ખનિજ ઇજનેરી

જેડ

જેડ : રત્ન તરીકે ઉપયોગી ખનિજ. ઍમ્ફિબૉલ(ટ્રેમોલાઇટ/ ઍક્ટિનોલાઇટ)નો લીલા રંગવાળો ર્દઢ ઘનિષ્ઠ પ્રકાર. મુખ્યત્વે અલંકારોમાં વપરાય છે. જેડનો અન્ય પ્રકાર જેડાઇટ. સોડિયમ-ઍલ્યુમિનિયમ સિલિકેટ, પાયરૉક્સિન છે, તે જવલ્લે જ મળે છે. મરકતમણિને નામે ઉપરત્ન તરીકે ખપે છે. નરમ જેડ, નૂતન જેડ અથવા સર્પેન્ટાઇન કે કોરિયન જેડ, ટ્રાન્સવાલ જેડ અથવા ગ્રૉસ્યુલેરાઇટ, કૅલિફૉર્નિયન…

વધુ વાંચો >

જેડાઇટ

જેડાઇટ : પાયરૉક્સિન વર્ગનું ખનિજ; રાસા. બંધા. : NaAlSi2O6; સ્ફ.વ. : એકનત (મૉનોક્લિનિક); સ્ફ.સ્વ. : પારદર્શક; ક્યારેક પારદર્શકથી પારભાસક. નાના, લાંબા, ત્રિપાર્શ્વ (110) સ્વરૂપના સ્ફટિકોની પ્રાપ્તિ વધુ; લંબચોરસ તકતી આકારના (100) ફલકોવાળા પણ સામાન્યત: વધુ; (100) ફલકો અંકિત રેખાવાળા. યુગ્મતા મોટે ભાગે (100) ફલક પર આધારિત. સૂક્ષ્મદાણાદારથી સ્થૂળ દાણાદાર, રેસાદાર,…

વધુ વાંચો >

ટૂફા

ટૂફા : નદીજળ અને ગરમ ઝરાના જળના બાષ્પીભવનમાંથી અવક્ષેપિત થઈને તૈયાર થતો છિદ્રાળુ, કોટરયુક્ત, વાદળી જેવો (spongy) ચૂનાખડક. તેને ચૂનાયુક્ત સિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્યપણે અતિસંતૃપ્ત જળમાંથી અવક્ષેપિત થઈને કૅલ્શિયમ કાર્બોનેટ ઝરાઓ અને જળસંચયસ્થાનોની આસપાસ ઊગતા છોડની ડાળીઓ અને પાંદડાં ઉપર જામે છે, પરંતુ છોડની સંરચનાને અમુક પ્રમાણમાં…

વધુ વાંચો >

ડાયૉપ્સાઇડ

ડાયૉપ્સાઇડ : પાયરૉક્સીન વર્ગનું ખનિજ. પ્રકારો : શેફ્ફરાઇટ અને સેલાઇટ; રાસા. બં. : MgCaSi2O6 = CaO•(Mg.Fe)O•2SiO2 સ્ફ.વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્ય રીતે ટૂંકા પ્રિઝમૅટિક; દળદાર, પર્ણવત્, સ્તંભાકાર અથવા દાણાદાર. યુગ્મતા  સામાન્યત: (001) કે  (100) ફલક પર. સાદી કે  બહુવિધ યુગ્મતા. પારદર્શકથી લગભગ  અપારદર્શક સંભેદ : (110) સુવિકસિત;…

વધુ વાંચો >

પશ્ચાત્-સ્ફુરણ (phosphorescence)

પશ્ચાત્–સ્ફુરણ (phosphorescence) : ખનિજોમાં જોવા મળતી પ્રકાશીય ઘટના. કુદરતમાં મળતાં કેટલાંક ખનિજો ગરમ કર્યા પછીથી, ઘસ્યા પછીથી અથવા સૂર્યપ્રકાશમાં કે એક્સ-કિરણોમાં કે પારજાંબલી કિરણોમાં કે વીજવિકિરણમાં રાખ્યા પછીથી દૃશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઘટના પશ્ચાત્-સ્ફુરણ તરીકે ઓળખાય છે, તેને સ્ફુરસંદીપ્તિ પણ કહેવાય છે. ફ્લોરસ્પાર ખનિજના અમુક પ્રકારોનું ચૂર્ણ કરીને…

વધુ વાંચો >

પાઇરોપ (pyrope)

પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રોડોલાઇટ તેનો પેટાપ્રકાર છે. નેસોસિલિકેટ પ્રકારનું ખનિજ. રાસા. બં. : Mg3A12Si3O12. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો જૂજ, પરંતુ તે ડૉડેકાહેડ્રલ કે ટ્રૅપેઝોહેડ્રલ સ્વરૂપના હોય છે; ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણાઓ રૂપે મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : નથી. ભં.…

વધુ વાંચો >

પાયરાઇટ

પાયરાઇટ : લોહમાક્ષિક. લોહસલ્ફાઇડ (FeS2) બંધારણ ધરાવતું ધાતુખનિજ. પાયરાઇટ શબ્દ કેટલાંક સલ્ફાઇડધારક ધાતુખનિજો માટે પણ ઉપયોગમાં લેવાય છે.; દા. ત., સુવર્ણ પાયરાઇટ, આર્સેનોપાયરાઇટ.  લોહધારક આ પાયરાઇટ ‘લોહપાયરાઇટ’ અથવા માત્ર ‘પાયરાઇટ’ નામથી વધુ જાણીતું છે. તદ્દન શુદ્ધ પાયરાઇટમાં લોહ 46.6 % અને ગંધક 53.4 % રહેલું હોય છે. જ્યારે તેને બાળવામાં…

વધુ વાંચો >

પાયરોક્લૉર

પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (૦11), (113) કે (૦૦1) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111)…

વધુ વાંચો >

પાયરોફિલાઇટ

પાયરોફિલાઇટ : શંખજીરાને લગભગ મળતું આવતું અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવાતું ખનિજ. રાસા. બં. : Al2O3 . 4SiO2. H2O. સિલિકા 66.7 %, ઍલ્યુમિના 28.3 % અને જળમાત્રા 5.૦૦. સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક. સ્ફ. સ્વ. : પત્રબંધી રચનાવાળું, વિકેન્દ્રિત-પર્ણવx; અંશત: રેસાદાર; દળદાર, દાણાદારથી ઘનિષ્ઠ (સૂક્ષ્મ સ્ફટિકમય) સ્વરૂપે પણ મળે; આછા પારભાસકથી…

વધુ વાંચો >

પાયરોલ્યૂસાઇટ

પાયરોલ્યૂસાઇટ : મૅંગેનીઝ માટેનું આર્થિક મહત્વ ધરાવતું ખનિજ. રામ્સ્ડેલાઇટ સાથે વિરૂપતાધારક. રાસાયણિક બંધારણ : મૅંગેનીઝ ડાયૉક્સાઇડ MnO2. સ્ફટિકવર્ગ : ઑર્થોરૉમ્બિક; MnO2ના સુવિકસિત સ્ફટિકો-પોલિયેનાઇટ (સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ) કુદરતમાં ભાગ્યે જ મળે છે. પાયરોલ્યૂસાઇટ સામાન્ય રીતે તો વિકેન્દ્રિત રેસાદાર અથવા વૃક્કાકાર આચ્છાદન-સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ ક્યારેક ટૂંકાથી લાંબા પ્રિઝમૅટિક સ્ફટિકો…

વધુ વાંચો >