ગિરીશભાઈ પંડ્યા

આંતરફલક કોણ, આંતરફલક કોણની નિત્યતાનો નિયમ

આંતરફલક કોણ, આંતરફલક કોણની નિત્યતાનો નિયમ (Interfacial Angle, Law of Constancy of Interfacial Angles) : સ્ફટિક(crystal)ના કોઈ પણ બે ફલકો વચ્ચેનો કોણ તથા તેની નિત્યતાનો નિયમ. સ્ફટિકના ફલકો પૈકી પાસપાસેના બે કે કોઈ પણ બે ફલક પર અંદર તરફ દોરેલા લંબ વચ્ચેનો ખૂણો આંતરફલક કોણ કહેવાય છે. આંતરફલક કોણ ઘનકોણમાપક…

વધુ વાંચો >

આંતરવિકાસ કણરચના

આંતરવિકાસ કણરચના (intergrowth texture) : કણરચનાનો એક પ્રકાર. તેમાં બે ખનિજોની અરસપરસ થયેલી ગૂંથણીનું માળખું જોવા મળે છે. મૅગ્માના ઘનીભવન દરમિયાન જુદાં જુદાં ખનિજ દ્રવ્યોના સહસ્ફટિકીભવન(eutectic crystallisation)ને કારણે ઉત્પન્ન થતી સ્ફટિકોની આંતરગૂંથણીભરી સ્થિતિની કણરચના માટે આ પર્યાય વપરાય છે. પર્થાઇટ આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે (જુઓ પર્થાઇટ). ગ્રાફિક, માઇક્રોગ્રાફિક, માઇક્રોપૅગ્મૅટાઇટિક…

વધુ વાંચો >

આંશિક વિવૃતિ

આંશિક વિવૃતિ (Outrop) : સ્તર, સ્તરો કે તળખડકનો તેની ઉપર રહેલા શિલાચૂર્ણ (debris) કે જમીનજથ્થાના આવરણમાંથી ખુલ્લો થઈને દેખાતો ભાગ. ભૂપૃષ્ઠ પર બધે જ ખડકો ખુલ્લી સ્થિતિમાં મળતા હોતા નથી. તે ઘણી વાર જાડા કે પાતળા શિલાચૂર્ણજથ્થાથી, કાંપમય આવરણથી કે જમીનોથી ઢંકાયેલા હોય છે. અમુક ફળદ્રૂપ વિસ્તારોમાં તો કાંપ કે…

વધુ વાંચો >

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો

ઇગ્નિમ્બ્રાઇટ ખડકો (ignimbrites) : ઝારણભૂત ટફખડકો. લાવા-પ્રવાહોની જેમ વિસ્તૃત પટમાં પથરાયેલ ઘનિષ્ઠ, દળદાર, રેણ પામેલા સિલિકાયુક્ત, સુવિકસિત, પ્રિઝમેટિક, સાંધાવાળા જ્વાળામુખીજન્ય ખડકો. ઇગ્નિમ્બ્રાઇટનો આવો થર ન્યૂઝીલૅન્ડના નૉર્થ ટાપુના મધ્ય ભાગમાં બહોળા વિસ્તારને આવરી લે છે. મહદ્અંશે કાચનાં ઠીકરાં(shards)નો બનેલો આ ખડક મુખ્યત્વે સૂક્ષ્મ દાણાદાર રહાયોલાઇટિક-ટફ હોય છે; જેમાં ફેલ્સ્પાર, ક્વાર્ટ્ઝ અને…

