ગિરીશભાઈ પંડ્યા
યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)
યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી…
વધુ વાંચો >યમુનાનગર
યમુનાનગર : હરિયાણા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 15´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,756 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ રાજ્ય, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, નૈર્ઋત્યમાં કર્નલ અને કુરુક્ષેત્ર…
વધુ વાંચો >યલોસ્ટોન નૅશનલ પાર્ક
યલોસ્ટોન નૅશનલ પાર્ક : યુ.એસ.ના વ્યોમિંગ રાજ્યમાં આવેલો દુનિયાનો જૂનામાં જૂનો નૅશનલ પાર્ક. ભૌગોલિક સ્થાન : 44° 30´ ઉ. અ. અને 110° 00´ પ. રે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ઘણી બધી કુદરતી અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલો છે. અહીં દુનિયાના કોઈ પણ અન્ય પ્રદેશમાં જોવા મળતા હોય તે કરતાં ઘણી સંખ્યામાં…
વધુ વાંચો >યવતમાળ
યવતમાળ : મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 30´થી 20° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો લગભગ 13,584 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ નાનો પણ વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં મોટો છે.…
વધુ વાંચો >યાનામ
યાનામ : કેન્દ્રશાસિત પૉંડિચેરી(પુદુચેરી)નો એક ભાગ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વકાંઠે બંગાળના ઉપસાગર પર આવેલો નાનકડો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 16° 43´ ઉ.અ. અને 80° 05´ પૂ. રે. પરનો માત્ર 30 ચોકિમી. જેટલો પ્રદેશ ધરાવે છે. ગોદાવરી નદી અને કારિંગા નદી જ્યાંથી અલગ પડે છે…
વધુ વાંચો >યુકોન (નદી)
યુકોન (નદી) : ઉત્તર અમેરિકાના વાયવ્ય ભાગમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે કૅનેડાના ભૂમિભાગમાંથી નીકળે છે અને યુકોન તથા અલાસ્કામાં થઈને વહે છે. આ નદીનો લગભગ B ભાગ અલાસ્કામાં આવેલો છે. બ્રિટિશ કોલંબિયામાં આવેલા તેના ઉપરવાસથી બેરિંગ સમુદ્રકિનારે આવેલા તેના મુખભાગ સુધીની તેની કુલ લંબાઈ 3,185 કિમી. જેટલી છે. આ…
વધુ વાંચો >યુક્રેન
યુક્રેન : અગ્નિ યુરોપમાં આવેલો ખેતીપ્રધાન, ઔદ્યોગિક અને ખનિજ-સમૃદ્ધ પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° 00´ ઉ. અ. અને 32° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,03,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, દક્ષિણમાં મોલ્દેવિયા, રુમાનિયા અને કાળો સમુદ્ર તથા પશ્ચિમે પોલૅન્ડ, સ્લોવાક પ્રજાસત્તાક અને હંગેરી…
વધુ વાંચો >‘યુ’ ખીણ
‘યુ’ ખીણ : ખીણનો એક પ્રકાર. યુ ખીણ એ હિમજન્ય ઘસારાનું પરિણામ છે. હિમનદીના વહનપથ-વિભાગમાં હિમજથ્થાની બંને બાજુની ટેકરીઓના ઊર્ધ્વ ઘસારાને કારણે U-આકારના આડછેદનું ખીણદૃશ્ય ઊભું થતું હોવાથી આ પ્રકારનું ભૌમિતિક નામ પડેલું છે. કાશ્મીર વિસ્તારના ઉચ્ચ હિમાલયમાં આવેલી મોટાભાગની ખીણો ‘યુ’ આકારની છે. ક્યારેક કેટલીક નદીઓના ખીણભાગો પણ છીછરા…
વધુ વાંચો >યુગાન્ડા
યુગાન્ડા : પૂર્વ-મધ્ય આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 4° 10´ ઉ. અ.થી 1° 15´ દ. અ. અને 29° 30´ પૂ. રે.થી 35° 00´ પૂ. રે. વચ્ચેનો 2,35,880 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તે લગભગ બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં કેન્યા, દક્ષિણે ટાન્ઝાનિયા…
વધુ વાંચો >યુગોસ્લાવિયા
યુગોસ્લાવિયા અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…
વધુ વાંચો >