ખનિજ ઇજનેરી

પિચબ્લેન્ડ (pitchblende)

પિચબ્લેન્ડ (pitchblende) : યુરેનિયમનું ખનિજ, યુરેનિનાઇટનો પ્રકાર. રાસા. બં. :  UO2. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે-ભાગે ક્યૂબ કે ક્યૂબોઑક્ટાહેડ્રા સ્વરૂપોમાં; નાના સ્ફટિકો વૃક્ષાકાર જૂથ સ્વરૂપે; ક્યારેક દળદાર, ઘનિષ્ઠ કે દાણાદાર તો ક્યારેક દ્રાક્ષ-ઝૂમખાવત્ પોપડી રૂપે; વિકેન્દ્રિત-રેસાદારથી સ્તંભાકાર સંરચનાઓમાં પણ મળે. યુગ્મતા (111) ફલક પર હોય, પણ…

વધુ વાંચો >

પૂર્ણરૂપતા (holohedrism)

પૂર્ણરૂપતા (holohedrism) : સ્ફટિકવર્ગની સમમિતિની જે કક્ષામાં અક્ષને બંને છેડે પૂરેપૂરી સમસંખ્યામાં સ્ફટિક-સ્વરૂપો ગોઠવાયેલાં મળે તે ઘટના. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિક-સ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમમિતિ-અક્ષને બંને છેડે એકસરખાં…

વધુ વાંચો >

પૂર્ણસ્વરૂપી કણરચના (panidiomorphic texture)

પૂર્ણસ્વરૂપી કણરચના (panidiomorphic texture) : પૂર્ણ પાસાદાર, સુવિકસિત ખનિજ સ્ફટિકોથી બનેલી કણરચના. આ પ્રકારની કણરચના કેટલાક લેમ્પ્રોફાયર ખડકોમાં જોવા મળે છે. સમદાણાદાર કણરચનાઓ (પૂર્ણ પાસાદાર, અપૂર્ણ પાસાદાર અને બિનપાસાદાર) પૈકી પૂર્ણવિકસિત પાસાંઓ ધરાવતા સ્ફટિકો આ પ્રકારની કણરચનામાં જોવા મળે છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

પેગ્મેટાઇટ (pegmatite)

પેગ્મેટાઇટ (pegmatite) : અગ્નિકૃત ખડક-પ્રકાર. સર્વસામાન્ય અગ્નિકૃત ખડકો(મોટેભાગે ગ્રૅનાઇટ)માં મુખ્યત્વે જોવા મળતાં ખનિજોથી બનેલો, પ્રમાણમાં આછા રંગવાળો, પરંતુ વધુ પડતો સ્થૂળ-દાણાદાર ખડક; તેમ છતાં, કણકદની બહોળા પ્રમાણની વિભિન્નતા તેમજ પ્રધાનપણે સૂક્ષ્મ-દાણાદાર એવા એપ્લાઇટનું ઘનિષ્ઠ સંકલન  આ બે બાબતો પેગ્મેટાઇટની લાક્ષણિકતા બની રહે છે. પેગ્મેટાઇટ જ્યાં જ્યાં મળે છે ત્યાં ખાસ…

વધુ વાંચો >

પેરિડોટાઇટ

પેરિડોટાઇટ : અગ્નિકૃત ખડકો પૈકીનો બેઝિક ખડકપ્રકાર. ઑલિવીન, પાયરૉક્સિન અને હૉર્નબ્લેન્ડના સ્થૂલ સ્ફટિકોનું 90 % પ્રમાણ ધરાવતા, પરંતુ જેમાં ઑલિવીન મુખ્ય ખનિજ હોય એવા આવશ્યકપણે બિનફેલ્સ્પેથિક અંત:કૃત ખડકને પેરિડોટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ખનિજોમાં મુખ્યત્વે પ્લેજિયોક્લેઝ, ક્રોમાઇટ અને ગાર્નેટ હોઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં ભૂમધ્યાવરણ(mantle)નો મોટો ભાગ કદાચ પેરિડોટાઇટથી…

વધુ વાંચો >

પૉલિસિલિકેટ ખનિજો (Polysilicate minerals)

પૉલિસિલિકેટ ખનિજો (Polysilicate minerals) : સિલિસિક ઍસિડનું વધુ પ્રમાણ ધરાવતાં ખનિજો. મૅગ્માથી બનતાં ખનિજો આગ્નેય ખનિજો (pyrogenetic minerals) કહેવાય છે. ઑક્સિજન અને સિલિકૉન તત્ત્વો મૅગ્મામાં વિપુલ માત્રામાં રહેલાં હોવાથી તેમાંથી મુખ્યત્વે સિલિકા અને સિલિકેટ ખનિજો બને છે. આ ઉપરાંત થોડાંક ઑક્સાઇડ બને છે અને અન્ય સંયોજનો ઓછા પ્રમાણમાં તૈયાર થતાં…

વધુ વાંચો >

પ્રવાહસંભેદ

પ્રવાહસંભેદ : જુઓ સંભેદ

વધુ વાંચો >

પ્રવાહસંરચના

પ્રવાહસંરચના : જુઓ સંરચના

વધુ વાંચો >

પ્રાથમિક ખનિજો (primary minerals)

પ્રાથમિક ખનિજો (primary minerals) : પ્રથમ તબક્કામાં તૈયાર થયેલાં ખનિજો. કુદરતમાં મળતાં ખનિજોનાં તેમની ઉત્પત્તિસ્થિતિ, પ્રાપ્તિસ્થિતિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો જેવા જુદા જુદા આધારો મુજબ વર્ગીકરણ કરવામાં આવેલાં છે. પ્રત્યેક વર્ગીકરણ તેના આધાર મુજબ વિશિષ્ટ હેતુની ગરજ સારે છે. આ પૈકી રાસાયણિક બંધારણને આધારે કરવામાં આવેલું વર્ગીકરણ પ્રમાણમાં સંતોષકારક…

વધુ વાંચો >

પ્લવન (flotation)

પ્લવન (flotation) : વિભિન્ન પ્રકારના ઘન પદાર્થોને એકબીજાથી છૂટા પાડવાની અથવા કાચી ધાતુવાળી માટી(gangue)માંથી ખનિજને અલગ કરવાની ઔદ્યોગિક પદ્ધતિ. આ માટે ખનિજના ગાંગડાને દળી; પાણી, તેલ તથા આ તેલ વડે ખનિજના ઘન કણોને ચયનાત્મક (preferential) રીતે ભીંજવતાં ખાસ રસાયણો તેમાં ઉમેરી હવા ફૂંકી ખૂબ હલાવવામાં આવે છે. તેમાં ફીણ ઉત્પન્ન…

વધુ વાંચો >