ગિરીશભાઈ પંડ્યા

સારંગપુર

સારંગપુર : છત્તીસગઢના રાજગઢ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 34´ ઉ. અ. અને 76° 28´ પૂ. રે. પર તે કાલી સિંધ નદીની પૂર્વમાં પ્રાચીન જગા પર આવેલું છે. અહીં સંખ્યાબંધ હિન્દુ તેમજ જૈન ખંડિયેરો જોવા મળે છે, તેમાં બારમી સદીનું એક જૈન બાવલું પણ છે. તેરમી સદીમાં તેનું…

વધુ વાંચો >

સારાગોસા (ઝારાગોઝા)

સારાગોસા (ઝારાગોઝા) : સ્પેનના ઈશાન ભાગમાં આવેલું ઔદ્યોગિક તથા વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 41° 40° ઉ. અ. અને 0° 55´ પ. રે.. આ શહેરમાં ધાતુકામના અને રાસાયણિક એકમો, ખાંડનાં શુદ્ધીકરણનાં તથા વીજસાધનો, કૃષિયંત્રસામગ્રી અને રાચરચીલાનાં કારખાનાં આવેલાં છે. સારાગોસાનો મધ્યભાગ પ્રાચીન સમયનો છે. ત્યાં ગીચ વસ્તી ધરાવતી શેરીઓ તેમજ ખંડિયેર…

વધુ વાંચો >

સારાજેવો

સારાજેવો : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક પૈકીના એક બૉસ્નિયા-હર્સગોવિના પ્રજાસત્તાકનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 43° 52´ ઉ. અ. અને 18° 25´ પૂ. રે. પર બોસ્ના નદીને જમણે કાંઠે વસેલું છે. આ સ્થળ વિશેષે કરીને તો તેની મસ્જિદો, ગાલીચા અને ચાંદીના અલંકારો માટે જાણીતું છે. અહીં ઇજનેરી, સિરેમિક્સ, પીણાં અને રસાયણોના…

વધુ વાંચો >

સારિસ્કા વન્યજીવન અભયારણ્ય

સારિસ્કા વન્યજીવન અભયારણ્ય : રાજસ્થાનના અલ્વર જિલ્લામાં સારિસ્કા જંગલમાં આવેલું અભયારણ્ય. આ અભયારણ્ય 1955માં સ્થાપવામાં આવેલું છે. તેનો કુલ વિસ્તાર 492 ચોકિમી. જેટલો છે. અહીંની ટેકરીઓના વેરાન ઢોળાવોના નીચેના ભાગો પર તથા નજીકની ઊંડી, સાંકડી ખીણોમાં બાવળનાં જંગલો જ્યારે નદીકિનારાના ભાગોમાં વાંસનાં ઝુંડ જોવા મળે છે. વન્યજીવનમાં વિચરતાં મુખ્ય પ્રાણીઓમાં…

વધુ વાંચો >

સારીકોલ હારમાળા (Saryakol Range)

સારીકોલ હારમાળા (Saryakol Range) : તાજિકિસ્તાન અને ચીનની સરહદ પર આવેલી હારમાળા. ભૌગોલિક સ્થાન : 38° 00´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.. પૂર્વ પામીર વિભાગમાં આવેલી આ હારમાળા પૂર્વની કાશગર (મુસ્તાઘ-અતા) હારમાળાને સમાંતર ચાલી જાય છે. તેની લંબાઈ ઉત્તરમાં માર્કાંશું નદીખીણથી દક્ષિણમાં બીડ ઘાટ સુધી 350 કિમી. જેટલી…

વધુ વાંચો >

સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર

સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર : ઉત્તર આટલાંટિક મહાસાગરમાં આવેલો અનિયમિત અંડાકારનો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 20°થી 40° ઉ. અ. અને 35°થી 75° પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્રનો મધ્યભાગ કૅનેરી ટાપુઓથી પશ્ચિમે આશરે 3,200 કિમી.ને અંતરે આવેલો છે. આ સમુદ્રને આજુબાજુના ખુલ્લા મહાસાગરથી અલગ પાડતી કોઈ…

વધુ વાંચો >

સાર્ડિનિયા (સામ્રાજ્ય)

સાર્ડિનિયા (સામ્રાજ્ય) : સંયુક્ત ઇટાલીનું એક વખતનું સામ્રાજ્ય તથા મધ્યસ્થ સ્થળ. ભૌગોલિક સ્થાન : 38° 45´ થી 41° 15´ ઉ. અ. અને 8° 15´થી 9° 45´ પૂ. રે. 1720માં જ્યારે આ સામ્રાજ્ય સ્થપાયું ત્યારે ઍઓસ્ટા, ફેનિસ્ટ્રેલ, પિનેરોલો અને સૅલ્યુઝ્ઝોના આલ્પાઇન દુર્ગો તેમજ માર્ક્વિસ-શાસિત મૉન્ટફેરાટ સહિત સાર્ડિનિયાના ટાપુ સાથેની સૅવૉયની જાગીરને…

વધુ વાંચો >

સાર્ડિસ (Sardis)

સાર્ડિસ (Sardis) : ટર્કીના આજના ઇઝમીર નજીક આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : અંદાજે 38° 30´ ઉ. અ. અને 27° 15´ પૂ. રે.. અગાઉના સમયમાં તે લીડિયાના સામ્રાજ્યનું પાટનગર હતું. સાર્ડિસમાંથી મળી આવતા જૂનામાં જૂના અવશેષો ઈ. પૂ. 1300ના હોવાનું જણાય છે, તેમ છતાં આ શહેર તેથી પણ વધુ જૂનું…

વધુ વાંચો >

સાર્ડોનિક્સ (Sardonyx)

સાર્ડોનિક્સ (Sardonyx) : સિલિકા (SiO2) બંધારણવાળો ખનિજ-પ્રકાર. ક્વાર્ટઝ ખનિજનું સૂક્ષ્મ દાણાદાર સ્વરૂપ. સિલિકા ખનિજ-સમૂહમાં આવતા પટ્ટાદાર કૅલ્શિડૉનીની એક જાત. ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાતું અર્ધકીમતી ખનિજ. કૅલ્શિડૉનીની જે વિવિધ જાતો મળે છે તે પૈકીની શ્વેત કે કાળા રંગની પશ્ર્ચાદ્ભૂમાં જ્યારે પીળાશ પડતી, લાલાશ પડતી કે કેસરી ઝાંયવાળી કથ્થાઈ પટ્ટીરચનાઓ હોય ત્યારે…

વધુ વાંચો >

સાલ (ટાપુ)

સાલ (ટાપુ) : આટલાન્ટિક મહાસાગરમાં, આફ્રિકાના પશ્ચિમ કાંઠાથી આશરે 640 કિમી. દૂર કૅપ વર્ડેના ઈશાન છેડે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 16° 45´ ઉ. અ. અને 22° 55´ પ. રે.ની આજુબાજુનો 216 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના પરનું વધુમાં વધુ ઊંચાઈનું સ્થળ 406 મીટર જેટલું છે. તેનું…

વધુ વાંચો >