ગિરીશ ભટ્ટ

ટાન્ઝાનિયા

ટાન્ઝાનિયા : પૂર્વ આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન 6o  00´ દ. અ. અને 35o 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પૂર્વ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર આવેલા ટાંગાનિકા અને હિંદી મહાસાગરના કિનારા નજીક આવેલા ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓના રાજ્યને એકત્ર કરીને 1964ની 26મી એપ્રિલે આ રાજ્યની રચના કરવામાં આવી. સ્થાન :…

વધુ વાંચો >

ટેનેસી

ટેનેસી : યુ.એસ.ના અગ્નિ ભાગમાં આવેલું દેશનું સંલગ્ન રાજ્ય. 35° 10´ ઉત્તર અક્ષાંશ તથા 85° 10´ પશ્ચિમ રેખાંશ આજુબાજુ તે આવેલું છે. તેની ઉત્તરે કેન્ટકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કૅરોલિના, દક્ષિણે જ્યૉર્જિયા, આલાબામા અને મિસિસિપી રાજ્યો તથા પશ્ચિમમાં મિસિસિપી નદી આવેલાં છે. આ નદી આર્કાન્સાસ (Arkansas) અને મિસૂરીને જુદાં પાડે…

વધુ વાંચો >

ટેનેસી નદી

ટેનેસી નદી : અગ્નિ યુ.એસ.નો મુખ્ય જળમાર્ગ. તે હોલસ્ટન અને ફ્રેંચ બ્રૉડ નદીના સંગમથી બને છે. મિસિસિપી અને આલાબામા રાજ્યો ઉપરાંત આ નદી ટેનેસી અને કેન્ટકી રાજ્યોમાંથી પણ વહે છે. પડ્યુકા પાસે તે ઓહાયો નદીને મળે છે. આ નદીનું નામ કદાચ ટેનેસી રાજ્યના નામ  પ્રમાણે ચેરોકી ઇન્ડિયન ગામડા પરથી પડ્યું…

વધુ વાંચો >

ટેમ્સ નદી

ટેમ્સ નદી : ઇંગ્લૅન્ડની સૌથી મહત્વની તથા સૌથી લાંબી નદી. તે દક્ષિણ ઇંગ્લૅન્ડમાં આવેલી છે. દેશના દક્ષિણ ભાગમાં 346 કિમી. સુધી વહીને તે ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી ગ્લુચેસ્ટરશાયરના કાસ્ટ વોલ્ડની પહાડીઓમાંથી અનેક ધારાઓના રૂપે વહે છે. તે નૈર્ઋત્યમાં વહીને આગળ જાય છે. ઑક્સફર્ડ પાસે તેના પ્રવાહની પહોળાઈ આશરે…

વધુ વાંચો >

ટોગો (ટોગોલૅન્ડ)

ટોગો (ટોગોલૅન્ડ) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર. તે લંબાઈમાં મોટો પણ પહોળાઈમાં સાંકડો દેશ છે. તે ઉત્તરે બર્કિના ફાસોથી પૂર્વે બેનિનથી પશ્ચિમે ઘાનાથી તથા દક્ષિણે ગિનીના અખાત સુધી ફેલાયેલો છે. પહેલાં તે ટોગોલૅન્ડ તરીકે ઓળખાતો. તે 6°-15´ ઉ અ. થી 12°-00´ તથા 0° થી 1°40´ પૂ. રે. પર…

વધુ વાંચો >

ડનેત્સ્ક (ડોનેક ઑબ્લાસ્ટ)

ડનેત્સ્ક (ડોનેક ઑબ્લાસ્ટ) : યુક્રેન(ઉક્રેન)નો વહીવટી પ્રદેશ તથા ડોનેત્સ્ક નદીના તટપ્રદેશનું મોટામાં મોટું નગર. ભૌગોલિક સ્થાન : 48o 00´ ઉ. અ. અને 37o 48´ પૂ. રે.. તે યુક્રેન પ્રજાસત્તાકમાં ઉત્તરે આવેલું છે. વહીવટી પ્રદેશની રચના 1938માં થઈ હતી. વિસ્તાર 26,500 ચોકિમી. તથા શહેરી વિસ્તાર 358 ચોકિમી. છે. શહેરની વસ્તી 9,75,959…

વધુ વાંચો >

ડેનમાર્કની સામુદ્રધુની

ડેનમાર્કની સામુદ્રધુની : અંશત: આર્ક્ટિક સર્કલની અંદર આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 67o ઉ. અ. અને 25o પૂ. રે.. તે પશ્ચિમ ગ્રીનલૅન્ડ અને પૂર્વ આઇસલૅન્ડની વચ્ચે આવેલી છે. તેના સૌથી સાંકડા ગાળેથી 290 કિમી. પહોળી છે. ગ્રીનલૅન્ડથી ઍટલાન્ટિકના ખુલ્લા સમુદ્ર સુધીના 330 કિમી. સુધી તે ફેલાયેલી છે. પૂર્વ ગ્રીનલૅન્ડનો ઠંડો…

વધુ વાંચો >

ડેવિસની સામુદ્રધુની

ડેવિસની સામુદ્રધુની : કૅનેડાના ઉત્તર પૂર્વ ભાગ અને ગ્રીનલૅન્ડ વચ્ચે આવેલી સામુદ્રધુની. 64°થી 70° ઉત્તર અક્ષાંશ અને 50°થી 70° પશ્ચિમ રેખાંશ વચ્ચે તે આવેલી છે. તેની ઉત્તરમાં બૅફિન ઉપસાગર, દક્ષિણમાં ઍટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ તરફ બૅફિન ટાપુ અને પૂર્વ બાજુએ ગ્રીનલૅન્ડ આવેલા છે. બૅફિન ટાપુ  અને ગ્રીનલૅન્ડ ડેવિસની સામુદ્રધુની વડે જોડાયેલા…

વધુ વાંચો >

ડોમિનિકન રિપબ્લિક

ડોમિનિકન રિપબ્લિક : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19° ઉ. અક્ષાંશ અને 70° 30´ પ. રેખાંશ પર આવેલું આ  ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને (saona), ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની  લંબાઈ 912…

વધુ વાંચો >

ડોમિનિકા

ડોમિનિકા : કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો  ટાપુ અને સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 15° 30´ ઉ. અ. અને 61° 20´ પ. રે..  વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું  રક્ષિત રાજ્ય હતું. હાલ રાષ્ટ્રકુટુંબનો સદસ્ય દેશ છે. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર…

વધુ વાંચો >