ખનિજ ઇજનેરી

એકાક્ષ ખનિજ

એકાક્ષ ખનિજ : જુઓ ઑપ્ટિક અક્ષ.

વધુ વાંચો >

ઍટમિક મિનરલ્સ ડિવિઝન

ઍટમિક મિનરલ્સ ડિવિઝન (AMD) : 1949માં ભારતનું મિનિસ્ટ્રી ઑવ્ નૅચરલ રિસૉર્સિસ ઍન્ડ સાયન્ટિફિક રિસર્ચના ‘રેર મિનરલ સર્વે યૂનિટ’ નામના ઘટક તરીકે અસ્તિત્વમાં આવીને પાછળથી ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍટમિક એનર્જીના ઉપક્રમમાં સમાવિષ્ટ સંસ્થાન. આ સંસ્થાનનું વડું મથક અને કેન્દ્રીય પ્રયોગશાળાઓ હૈદરાબાદમાં છે, જ્યારે અન્વેષણ અને સંશોધન માટેનાં પ્રાદેશિક કેન્દ્રો, નવી દિલ્હી, જયપુર,…

વધુ વાંચો >

ઍન્ટિમની

ઍન્ટિમની (Sb) : આવર્ત કોષ્ટકના 15માં અગાઉના VB સમૂહનું ધાતુતત્વ. ખાલ્ડિયન સંસ્કૃતિના ઈ. પૂ. 4000ના અરસાના પુરાવશેષોમાં ઍન્ટિમની ધાતુનું વાવકૂવામાંથી પાણી કાઢવાનું વાસણ મળી આવ્યું છે, સુરમો (ઍન્ટિમની સલ્ફાઇડ) પ્રાચીન સમયમાં આંખના અંજન તરીકે વપરાશમાં હતો. 13મા સૈકામાં ‘ઍન્ટિમોનિયમ’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જીબરે (Geber) કર્યાનો ઉલ્લેખ છે. ઍન્ટિમની સલ્ફાઇડ સ્ટિબ્નાઇટના…

વધુ વાંચો >

ચિનાઈ માટી

ચિનાઈ માટી : માટીનો એક પ્રકાર. કેઓલિનના સામાન્ય ખનિજ નામથી પણ તે ઓળખાય છે. તેની કુદરતી પ્રાપ્તિસ્થિતિ મુજબ, માતૃખડક ગ્રૅનાઇટમાંથી પરિવર્તન પામેલાં અવશિષ્ટ ખનિજો ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, અબરખ પતરીઓ વગેરેના સંમિશ્રણ સહિતનું; પરંતુ મુખ્યત્વે કેઓલિનાઇટ (શુદ્ધ, જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ –Al2O3  2SiO2  2H2O)થી બનેલું બિનપ્લાસ્ટિક દ્રવ્ય છે. ગ્રૅનાઇટમાં રહેલા ફેલ્સ્પાર ઉપર થતી…

વધુ વાંચો >

ચુંબકત્વ (magnetism)

ચુંબકત્વ (magnetism) : ચુંબકીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું ભૌતિક બળ. લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ચુંબકીય પદાર્થો ઉપર ચુંબકીય ક્ષેત્રની વરતાતી એક ભૌતિક અસર. ચુંબક (magnet) શબ્દ ગ્રીક લોકો loadstone કે leadstone નામના એક પ્રકારના કુદરતી રીતે પ્રાપ્ત થતા મૅગ્નેટાઇટરૂપ પથ્થર (લોખંડનો ચુંબકીય ઑક્સાઇડ, magnetic iron oxide) માટે ગ્રીક લોકો ‘magnet’(ચુંબક)…

વધુ વાંચો >

ચુંબકીય ખનિજો

ચુંબકીય ખનિજો : કુદરતી ચુંબકત્વ ધરાવતાં ખનિજો. કુદરતી સ્થિતિમાં મળતાં અમુક ખનિજો સારી ક્ષમતાવાળા લોહચુંબકથી આકર્ષિત થવાનો ગુણધર્મ ધરાવતાં હોય છે. આવાં ખનિજો ચુંબકીય ખનિજો તરીકે ઓળખાય છે. લોહધાતુખનિજ મૅગ્નેટાઇટ (Fe3O4) માટે આ હકીકત વસ્તુત: ખરી છે. પાયહ્રોટાઇટ (ચુંબકીય પાયરાઇટ Fe1-χS જેમાં χ = 0થી 0.2) પણ અમુક પ્રમાણમાં ચુંબકત્વ…

વધુ વાંચો >

ચૂનો

ચૂનો : લીંપણ માટે દીવાલો પર વપરાતો માલ. પ્લાસ્ટર. ખાણના ઉપલા સ્તરમાંથી મળતા પથ્થરને પીસી તેનો ભૂકો કરવામાં આવે ત્યારબાદ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા બારીક દળ તરીકે રૂપાંતર પામેલ માલને પાણી તથા રેતીમાં મિશ્ર કરી દીવાલો પર લગાવવામાં આવે છે, જેથી લીસી સપાટી મળે છે. ખૂબીદાર પ્લાસ્ટર માટે પણ ચૂનાનો…

વધુ વાંચો >

છિદ્રાળુ ખડકો

છિદ્રાળુ ખડકો : ખડકો(કે જમીનો)માં રહેલા ખનિજકણો કે ઘટકો વચ્ચેની ખાલી જગા કે આંતરકણજગા ધરાવતા હોય અને એવી જગામાં પ્રવાહી રહી શકે ત્યારે તે ખડકો છિદ્રાળુ છે એમ કહેવાય. ખડકોમાં રહેલી આંતરકણજગા કે ખાલી ભાગને છિદ્ર કહેવાય. ખડકના કુલ એકમ કદની અપેક્ષાએ તેમાં રહેલાં છિદ્રોના કદના પ્રમાણને સછિદ્રતા કે સછિદ્રતા…

વધુ વાંચો >

જિપ્સમ પ્લેટ

જિપ્સમ પ્લેટ : જિપ્સમ પ્લેટને ચિરોડી છેદિકા જેવા નામથી ઓળખાવી શકાય. જિપ્સમ પ્લેટની રચના માટે તદ્દન શુદ્ધ ચિરોડી કે સેલેનાઇટ પસંદ કરવામાં આવે છે. તેનો આડછેદ એવી રીતે કાપીને ઉપયોગમાં લેવામાં આવ્યો હોય છે કે માઇક્રોસ્કોપના ક્રૉસ્ડ નિકોલ્સ વચ્ચેની ગોઠવણીમાં મૂકતાં તે પ્રથમ ક્રમનો લાલ ધ્રુવીભૂત રંગ દર્શાવે છે. જોકે…

વધુ વાંચો >

પ્રાથમિક ખનિજો (primary minerals)

પ્રાથમિક ખનિજો (primary minerals) : પ્રથમ તબક્કામાં તૈયાર થયેલાં ખનિજો. કુદરતમાં મળતાં ખનિજોનાં તેમની ઉત્પત્તિસ્થિતિ, પ્રાપ્તિસ્થિતિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો જેવા જુદા જુદા આધારો મુજબ વર્ગીકરણ કરવામાં આવેલાં છે. પ્રત્યેક વર્ગીકરણ તેના આધાર મુજબ વિશિષ્ટ હેતુની ગરજ સારે છે. આ પૈકી રાસાયણિક બંધારણને આધારે કરવામાં આવેલું વર્ગીકરણ પ્રમાણમાં સંતોષકારક…

વધુ વાંચો >