ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training)

સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training) : સંવેદનશીલતાના બે અર્થ થાય છે : (1) મનુષ્ય સહિત સર્વ પ્રાણી-જાતિઓને લાગુ પડતો જૈવ અર્થ, અને (2) માત્ર માનવોને લાગુ પડતો આંતર-વૈયક્તિક અર્થ. પહેલા અર્થ પ્રમાણે સંવેદનશીલતા એટલે મનુષ્યોનાં અને પ્રાણીઓનાં ઉદ્દીપકો ઝીલીને તેમાંથી યથાર્થ સંવેદનો પ્રાપ્ત કરવાની અને તેમાં રહેલા…

વધુ વાંચો >

સંવેદનો (sensations)

સંવેદનો (sensations) : ઉદ્દીપકો (stimuli) દ્વારા જ્ઞાનેન્દ્રિયોમાં તાત્કાલિક ઊપજતા મૂળભૂત અનુભવો. પ્રકાશનાં કિરણોરૂપી ઉદ્દીપકો આંખોમાં દૃશ્યના અનુભવો ઉપજાવે છે. અવાજનાં મોજાંરૂપી ઉદ્દીપકો કાનોમાં અવાજના અનુભવો ઉપજાવે છે. જીભની લાળમાં ભળેલા આહારના અને બીજા રાસાયણિક કણો જીભને વિવિધ સ્વાદ-સંવેદનો આપે છે. હવામાં ભળીને નાકના પોલાણમાં પ્રવેશેલા રસાયણના સૂક્ષ્મ કણો સુગંધ કે…

વધુ વાંચો >

સાહચર્ય-કસોટી (Association test)

સાહચર્ય–કસોટી (Association test) : મનોવિશ્લેષણમાં ઉપયોગી બનતી એવી પ્રવિધિ (ટૅકનિક) જેમાં અસીલ શાંત બનીને પોતાના મનમાં જે કાંઈ આવે તે [ગમે તેટલું ક્ષોભ કે પીડા ઉપજાવે એવું હોય કે ક્ષુલ્લક જણાય તોપણ] કહે છે. સાહચર્ય-કસોટી એક પ્રકારની ભાવવિરેચન(Catharsis)ની પદ્ધતિ છે. આપણા એક અનુભવનું અન્ય અનુભવો સાથે મનમાં સાહચર્ય વડે જોડાણ…

વધુ વાંચો >

સ્મૃતિ અને સ્મૃતિલોપ સ્મૃતિ (memory)

સ્મૃતિ અને સ્મૃતિલોપ સ્મૃતિ (memory) નવી માહિતીનો કાર્યક્ષમ રીતે સંગ્રહ કરીને જાળવી રાખવાની એવી ક્રિયા, જેને લીધે સમય વીત્યા પછી જરૂર પડે ત્યારે તેને સભાન મનમાં લાવી શકાય. આમ સ્મૃતિ એટલે જ્ઞાનને મનના સંગ્રહ-કોઠારમાં મૂકવું અથવા ત્યાંથી બહાર કાઢીને એ જ્ઞાનથી ફરી સભાન બનવું. જે રીતે સંગણક યંત્ર (computer) સંચય…

વધુ વાંચો >

સ્વપ્નવિદ્યા

સ્વપ્નવિદ્યા : વ્યક્તિની જાગ્રતાવસ્થાની બોધનાત્મક પ્રવૃત્તિઓનું અને અન્ય અનુભવોના બદલાયેલા સ્વરૂપનું નિદ્રાવસ્થામાંથી બહાર આવતાં થતું દર્શન. મુખ્યત્વે નિદ્રાના ઝડપી નેત્રગતિ(rapid eye movement)ના તબક્કામાં ઊપજતી સ્પષ્ટ (vivid) અને મહદંશે દૃશ્ય (visual) અને શ્રાવ્ય (auditory) પ્રતિમાઓ અને એવા અનુભવો જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે નિમગ્ન (absorbed) થઈ જાય છે. સ્વપ્ન નિદ્રાવસ્થા દરમિયાન હારમાળામાં આવતાં,…

વધુ વાંચો >

સ્વભાવ (temperament)

સ્વભાવ (temperament) : પર્યાવરણ સાથે આંતરક્રિયા કરવાની અને આવેગિક પ્રતિભાવો આપવાની, જૈવ લક્ષણો ઉપર આધારિત, વ્યક્તિની વિશિષ્ટ શૈલી. સ્વભાવને વ્યક્તિના ભાવાત્મક પ્રતિભાવો, મનોદશાઓ (moods) અને શક્તિ સાથે સંબંધ ધરાવતાં લક્ષણોના સમૂહ તરીકે પણ સમજી શકાય. પ્રવૃત્તિની કક્ષામાં, લાક્ષણિક મનોદશામાં તેમજ આવેગ-અભિવ્યક્તિની તીવ્રતા અને ગુણ(quality)માં વિવિધ વ્યક્તિઓના સ્વભાવમાં સ્થાયી તફાવતો હોય…

વધુ વાંચો >