓએ થોડા સમય માટે પરસ્પર તાદાત્મ્ય સાધ્યું હોય છે અને તે સમાન આવેગો અનુભવતી હોય છે. મોટેભાગે ટોળામાં જોડાયેલા લોકો એકબીજાની નજીક હોય છે અને સમાન વિષય પ્રત્યે ઉત્સુકતા કે નિસબત…

વધુ વાંચો >

તર્કશાસ્ત્ર (પાશ્ચાત્ય)

તર્કશાસ્ત્ર (પાશ્ચાત્ય) (અં. લૉજિક. વેસ્ટર્ન) : યોગ્ય વિચારો અને યોગ્ય તર્કો કે દલીલો માટેના માર્ગદર્શક નિયમોનું શાસ્ત્ર. વિવિધ વ્યક્તિઓના વિચારો કે તર્કો કેટલા યોગ્ય છે તે આ નિયમો વડે નક્કી કરી શકાય છે. વિચારો કે દલીલોની બે પ્રકારની યોગ્યતા તપાસવી જરૂરી છે : રૂપગત (‘formal’) યોગ્યતા અને વસ્તુગત (‘material’) યોગ્યતા.…

વધુ વાંચો >

થાક

થાક (fatigue) : શારીરિક કાર્ય/પ્રવૃત્તિ કરતી વેળા અથવા કર્યા પછી અતિ ઝડપથી અશક્તિનો થતો અનુભવ. તેને ક્લાંતિ અથવા શ્રાંતિ પણ કહે છે. થાકના જેવાં બીજાં લક્ષણો (symptoms) છે; જેમ કે, શ્રાંતિશંકા અથવા દુર્બલતા (asthenia) અને સ્નાયુ-નબળાઈ (muscular weakness). વ્યક્તિ જેનાથી ટેવાયેલી હોય તેથી વધુ શારીરિક કાર્ય કરે ત્યારે થાકી જાય…

વધુ વાંચો >

ધ્યાન

ધ્યાન (attention) : કોઈ એક પદાર્થ, વિષય કે અનુભવ વખતે થતી મનની એકાગ્રતા. કોઈ ઉદ્દીપક વસ્તુ, બનાવ, ક્રિયા કે વિચાર ઉપર સભાનતાને કેન્દ્રિત કરવાની ક્રિયા. શરીરની બહારના કે અંદરના વાતાવરણમાંથી વિવિધ ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો ઉપર સતત અથડાતા રહે છે. પણ આપણને એ બધા ઉદ્દીપકોનું ભાન થતું નથી. ચોક્કસ સમયે એમાંથી…

વધુ વાંચો >

નેતૃત્વ

નેતૃત્વ : જૂથના સભ્યો પર પ્રભાવ પાડી તેમને કાર્યરત કરવા માટે પ્રેરણા પૂરી પાડવાની શક્તિ. પેઢી કે ઉદ્યોગના સંચાલનના સંદર્ભમાં વિચારીએ તો નેતૃત્વ એ નીચલા સ્તરના જુદા જુદા અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ પાસેથી તેમને સોંપવામાં આવેલું કાર્ય સંતોષકારક રીતે કરાવી લેવાની કળા ગણાય. નેતૃત્વની શક્તિને કારણે જૂથના સભ્યો સ્વેચ્છાથી, આત્મવિશ્વાસથી…

વધુ વાંચો >