ગિરીશભાઈ પંડ્યા

સાના

સાના : યેમેનનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 23´ ઉ. અ. અને 44° 12´ પૂ. રે.. તે દેશના પશ્ચિમ ભાગમાં પહાડી વિસ્તારના ફળદ્રૂપ ભૂમિભાગમાં આવેલું છે. આ શહેર યેમેનનું આર્થિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક મથક છે. અહીંની આબોહવા રણ-પ્રકારની છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 13.9°…

વધુ વાંચો >

સાન્ટા ઍના

સાન્ટા ઍના : મધ્ય અમેરિકામાં આવેલા અલ સાલ્વાડોરનું સાન્ટા ઍના વહીવટી વિભાગનું, એ જ નામ ધરાવતું, બીજા ક્રમે આવતું મોટું શહેર. તે અલ સાલ્વાડોરથી 55 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 59´ ઉ. અ. અને 79° 31´ પ. રે.. આબોહવા : અલ સાલ્વાડોર વિષુવવૃત્ત નજીક આવેલું હોવા છતાં…

વધુ વાંચો >

સાન્ટા ફે

સાન્ટા ફે (1) : આર્જેન્ટિનાની મધ્યમાં પૂર્વભાગમાં આવેલો પ્રાંત, તથા તે જ નામ ધરાવતું શહેર, વાણિજ્યમથક અને નૌકામથક. ભૌગોલિક સ્થાન : 31° 38´ દ. અ. અને 60° 42´ પ. રે.. તે પારાના નદીના પશ્ચિમ કાંઠે સલાડો તેમજ સલાડિલો ડુલ્કા નદીના સંગમ પર વસેલું છે. તે સાન્ટા ફે પ્રાંતનું પાટનગર પણ…

વધુ વાંચો >

સાન્ટા માર્ટા

સાન્ટા માર્ટા : કોલંબિયાના ઉત્તર છેડા નજીક આવેલું મૅગ્ડેલેના રાજ્યનું પાટનગર તથા દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 11° 15´ ઉ. અ. અને 74° 13´ પ. રે.. આ બંદરના પીઠપ્રદેશમાં કેળાંની ખેતી મોટા પાયા પર થતી હોવાથી આ શહેર કેળાંની હેરફેર માટે અગત્યનું જહાજી મથક બની રહેલું છે. વર્ષો પહેલાં આ…

વધુ વાંચો >

સાન્ટિયાગો (2)

સાન્ટિયાગો (2) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ડોમિનિકન પ્રજાસત્તાકનું  સાન્ટો ડોમિન્યો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 19° 27´ ઉ. અ. અને 70° 42´ પ. રે.ની આજુબાજુનો 2,836 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. શહેરનું આખું નામ સાન્ટિયાગો દ લૉસ કૅબેલેરૉસ છે. તે દેશના ઉત્તર ભાગમાં આવેલી યાક્…

વધુ વાંચો >

સાન્ટિયાગો દ ક્યૂબા

સાન્ટિયાગો દ ક્યૂબા : ક્યૂબાના અગ્નિકાંઠા પરની સિયેરા મેસ્ટ્રાની તળેટીમાં આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : તે 20° 05´ ઉ. અ. અને 75° 55´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,343 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે હવાનાથી અગ્નિદિશામાં 740 કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળ ક્યૂબાના ખાણઉદ્યોગના મથક તરીકે તથા લોખંડ,…

વધુ વાંચો >

સાન્ટોસ

સાન્ટોસ : બ્રાઝિલનું મુખ્ય બંદરી શહેર. ભૌગોલિક સ્થાન : તે 23° 57´ દ. અ. અને 46° 20´ પ. રે. પર આવેલું છે. તે સાઓ પાવલો જેવા મોટા શહેરથી આશરે 40 કિમી.ને અંતરે બ્રાઝિલના અગ્નિ તરફના મહાસાગરના કાંઠે આવેલું છે. સાન્ટોસ નાના ટાપુ પર બાંધવામાં આવેલું છે તથા તેને મુખ્ય ભૂમિ…

વધુ વાંચો >

સાપોરો

સાપોરો : જાપાનના સૌથી ઉત્તર તરફના ટાપુ હોકાઈડોનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 43° 03´ ઉ. અ. અને 141° 21´ પૂ. રે.. ઓતારુ અખાત નજીકના ટાપુના પશ્ચિમ ભાગમાં તે આવેલું છે. 1871માં સાપોરો શહેર માટેની યોજના મૂકવામાં આવેલી અને પાશ્ચાત્ય શહેરો મુજબ તેનું નિર્માણ કરવામાં આવેલું. આ નગર આખા ટાપુના ઉત્પાદક…

વધુ વાંચો >

સાબરકાંઠા

સાબરકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. તે 23° 03´થી 24° 30´ ઉ. અ. અને 72° 43´થી 73° 39´ પૂ. રે. વચ્ચેનો 7,390 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, ઈશાન અને પૂર્વમાં રાજસ્થાનના સિરોહી, ઉદેપુર અને ડુંગરપુર-વાંસવાડા જિલ્લા; દક્ષિણમાં પંચમહાલ, ખેડા અને ગાંધીનગર જિલ્લા તથા પશ્ચિમમાં મહેસાણા…

વધુ વાંચો >

સાબરગામુવા (Sabargamuwa)

સાબરગામુવા (Sabargamuwa) : શ્રીલંકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો અંતરિયાળ પ્રાંત. વિસ્તાર 4,968 ચોકિમી. તેનું ભૂપૃષ્ઠ પહાડી છે. તેની પૂર્વ ધાર શ્રીલંકાના મધ્યના પહાડી પ્રદેશમાં ભળી જાય છે. તેની આબોહવા ગરમ ભેજવાળી રહે છે અને લગભગ આખું વર્ષ વરસાદ પડે છે. ઉપલબ્ધ જાણકારી મુજબ આ પ્રદેશ પ્રાગ્-ઐતિહાસિક કાળથી વસવાટવાળો રહ્યો છે, પરંતુ…

વધુ વાંચો >