ગિરીશ ભટ્ટ

દ્વીપકલ્પ

દ્વીપકલ્પ : ત્રણ બાજુએ જળવિસ્તારથી ઘેરાયેલો ભૂમિભાગ. જે ભૂમિસ્વરૂપ બધી બાજુએ જળથી વીંટળાયેલું હોય તેને બેટ, ટાપુ કે દ્વીપ કહેવાય છે. વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે આવેલો ભારતનો ત્રિકોણાકાર પ્રદેશ એ ભારતીય દ્વીપકલ્પ છે. તેની પૂર્વ બાજુએ બંગાળનો ઉપસાગર, પશ્ચિમ બાજુએ અરબી સમુદ્ર અને દક્ષિણે હિન્દી મહાસાગર આવેલો છે. એ જ રીતે…

વધુ વાંચો >

ધર્મપુરી

ધર્મપુરી : તમિળનાડુ રાજ્યની ઉત્તર સરહદે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : 12° 08´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.. તેની ઉત્તરે આંધ્રપ્રદેશ રાજ્યની સીમા, પૂર્વે વેલ્લોર જિલ્લો તથા તિરુવન્નામલાઈ જિલ્લો, અગ્નિ તરફ વેલ્લુપુરમ્, દક્ષિણે સાલેમ, નૈર્ઋત્યે ઇરોડ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. ધર્મપુરી એ ધર્મપુરી…

વધુ વાંચો >

ધેનકેનાલ

ધેનકેનાલ : પૂર્વ ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારા પર ઓરિસા રાજ્યની મધ્યમાં આવેલ ધેનકેનાલ જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લાનું વહીવટી મથક. ભૌ. સ્થાન : 20° 40’ ઉ. અ. અને 85° 36’ પૂ. રે. ઓરિસામાં વસતી અનેક આદિવાસી જાતિઓ પૈકીની સવારા (સેઓરા કે સોરા) જાતિના મધ્યયુગમાં થઈ ગયેલા કોઈ ધેનકા નામના મુખિયાના…

વધુ વાંચો >

નારનોલ

નારનોલ :  વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાનું શહેર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 03’ ઉ.અ. અને 76° 07’ પૂ.રે.. રાજ્યની છેક દક્ષિણ સરહદ નજીક છલક નદી પર તે આવેલું છે. નારનોલથી 25 કિમી. દૂર ઉત્તર તરફ મહેન્દ્રગઢ આવેલું છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજુબાજુના…

વધુ વાંચો >

નારાયણગંજ

નારાયણગંજ : બાંગ્લાદેશમાં આવેલા ઢાકા જિલ્લાનો વહીવટી વિભાગ અને શહેર. આ વિભાગ 23° 34´ થી 24° 15´ ઉ. અ. અને 90° 27´થી 90° 56´ પૂ. રે.. વચ્ચે આવેલો છે. તે 759.6 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાદેશિક ભૌગોલિક અનુકૂળતાને કારણે વસ્તીનું પ્રમાણ ગીચ છે. દર ચોકિમી. મુજબ લગભગ 575 વ્યક્તિઓ…

વધુ વાંચો >

નાલગોંડા

નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગણા રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મહત્વનું નગર. નગરનું ભૌગોલિક સ્થાન : 17° 03´ ઉ. અ. અને 79° 16´ પૂ. રે.. આ જિલ્લો રાજ્યના પાટનગર હૈદરાબાદથી પૂર્વમાં દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં આવેલો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 14,240 ચોકિમી. છે. તેની દક્ષિણ સરહદે કૃષ્ણા નદી અને મધ્યભાગમાંથી મુસી…

વધુ વાંચો >

નિઝામાબાદ

નિઝામાબાદ : તેલંગણાના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લા-મથક અને શહેર. જિલ્લો : તેનું ભૌગોલિક સ્થાન આશરે 18° 07´થી 19° 07´ ઉ. અ. અને 77° 30´ થી 78° 48´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેલંગણા વિભાગમાં આવેલા આ જિલ્લાની ઉત્તરે રાજ્યનો આદિલાબાદ જિલ્લો, પૂર્વે રાજ્યનો કરીમનગર જિલ્લો, દક્ષિણે રાજ્યનો મેડક જિલ્લો…

વધુ વાંચો >

નૅશવિલે (ડેવિડસન)

નૅશવિલે (ડેવિડસન) : યુ.એસ.ના ટેનેસી રાજ્યનું પાટનગર અને બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 36° 09´ ઉ. અ. અને 86° 47´ પ. રે.. તે રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કંબરલૅન્ડ નદી પર આવેલું છે. આ શહેર ડેવિડસન પ્રાંતનું વહીવટી કેન્દ્ર છે અને રાજ્યના નૈર્ઋત્ય છેડે આવેલા મેમ્ફિસથી 320…

વધુ વાંચો >

પન્ના

પન્ના : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો એક જિલ્લો અને શહેર. જિલ્લો : જિલ્લાનું ક્ષેત્રફળ 7,135 ચોકિમી. અને વસ્તી 10,16,028 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં ઉત્તરપ્રદેશનો બાંદા જિલ્લો, પૂર્વમાં સતના જિલ્લો, અગ્નિમાં કટની, દક્ષિણમાં કટની, નૈર્ઋત્ય અને પશ્ચિમે દમોહ અને વાયવ્યમાં છતરપુર આવેલાં છે. આ જિલ્લાની રચના 1948માં જૂનાં રજવાડાં પન્ના…

વધુ વાંચો >

પલામુ (પાલામાઉ)

પલામુ (પાલામાઉ) : ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 23° 20´ થી 24° 36´ ઉ. અ. અને 83° 20´થી 84° 58´ પૂ. રે. વચ્ચે તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યની સીમા, પૂર્વે ચત્રા, અગ્નિમાં રાંચી, દક્ષિણે લોહરણા અને ગુમલા, નૈર્ઋત્યે છતીસગઢ રાજ્યની સીમા, જ્યારે પશ્ચિમે ગરવા…

વધુ વાંચો >