વધુ વાંચો >

ઇજોલાઇટ

ઇજોલાઇટ (Ijolite) : અંત:કૃત અગ્નિકૃત ખડકો પૈકીનો આલ્કલી સાયનાઇટનો લાક્ષણિક ખડક-પ્રકાર. ફેલ્સ્પેથોઇડ સાયનાઇટનો સમાનાર્થી પર્યાય. સાયનાઇટ ખડકોને બે મુખ્ય સમૂહોમાં વિભાજિત કરેલા છે : (1) ફેલ્સ્પાર અને ફેલ્સ્પેથોઇડવાળા સાયનાઇટ અને (2) ફેલ્સ્પાર રહિત સાયનાઇટ. શાન્ડે આ બીજા સમૂહ માટે સાયનોઇડ નામ સૂચવ્યું છે. સાયનોઇડ સમૂહમાં આ ખડક માત્ર ફેલ્સ્પેથોઇડનો જ,…

વધુ વાંચો >

ઇટાવાહ (જિલ્લો)

ઇટાવાહ (જિલ્લો) : ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 25´ થી  27o 00´ ઉ. અ. અને 78o 45´ થી 79o 45´ પૂ. રે. વચ્ચેનો 4,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો અલ્લાહાબાદ વિભાગના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે મૈનપુરી અને ફારૂખાબાદ, પૂર્વમાં ઔરાયા,…

વધુ વાંચો >

ઇડુક્કી

ઇડુક્કી : કેરળ રાજ્યનો સૌથી મોટો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9o 15´થી 10o 21´ ઉ. અ. અને 76o 47´થી 77o 25´ પૂ. રે. વચ્ચેનો 4358 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ તમિળનાડુ રાજ્ય, દક્ષિણે પથનમથિટ્ટા, પશ્ચિમે કોટ્ટાયમ્ અને એર્નાકુલમ્ તથા વાયવ્યમાં ત્રિચુર જિલ્લો આવેલો…

વધુ વાંચો >

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ

ઇન્ડિયન બ્યૂરો ઑવ્ માઇન્સ (IBM) : ભારત સરકારના પોલાદ અને ખાણખાતાના ખાણ અને ખનિજવિભાગની એક વૈજ્ઞાનિક અને ટૅકનિકલ સંસ્થા. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તેમજ અણુખનિજો અને કેટલાંક ગૌણ ખનિજો સિવાયની ભારતીય ખનિજ-સંપત્તિના આરક્ષણ તેમજ વૈજ્ઞાનિક વિકાસને વેગ આપવાની આ સંસ્થાની જવાબદારી છે. ખાણોની તપાસ રાખવી, ખાણકાર્યને લગતો અભ્યાસ કરવો,…

વધુ વાંચો >

ઇન્ડોબ્રહ્મ નદી

ઇન્ડોબ્રહ્મ નદી (શિવાલિક નદી) : સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રની પ્રાચીન માતૃનદી. તૃતીય ભૂસ્તરયુગ(Tertiary Period)ના અંતિમ ચરણથી માંડીને આજ સુધીમાં ઉત્તર ભારતની મુખ્ય જળપરિવાહરચનામાં ઘણા અને મોટા પાયા પરના ફેરફારો થયેલા છે. આ ફેરફારોએ ઉત્તર ભારતની નદીઓનાં વહેણોને વિપરીત કરી મૂક્યાં છે. આસામથી કુમાઉં અને પંજાબ થઈને સિંધ સુધીનો હિમાલયનો તળેટી…

વધુ વાંચો >

ઇલાઇટ

ઇલાઇટ (Illite) : મૃણ્મય નિક્ષેપો સ્વરૂપે વિપુલ પ્રમાણમાં મળી આવતાં મૃદ્-ખનિજોનો સમૂહ. આ ખનિજો જલીય અબરખ પ્રકારનાં હોય છે. આ મૃદ્-ખનિજો મસ્કોવાઇટ અને મૉન્ટોમોરિલોનાઇટ વચ્ચેનું બંધારણ ધરાવતાં હોય છે. તે પૈકીનાં ઘણાં અબરખના આંતરપડવાળાં અને મૉન્ટોમોરિલોનાઇટનાં બનેલાં હોય છે. ઇલાઇટ સમૂહમાં ઇલાઇટ, જલીય અબરખ અને કદાચ ગ્લોકોનાઇટનો પણ સમાવેશ થાય…

વધુ વાંચો >