ગિરીશભાઈ પંડ્યા
શૅનૉન (નદી)
શૅનૉન (નદી) : બ્રિટિશ ટાપુઓમાં આવેલી નદીઓ પૈકીની લાંબામાં લાંબી નદી. તે આયર્લૅન્ડમાં આવેલી છે અને ત્યાંનો મુખ્ય જળમાર્ગ બની રહેલી છે. આ નદી આયર્લૅન્ડના ક્વિલકાઘ પર્વતોમાંથી નીકળે છે. ત્યાંથી દક્ષિણ તરફ આશરે 370 કિમી. અંતર માટે વહીને ઍટલાંટિકમાં ઠલવાય છે. આ નદીના જળમાર્ગમાં ત્રણ (ઍલન, રી અને દર્ગ) સરોવરો…
વધુ વાંચો >શેન્યાંગ (મુકડેન)
શેન્યાંગ (મુકડેન) : ચીનના લાયોનિંગ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 48´ ઉ. અ. અને 123° 27´ પૂ. રે.. આ શહેર મંચુરિયાના ગીચ વસ્તીવાળા પ્રદેશની મધ્યમાં હુન નદીને કાંઠે વસેલું છે. અહીં પાંચ રેલમાર્ગો ભેગા થાય છે. શહેરની નજીક ત્રણ હવાઈ મથકો આવેલાં છે. શેન્યાંગમાં આવેલાં કારખાનાં ધાતુપેદાશો, યાંત્રિક ઓજારો…
વધુ વાંચો >શેફિલ્ડ
શેફિલ્ડ : મધ્ય ઇંગ્લૅન્ડના ઉત્તરભાગમાં આવેલું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 53° 23´ ઉ. અ. અને 1° 30´ પ. રે.. તે ડૉન અને શીફ નદીઓના સંગમ નજીક રમણીય પહાડી વિસ્તારમાં વસેલું છે. આ શહેર ઘણા લાંબા સમયથી ઉચ્ચ કક્ષાના પોલાદ અને તેની બનાવટો, ધાતુની પેદાશો અને ચાંદીનાં પાત્રો તથા તાસકો…
વધુ વાંચો >શેબ્સી પર્વતો
શેબ્સી પર્વતો : પૂર્વ નાઇજિરિયામાં આવેલી પર્વતમાળા. બેન્યુ અને તરાબા નદીઓ વચ્ચે તે આશરે 160 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલી છે. તેનું દિમલાન્ગ (વૉજેલ) શિખર નાઇજિરિયાનું ઊંચામાં ઊંચું શિખર ગણાય છે; તેની ઊંચાઈ 2,042 મીટરની છે અને તે હારમાળાના મધ્ય ભાગમાં આવેલું છે. ભરપૂર વનરાજીવાળા તેના ઉપરના ઢોળાવો પરથી કૅમ, ફૅન,…
વધુ વાંચો >શેલ (shale)
શેલ (shale) : કણજન્ય જળકૃત ખડકોનો એક પ્રકાર. કાંપકાદવ (silt) અને મૃદ-કણોથી બનેલો સૂક્ષ્મદાણાદાર, પડવાળો અથવા વિભાજકતા ધરાવતો જળકૃત ખડક. સરેરાશ શેલ ખડક તેને કહી શકાય, જે 1/3 ક્વાર્ટ્ઝ, 1/3 મૃદખનિજો અને 1/3 કાર્બોનેટ, લોહઑક્સાઇડ, ફેલ્સ્પાર્સ તેમજ સેન્દ્રિય દ્રવ્ય જેવાં અન્ય ખનિજોથી બનેલો હોય. આ ખડકો સૂક્ષ્મદાણાદાર દ્રવ્યથી બનેલા હોવાને…
વધુ વાંચો >શેલ્ડ નદી (Schelde River)
શેલ્ડ નદી (Schelde River) : બેલ્જિયમમાં આવેલી નદી. યુરોપના મહત્વના ગણાતા વેપારી જળમાર્ગો પૈકીના એક જળમાર્ગ તરીકે આ નદી વધુ જાણીતી છે. ભૌગોલિક સ્થાન : 51° 22´ ઉ. અ. અને 4° 15´ પૂ. રે.. તે ફ્રાન્સના લીલી(Lille)ના અગ્નિકોણમાંથી નીકળે છે અને બેલ્જિયમમાં થઈને ઈશાન તરફ વહે છે. એન્ટવર્પ ખાતે તે…
વધુ વાંચો >શોણ (નદી)
શોણ (નદી) : છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લામાં વહેતી નદી. ગંગાની સહાયક નદીઓ પૈકીની એક. દક્ષિણ તરફથી નીકળીને શરૂઆતમાં તે માનપુર નજીકથી પસાર થાય છે ત્યારે તેનો પ્રવાહપથ ઉત્તર તરફનો રહે છે, પરંતુ પછીથી તે રેવા જિલ્લાને વીંધે છે ત્યારે તે ઈશાનતરફી વળાંક લે છે. આ નદી કૈમુર પર્વતમાળાને કોતરીને આગળ…
વધુ વાંચો >શૉર્લ (Schorl)
શૉર્લ (Schorl) : ટુર્મેલિન સમૂહનું ખનિજ. રાસાયણિક બંધારણ : Na(Fe, Mn)3Al6B3Si6O27(OH, F)4. સ્ફટિકવર્ગ : હેક્ઝાગૉનલ. સ્ફટિકસ્વરૂપ : સ્ફટિકો ટૂંકાથી લાંબા પ્રિઝમ સ્વરૂપોવાળા, ચપટી પાતળી પતરીઓમાં પણ હોય. ફલકો ઊભા સળવાળા હોય, સોયાકાર પણ મળે. મોટેભાગે 3, 6 કે 9 બાજુઓવાળા. સામાન્યત: અર્ધસ્ફટિકસ્વરૂપી હોય. સ્ફટિકો ક્યારેક છૂટા છૂટા તો ક્યારેક અન્યોન્ય…
વધુ વાંચો >શોંકિનાઇટ (shonkinite)
શોંકિનાઇટ (shonkinite) : ઘેરા રંગનો અંત:કૃત પ્રકારનો આગ્નેય સાયનાઇટ ખડક. તેના મુખ્ય ઘટકોમાં ઑગાઇટ (પાયરૉક્સિન) અને ઑર્થોક્લેઝ (ફેલ્સ્પાર) તથા અન્ય ખનિજોમાં ઑલિવિન, બાયૉટાઇટ અને નેફેલિન હોય છે. તેમાં ક્વાર્ટ્ઝ હોતો નથી, પરંતુ ક્યારેક પ્લેજિયોક્લેઝનું અલ્પ પ્રમાણ જોવા મળે છે. કુદરતમાં આ પ્રકારના ખડકો ઓછા પ્રમાણમાં મળે છે. યુ.એસ.ના મૉન્ટાના રાજ્યમાં…
વધુ વાંચો >શ્કોદ્ર (Shkodra)
શ્કોદ્ર (Shkodra) : આલ્બેનિયાનું વસ્તીની દૃષ્ટિએ તિરાના પછી બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 05´ ઉ. અ. અને 19° 30´ પૂ. રે.. તે બ્યુના અને દ્રિની નદીઓના સંગમ નજીક, સ્કુતારી સરોવરના અગ્નિ છેડે વસેલું છે. આ શહેર રોમન કૅથલિક ધર્મગુરુનું મથક પણ છે. અહીં કેથીડ્રલ, મસ્જિદો અને ખ્રિસ્તી…
વધુ વાંચો >