મૅંગેનાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં.: મૅંગેનીઝનો જલયુક્ત ઑકસાઇડ.

મૅંગેનાઇટ : (અ) કૅલ્સાઇટ સહિતનું મૅંગેનાઇટ, (આ) સ્ફટિક સ્વરૂપ

MnO(OH) અથવા Mn2O3.H2O (મૅંગેનીઝ સિસ્ક્વીઑક્સાઇડ = 89.7 %, પાણી = 10.3 %). સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. સ્ફટિકસ્વરૂપ : ઊંડી, ઊર્ધ્વ રેખાઓ સહિતનાં પ્રિઝ્મૅટિક સ્ફટિકસ્વરૂપો (જુઓ આકૃતિ). જુદા જુદા સ્ફટિકો જૂથમાં વિકેન્દ્રિત રીતે ગોઠવાયેલા મળે. સ્તંભાકાર પણ હોય, ક્યારેક અધોગામી સ્તંભો રૂપે પણ મળે. યુગ્મતા : (011) ફલક પર. સંભેદ : એકદિશાકીય, (110) ફલક પર સ્પષ્ટ, (010) ફલક પર વધુ સ્પષ્ટ. કઠિનતા : 4. વિ. ઘ. : 4. 3. ચમક : ધાત્વિક. રંગ : લોખંડ જેવો કાળો. અપારદર્શક. ઝીણી કરચો કથ્થાઈ. ચૂર્ણરંગ : રતાશપડતો કથ્થાઈ, ક્યારેક કાળો. પ્રાપ્તિસ્થિતિ : મૅંગેનીઝ ઑક્સાઇડધારક અન્ય ખનિજોના સંકલનમાં મળે, ક્યારેક મૅંગેનાઇટ પાઇરોલ્યુસાઇટનાં પરરૂપ સ્વરૂપો તરીકે મળે. પ્રાપ્તિસ્થાનો : હાર્ઝ પર્વતો (જર્મની), કૉર્નવૉલ (ઇંગ્લૅન્ડ) અને મિશિગન (યુ.એસ.). મૅંગેનીઝના અયસ્ક તરીકે તેનું આર્થિક મહત્વ ઓછું અંકાય છે.

ગિરીશભાઈ પંડ્યા