ગિરીશભાઈ પંડ્યા
હરિકેન
હરિકેન : આશરે 320 કિમી.થી માંડીને 480 કિમી.નો વ્યાસ ધરાવતું, ઘૂમરાતું પ્રચંડ વાવાઝોડું. આ પ્રકારનાં વાવાઝોડાં સામાન્ય રીતે ઍટલૅન્ટિક અને પૅસિફિક મહાસાગરમાં અવારનવાર ઉદભવતાં રહે છે. તેમના ફૂંકાવાનો વેગ તેમના કેન્દ્ર ભાગ નજીક 120 કિમી./કલાકનો હોય છે. ક્યારેક ક્યારેક આ વિસ્તારોમાં ઉત્પન્ન થતાં હરિકેનથી જાનમાલને મોટા પાયા પર નુકસાન થતું…
વધુ વાંચો >હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)
હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં…
વધુ વાંચો >હરિયાણા
હરિયાણા : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 27° 35´થી 30° 55´ ઉ. અ. અને 74° 20´થી 77° 40´ પૂ. રે. વચ્ચેનો 44,212 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વ તરફ દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને…
વધુ વાંચો >હર્ક્યુલેનિયમ
હર્ક્યુલેનિયમ : ઇટાલીમાં આવેલું રોમન સંસ્કૃતિ ધરાવતું એક વખતનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 40° 50´ ઉ. અ. અને 14° 15´ પૂ. રે.. પૉમ્પી અને સ્ટૅબ્યાની જેમ આ શહેર પણ ઈ. સ. 79માં વિસુવિયસના જ્વાળામુખી પ્રસ્ફુટન દ્રવ્ય ખડકાવાથી દટાઈ ગયેલું. જે પંક અને લાવા હેઠળ હર્ક્યુલેનિયમ દટાઈ ગયું, તેની નીચે…
વધુ વાંચો >હર્બિન (Harbin) (પિન્કિયાંગ)
હર્બિન (Harbin) (પિન્કિયાંગ) : ચીનનાં મોટાં શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 45´ ઉ. અ. અને 126° 41´ પૂ. રે.. તે ઈશાન ચીનના હિલાંગજિયાંગ પ્રાંતનું, સુંગારી નદી પર આવેલું પાટનગર તથા નદીબંદર છે. આ શહેર હર્બિન અથવા પિન્કિયાંગ નામથી પણ ઓળખાય છે. હર્બિન આ વિસ્તારનું મહત્વનું રેલમાર્ગોનું કેન્દ્ર પણ…
વધુ વાંચો >હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny)
હર્સિનિયન ગિરિનિર્માણ (Hercynian Orogeny) : પશ્ચ-કાર્બોનિફેરસ ગિરિનિર્માણક્રિયા. કાર્બોપર્મિયન ભૂસંચલન-ઘટના. કાર્બોનિફેરસ કાળના અંતિમ ચરણ વખતે મોટા પાયા પર શરૂ થઈને પર્મિયનના મધ્યકાળ વખતે સમાપ્ત થયેલી, પર્વતમાળાઓનું નિર્માણ કરતી, પૃથ્વીના પોપડામાં થયેલી પ્રચંડ હલનચલનની ઘટના. મુખ્યત્વે કરીને વાયવ્ય યુરોપ, યુરોપીય રશિયા તેમજ ઉત્તર અમેરિકાના ભૂપૃષ્ઠમાં થયેલાં ઘણાં અગત્યનાં ભૂસંચલનોની ક્રમિક શ્રેણીઓ દ્વારા…
વધુ વાંચો >હલ (Hull) (2)
હલ (Hull) (2) : કૅનેડાના ક્વિબેક પ્રાંતના નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 26´ ઉ. અ. અને 75° 43´ પ. રે. તે ઑન્ટેરિયોના ઓટાવાની સામેના ભાગમાં ઓટાવા નદીના ઉત્તર કાંઠે વસેલું છે. હલ : ઓટાવા નદી 19મી સદીમાં તે લાકડાના પીઠાની વસાહત તરીકે વસેલું અને ઇંગ્લૅન્ડના હલ પરથી…
વધુ વાંચો >હવાઈ ટાપુઓ
હવાઈ ટાપુઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલું યુ.એસ.નું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 19° થી 20° ઉ. અ. અને 155° થી 156° પ. રે.ની આજુબાજુનો આશરે 16,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. યુ.એસ.નું આ એકમાત્ર એવું રાજ્ય છે, જે યુ.એસ.ની મુખ્ય ભૂમિ પર નથી. તે ઉત્તર પૅસિફિકના મધ્યભાગમાં કુલ…
વધુ વાંચો >હવાના
હવાના : ક્યુબાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : તે 23° 08´ ઉ. અ. અને 82° 22´ પ. રે. પરનો આશરે 740 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ક્યુબાના વાયવ્ય કિનારા પર આવેલું છે. સ્પેનિશ ભાષામાં તેનું નામ લા હબાના છે. વસ્તી : 22,01,610 (2002).…
વધુ વાંચો >હસન
હસન : કર્ણાટક રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 12° 31´થી 13° 33´ ઉ. અ. અને 75° 33´થી 76° 38´ પૂ. રે. વચ્ચેનો 6,814 ચોકિમી. હસન જિલ્લો જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો 3.55 %…
વધુ વાંચો >