સાલ (ટાપુ) : આટલાન્ટિક મહાસાગરમાં, આફ્રિકાના પશ્ચિમ કાંઠાથી આશરે 640 કિમી. દૂર કૅપ વર્ડેના ઈશાન છેડે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 16° 45´ ઉ. અ. અને 22° 55´ પ. રે.ની આજુબાજુનો 216 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના પરનું વધુમાં વધુ ઊંચાઈનું સ્થળ 406 મીટર જેટલું છે. તેનું પોર્ટુગીઝ નામ ‘ઇલ્હા દો સાલ’ છે.

આ ટાપુ ત્યાંના મુખ્ય નગર સાન્ટા મારિયા અને પેદ્રા લુમ નજીક આવેલા મીઠાના અગરો માટે જાણીતો છે. 1949થી અહીં એસ્પાર્ગો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કાર્યરત છે. વસ્તી : 7,715 (1990).

ગિરીશભાઈ પંડ્યા