ગિરીશભાઈ પંડ્યા

મેરીલૅન્ડ

મેરીલૅન્ડ : યુ.એસ.નું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 39° 00´ ઉ. અ. અને 76° 45´ પ. રે.ની આજુબાજુનો 27,091 ચોકિમી. (અખાત સહિત 31,600 ચોકિમી.) જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. તે યુ.એસ.ના પૂર્વ કિનારે ઈશાન તરફ આવેલું છે. તેની ઉત્તરે પેન્સિલવેનિયા, પૂર્વમાં દેલાવર અને ઍટલાંટિક મહાસાગર, દક્ષિણ તેમજ પશ્ચિમે…

વધુ વાંચો >

મેલબૉર્ન

મેલબૉર્ન : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યનું પાટનગર અને સિડની પછીના બીજા ક્રમે આવતું દેશનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 49´ દ. અ. અને 144° 58´ પૂ. રે.. તે પૉર્ટ ફિલિપ ઉપસાગરના ભાગરૂપ હૉબ્સનના અખાતને મથાળે તેને મળતી યારા નદીને કાંઠે વસેલું છે. યારા નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વળી…

વધુ વાંચો >

મેલવિલ ટાપુ (ઑસ્ટ્રેલિયા)

મેલવિલ ટાપુ (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યની ઉત્તર તરફ આવેલા તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન 11° 30´ દ. અ. અને 131° 00´ પૂ. રે.. નૉર્ધર્ન ટેરિટરીના અર્નહૅમ લૅન્ડના કિનારા પરના ડાર્વિન બંદરેથી સીધેસીધા ઉત્તર તરફ આશરે 26 કિમી. અંતરે તે આવેલો છે. ઑસ્ટ્રેલિયાની અહીંની મુખ્ય ભૂમિથી તે ક્લેરેન્સની…

વધુ વાંચો >

મેલવિલ ટાપુ (કૅનેડા)

મેલવિલ ટાપુ (કૅનેડા) : કૅનેડાના વાયવ્ય ભાગમાં ફ્રૅન્કલિન જિલ્લામાં આવેલા પેરી ટાપુઓ પૈકીનો સૌથી મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન ; 76° ઉ. અ. અને 110´ પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર છે, દક્ષિણે વિક્ટોરિયા ટાપુ છે, નૈર્ઋત્યમાં બૅન્ક્સ ટાપુ છે. આ ટાપુ વિક્ટોરિયા અને બૅન્ક્સ ટાપુઓથી અનુક્રમે…

વધુ વાંચો >

મૅલેકાઇટ

મૅલેકાઇટ : તાંબાનું ધાતુખનિજ. રાસા. બંધારણ : Cu2CO3(OH)2. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો નાના, મોટેભાગે સોયાકાર, અથવા ટૂંકાથી લાંબા પ્રિઝ્મૅટિક અને ફાચર આકારના છેડાવાળા. દળદાર, ક્યારેક જાડી ઘનિષ્ઠ પોપડીઓ રૂપે પણ મળે, તે દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપની સપાટીઓ રૂપે કે રેસાદાર, પટ્ટાદાર રચનાવાળા પણ હોય.…

વધુ વાંચો >

મૅસિડોનિયા

મૅસિડોનિયા : અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલો પહાડી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 40°થી 42° ઉ. અ. અને 21° 30´થી 23° પૂ.રે. વચ્ચેનો 66,397 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે સર્બિયા, પૂર્વમાં બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ અને પશ્ચિમે આલ્બેનિયાથી ઘેરાયેલો છે. 1912–13માં અહીં થયેલાં બાલ્કન યુદ્ધોને કારણે મૅસિડોનિયાનો…

વધુ વાંચો >

મૅસેચૂસેટ્સ (Massachusetts)

મૅસેચૂસેટ્સ (Massachusetts) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલું સંલગ્ન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 42° 15´ ઉ. અ. અને 71° 50´ પ. રે.. વિસ્તાર : 20,306 ચોકિમી.. યુ.એસ.માં આ રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે ‘બે સ્ટેટ’ (Bay State) અથવા ‘ઓલ્ડ કૉલોની સ્ટેટ’ જેવાં ઉપનામોથી પણ ઓળખાય છે. બૉસ્ટન તેનું…

વધુ વાંચો >

મૅંગેનાઇટ

મૅંગેનાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં.: મૅંગેનીઝનો જલયુક્ત ઑકસાઇડ. MnO(OH) અથવા Mn2O3.H2O (મૅંગેનીઝ સિસ્ક્વીઑક્સાઇડ = 89.7 %, પાણી = 10.3 %). સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. સ્ફટિકસ્વરૂપ : ઊંડી, ઊર્ધ્વ રેખાઓ સહિતનાં પ્રિઝ્મૅટિક સ્ફટિકસ્વરૂપો (જુઓ આકૃતિ). જુદા જુદા સ્ફટિકો જૂથમાં વિકેન્દ્રિત રીતે ગોઠવાયેલા મળે. સ્તંભાકાર પણ હોય, ક્યારેક અધોગામી સ્તંભો રૂપે…

વધુ વાંચો >

મૅંગેનીઝ અયસ્ક

મૅંગેનીઝ અયસ્ક (Manganese Ores) : મૅંગેનીઝનાં ધાતુખનિજો. મૅંગેનીઝ પૃથ્વીના પોપડામાં પ્રાકૃત સ્થિતિમાં મળતું નથી, પરંતુ તે ઑક્સાઇડ, કાર્બોનેટ અને સિલિકેટ ખનિજ-સ્વરૂપોમાં મળે છે. એક કે બીજા સ્વરૂપમાં માનવજાતને લાંબા સમયથી તેની જાણકારી હોવા છતાં, 1774માં શીલી(Scheeli)એ તેનાં સંયોજનોમાંથી મૅંગેનીઝ ધાતુને છૂટી પાડવાની પદ્ધતિ વિકસાવી, ત્યાં સુધી તેનો ખાસ ઉપયોગ થતો…

વધુ વાંચો >

મૈનપુરી (Mainpuri)

મૈનપુરી (Mainpuri) : ઉત્તરપ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´ ઉ. અ. અને 79° 00´ પૂ.રે.ની આજુબાજુના 2,759 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈટાહ, પૂર્વે ફર્રુખાબાદ, અગ્નિ દિશાએ કનૌજ, દક્ષિણે ઇટાવાહ, અને પશ્ચિમે ફીરોઝાબાદ જિલ્લો આવેલો છે.…

વધુ વાંચો >