ગિરીશભાઈ પંડ્યા
બૈરૂત
બૈરૂત : લેબેનોન પ્રજાસત્તાકનું પાટનગર તથા મુખ્ય શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 34° 00´ ઉ. અ. અને 35° 40´ પૂ. રે. તે પશ્ચિમ લેબેનોનના મધ્ય ભાગમાં, દમાસ્કસથી આશરે 145 કિમી. દૂર વાયવ્યમાં, ભૂમધ્ય સમુદ્રને કિનારે સેન્ટ જ્યૉર્જના ઉપસાગર પર આવેલું છે. બૈરૂત લેબેનોનનું મુખ્ય વાણિજ્યકેન્દ્ર તથા સાંસ્કૃતિક મથક પણ…
વધુ વાંચો >બોકારો
બોકારો : બિહાર રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 23° 51´ ઉ. અ. અને 86° 02´ પૂ. રે. આજુબાજુનો 3,342.6 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બિહાર રાજ્યના છોટાનાગપુર ઉપવિભાગમાં આવેલો છે. તેની ઉત્તરે હઝારીબાગ, ગિરિદિહ અને ધનબાદ જિલ્લા; ઈશાન અને પૂર્વ…
વધુ વાંચો >બૉક્સાઇટ
બૉક્સાઇટ (bauxite) ઍલ્યુમિનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનિજ. દક્ષિણ ફ્રાંસમાં આવેલ લા બૉક્સમાંથી મળતા લાલ, અપ્રત્યાસ્થ (nonplastic), માટી જેવા પદાર્થનું 1821માં બર્થિયરે સૌપ્રથમ પૃથક્કરણ કર્યું હતું. 1845–47ના અરસામાં ડૂફ્રેનોઈએ તેને બૉક્ઝાઇટ (bauxite) નામ આપેલું. 1861માં સેંટ-ક્લેર ડુહવીલે તેને સુધારીને હાલ પ્રચલિત બૉક્સાઇટ નામ આપ્યું હતું. તે સજલ (hydrous) ઍલ્યુમિના, ખાસ કરીને…
વધુ વાંચો >બોગરા
બોગરા : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલા બોગરા જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 24° 51’ ઉ. અ. અને 89° 22’ પૂ. રે. જૂનું નામ બાગુરા. તે જમુના (બ્રહ્મપુત્રનો વિભાગ) નદીની શાખા કરતોયાના પશ્ચિમ કાંઠે વસેલું છે. બોગરા સડક તેમજ રેલમાર્ગનું અગત્યનું મથક હોઈ ગંગા-જમુના વચ્ચેના દક્ષિણ બારિંદ વિભાગ માટેનું વાણિજ્યનું કેન્દ્ર…
વધુ વાંચો >બૉગ લોહખનિજ
બૉગ લોહખનિજ (bog-iron ore) : જલયુક્ત લોહધાતુખનિજ અથવા લિમોનાઇટનો મૃદુ છિદ્રાળુ પ્રકાર. પ્રાપ્તિસ્થિતિની ર્દષ્ટિએ તે મોટેભાગે પંકસરોવરો કે ખાડાઓમાં રેતીવાળી સપાટી પર પડ સ્વરૂપે કે નરમ ગઠ્ઠાને સ્વરૂપે જમાવટ પામેલો જોવા મળે છે. તેની સાથે મૅંગેનીઝ ધાતુખનિજોનાં પડ અને ચૂનાયુક્ત દ્રવ્ય પણ રહેલાં હોય છે. આ પ્રકારના નિક્ષેપોમાં શુદ્ધ લોહપ્રમાણ…
વધુ વાંચો >બોગોટા
બોગોટા : દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 40´ ઉ. અ. અને 74° 0´ પ. રે. તે મધ્ય કોલંબિયામાંથી પસાર થતી ઍન્ડીઝ પર્વતમાળાના ઉચ્ચપ્રદેશ પર આશરે 2,640 મીટરની ઊંચાઈએ આવેલું છે. આજુબાજુ પથરાયેલા ઉગ્ર ઢોળાવવાળા પર્વતો શહેરને રક્ષણ આપે છે તેમજ અનેરું પ્રાકૃતિક…
વધુ વાંચો >બોજ-બીબાં
બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…
વધુ વાંચો >બોટાની બે
બોટાની બે : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પૂર્વ કિનારે સિડનીથી દક્ષિણે 8થી 10 કિમી. અંતરે આવેલ પેસિફિક મહાસાગરનો ગોળાકાર ફાંટો. તેની ગોળાઈનો વ્યાસ 8 કિમી. જેટલો છે અને તેના પ્રવેશસ્થાન પર તે 1.6 કિમી. જેટલો પહોળો છે. અહીં જ્યૉર્જિસ નદીનું મુખ આવેલું છે. યુરોપિયનોના ઉતરાણનું આ પ્રથમ સ્થળ ગણાય…
વધુ વાંચો >બોડિનેજ
બોડિનેજ (boudinage) : તણાવનાં બળો દ્વારા ખડકસ્તર કે ખનિજશિરામાં ઉદભવતી ગૌણ સંરચના. મૂળ ફ્રેંચ શબ્દ ‘બૉડિન’ અથવા ‘સૉસેજ’ એટલે દબાયેલા ફુગ્ગા કે વાંકડિયા વાળ કે હારબંધ ગોઠવેલા ઓશીકાના દેખાવને સમકક્ષ રચના માટે ‘બૉડિનેજ’ શબ્દ પ્રયોજાય છે. કોઈ પણ ર્દઢ કે સખત સ્તર તેની સ્તરસપાટી પર બે બાજુએથી તણાવનાં બળો દ્વારા…
વધુ વાંચો >બોત્સવાના
બોત્સવાના : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં મધ્યમાં આવેલો દેશ. સત્તાવાર નામ બોત્સવાનાનું પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 17o 50´થી 27o 0´ દ. અ. અને 20# 00´થી 29# 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 5,81,730 ચોકિમી. જેટલું છે, ઉત્તર–દક્ષિણ અંતર 1,006 કિમી. અને પૂર્વ–પશ્ચિમ અંતર 950 કિમી. છે.…
વધુ વાંચો >