ગિરીશભાઈ પંડ્યા

અંતર્ભેદિત અગ્નિકૃત ખડકો

અંતર્ભેદિત અગ્નિકૃત ખડકો (instrusive igneous rocks) : મૅગ્માજન્ય અંતર્ભેદનો દ્વારા પોપડાના જુદા જુદા વિસ્તારોમાં અસ્તિત્વમાં આવતા ખડકો. મુખ્યત્વે કોઈ પણ પ્રકારના અંત:કૃત ખડકો કે ભૂમધ્યકૃત ખડકોનો આ શીર્ષક હેઠળ સમાવેશ થાય છે. ગ્રૅનાઇટ, સાયનાઇટ, ગ્રૅનોડાયોરાઇટ, ડાયોરાઇટ, ગેબ્બ્રો, પેગ્મેટાઇટ, ડોલેરાઇટ, ગ્રૅનોફાયર, લેમ્પ્રોફાયર્સ તથા અલ્ટ્રાબેઝિક ખડકો એનાં ઉદાહરણો છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

અંત:કૃત ખડકો

અંત:કૃત ખડકો (Plutonic rocks) : અગ્નિકૃત ખડકોનો એક પ્રકાર. પોપડાની અંદર વધુ ઊંડાઈએ મૅગ્મામાંથી તૈયાર થતા અંતર્ભેદિત ખડકો. અગ્નિકૃત ખડકોનો આ પ્રકાર ભૂગર્ભમાં મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમ્યાન થતા સ્ફટિકીકરણથી તૈયાર થયેલા ખનિજ-સ્ફટિકોનો બનેલો હોય છે. સ્ફટિકીકરણની આ ક્રિયા ખૂબ જ ઊંડાઈએ ઊંચા તાપમાને વાયુઓ તેમજ બાષ્પની હાજરીમાં અત્યંત ઉગ્ર…

વધુ વાંચો >

અંતિમ હિમ-અશ્માવલિ

અંતિમ હિમ–અશ્માવલિ (terminal moraine) : હિમનદીના અંતિમ ભાગમાં તેની વહનક્રિયા દ્વારા એકત્રિત થયેલો વિભાજિત ખડક-ટુકડાઓનો ઢગ. હિમનદીના માર્ગની આડે, તેના પૂરા થતા છેક છેડાના પટ પર, જ્યાંથી બરફ પીગળીને પાણી સ્વરૂપે આગળ વહી જાય, એવી હિમનદીની પીગળતી જતી સ્થિર કિનારી પર, ખેંચાઈ આવેલો ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થઈને ઢગ સ્વરૂપે પથરાય…

વધુ વાંચો >

આગંતુક ખડક

આગંતુક ખડક (xenolith) : અભ્યાગત ખડકટુકડા. અગ્નિકૃત ખડકની અંદર સમાવિષ્ટ થયેલા હોય, પણ સહઉત્પત્તિજન્ય ન હોય એવા ખડકટુકડાઓ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. એક રીતે જોતાં, અગ્નિકૃત ખડકોમાં કણરચનાની વિષમાંગતા અજાણ્યા ખડકટુકડાઓના પ્રવેશથી ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ માટે જુદાં જુદાં કારણો હોઈ શકે. જેમ કે, બેથોલિથ,…

વધુ વાંચો >

આગાના

આગાના : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ગુઆમ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 144° 45´ પૂ. રે. આ ટાપુ યુ. એસ.ના વર્ચસ હેઠળ છે. તે ગુઆમ ટાપુના પશ્ચિમ કિનારા પર મધ્યમાં આવેલું છે. 194૦માં 1૦,૦૦૦ની વસ્તી ધરાવતું આગાના બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુદ્ધ બાદ…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયા

આગ્નેય પ્રક્રિયા (igneous activity) : મૅગ્મા કે લાવાની મોટા પાયા પરની અંતર્ભેદન કે પ્રસ્ફુટનની પ્રક્રિયા. પૃથ્વીના પેટાળમાં સંજોગો અનુસાર મૅગ્મા ઉત્પન્ન થાય છે, જે જુદાં જુદાં કારણોથી પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે. જો તે પોપડાના ખડકોમાં પ્રવેશ પામી ઠરે તો વિવિધ અંતર્ભેદકો રચે છે અને લાવારૂપે બહાર આવે તો…

વધુ વાંચો >

આઘાત આકૃતિ

આઘાત આકૃતિ (percussion figure) : ખનિજ પર આઘાત આપીને મેળવાતી તારક આકૃતિઓ. પોલાદનું બુઠ્ઠી અણીવાળું ઓજાર (punch) સંભેદિત પડરચનાવાળાં કેટલાંક ખનિજોની છૂટી પાડેલી માફકસરની પાતળી તકતીઓ (cleaved plates) પર મૂકીને આછો ફટકો મારવાથી ત્રણ, ચાર કે છ રેખીય વિકેન્દ્રિત કિરણ જેવી તારક આકૃતિઓ ઉત્પન્ન થતી હોય છે. આ પદ્ધતિ અખત્યાર…

વધુ વાંચો >

આમાન

આમાન (અમાન) : જૉર્ડનનું પાટનગર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 320 ૦૦´ ઉ. અ. અને 360 ૦૦´ પૂ. રે.. તે મૃત સમુદ્રથી ઈશાનમાં 40 કિમી.ને અંતરે જૉર્ડનના ઉત્તર ભાગમાં, જબલ અજલૂન પર્વતોની પૂર્વ સરહદે વસેલું છે. આ શહેરની મોટા ભાગની ઇમારતો ટેકરીઓ પર આવેલી છે. શહેરના મુખ્ય માર્ગ…

વધુ વાંચો >

આયરિશ સમુદ્ર

આયરિશ સમુદ્ર : યુરોપ ખંડના વાયવ્ય ભાગમાં આવેલો ઉત્તર ઍટલાંટિક મહાસાગરનો ફાંટો. તે આશરે 52 0થી 55 0 ઉ. અ. અને 30થી 60 પ. રે. વચ્ચેનો લગભગ 1  લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્ર આશરે 210  કિમી. લાંબો, તેના પહોળા ભાગમાં 240  કિમી. પહોળો અને સરેરાશ 60 …

વધુ વાંચો >

આયર્સ રૉક

આયર્સ રૉક : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલી વિશાળ કદની ખડક વિવૃતિ. તે એલિસ સ્પ્રિંગ્ઝથી નૈર્ઋત્યમાં આશરે 450  કિમી.ને અંતરે રેતીના ઢૂવાથી બનેલાં મેદાનોમાં આવેલી છે. અહીંની તળભૂમિથી તેની ઊંચાઈ 335  મીટર જેટલી છે, પરંતુ સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 867  મીટરની છે. તેની લંબાઈ 2.4 કિમી.થી વધુ અને પહોળાઈ 1.6  કિમી. જેટલી…

વધુ વાંચો >